પગાર માગવા ગયેલ યુવકને મોઢામાં ચંપલ પકડાવી ઢોર માર માર્યો હતો
મોરબીમાં પગાર માટે યુવાનને માર મારીને પગાર માટે માર મારવાનો મામલામાં વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબા સહિત 12 આરોપીઓ સામે નોંધાઇ હતી. જે ફરિયાદને પગલે આરોપી વિભૂતિ પટેલ ઉર્ફે રાણીબાએ આજે મોરબી પોલીસ સમક્ષ સરેન્ડર કર્યું છે. આ ઘટનામાં અન્ય આરોપી ઓમ પટેલ અને રાજ પટેલ પણ પોલીસ સમક્ષ હાજર થયા છે. LCB અને DySPએ આરોપીઓની અટકાયત કરી છે. આ પેહલા આરોપી ડી.ડી રબારીને પણ ઝડપી લેવામાં આવ્યો હતો.
મોરબીમાં પોતાનો બાકી પગાર માંગવા આવેલા દલિત યુવકને બેરહેમીપૂર્વક માર મારીને મોંઢામાં પગરખા લેવા મજબૂર કરી તેને અપમાનિત કરવાના ગુનામાં આરોપી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ, રાજ પટેલ, પરીક્ષિત અને ડી.ડી રબારી સહિતના આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ મથકમાં 5 આરોપીના નામજોગ તેમજ 7 અજાણ્યા સહિતના 12 વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ દરમિયાન પોલીસે ફરાર આરોપીને ઝડપી લેવા તપાસ ચલાવી રહી હતી. પોલીસ દ્વારા આજે મુખ્ય આરોપી રાણીબા ઉર્ફે વિભૂતિ પટેલ, ઓમ પટેલ અને રાજ પટેલ સહિતના વધુ ત્રણ આરોપીઓ પોલીસ સમક્ષ હાજર થયા છે. તેવું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે. હજુ આરોપી પરીક્ષિત પટેલને તેમજ અન્ય આરોપીને ઝડપવા પણ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. અન્ય આરોપીને ઝડપી લેવા વિવિધ દિશામાં તપાસ ચલાવી રહી હતી.
નોંધનીય છેકે, પોલીસને આપેલી માહિતી અનુસાર, મોરબી એ ડિવિઝન પોલીસ મથકે નોંધાયેલી ફરિયાદ પ્રમાણે, આ ઘટનામાં ભોગ બનનાર યુવકનું નામ નિલેશ કિશોરભાઈ દલસાણીયા છે, જેઓ 2 ઓક્ટોબરના રોજ રાણીબા ઇન્ડસ્ટ્રીઝમાં એક્સપોર્ટ વિભાગમાં નોકરીએ રહ્યો હતો. બાદમાં કોઈ કારણોસર 18 ઓક્ટોબરે નોકરીએ આવવાનું ના પાડી દીધું હતું, પછી આ વાતને પગાર તારીખ સુધી કોઈ વાંધો આવ્યો નહોતો. પરંતુ કંપનીની પગાર તારીખે પગાર ના આવતા યુવકે પોતાનો પગાર લેવા માટે પહેલા તો ફોન કર્યો હતો. જ્યાં ઓફિસે આવીને લઈ જવા કહ્યું હતું. ત્યારબાદ પીડિત યુવક પોતાના પાડોશી સાથે કંપનીએ પહોંચ્યો હતો. પરંતુ, ત્યાં ડી.ડી. રબારી નામના વ્યક્તિએ યુવક સાથે આવેલા પાડોશી યુવકને માર મારીને ભગાડી મૂક્યો હતો. ત્યારબાદ પિડિત નિલેશને આરોપી ઓમ પ્રકાશ, આરોપી રાજ પટેલ અને ઓફિસનો મેનેજર પરીક્ષિત નિલેશએ વાળ પકડીને મોઢામાં ચંપલ આપીને ઢોર માર્યો હતો. આ ઘટનામાં લેડી ડોનના વહેમમાં ફરતી વિભૂતિ પટેલ સહિતના સાગરીતો દ્વારા કમર પટ્ટા વડે તથા ઢીકાપાટુનો મુંઢ માર મારીને જ્ઞાતિ પ્રત્યે અડધૂત કર્યો હતો. એટલું જ નહીં, આરોપીઓએ અભદ્ર ભાષાનો ઉપયોગ કરી જાનથી મારી નાંખવાની ધમકી પણ આવી હતી.
યુવકે રાણીબા ઇન્ડસ્ટ્રીની સંચાલિકા, એટલે કે વિભૂતિ પટેલ(વિભૂતિ સીતાપરા) ઉર્ફે રાણીબા, તેનો ભાઈ ઓમ પટેલ તથા રાજ પટેલ, પરીક્ષિત અને ડીડી રબારી વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જેના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.