કાલેશ્વરમ પ્રોજેક્ટમાં 1 લાખ કરોડ રૂપિયાના કૌભાંડનો રાહુલગાંધીએ લગાવ્યો આરોપ

Rahul gandhi

જમીન, રેતી અને દારૂ માફિયા સાથે કેસીઆરનાં સંબંધ હોવાનું પણ જણાવ્યું

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિજામાબાદ જિલ્લાના બોધનમાં ચૂંટણી રેલીને સંબોધતા તેલંગાણા રાજ્યના કાલેશ્વરમ પ્રોજેક્ટમાં એક લાખ કરોડ રૂપિયાના કૌભાંડ આચાર્યુ હોવાનો સીએમ કેકે.ચંદ્રશેખર રાવ પર આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે તેમના શાસન અને પ્રશાસનથી રાજ્યની પ્રજા પીડિત છે. વધુમાં તેમણે કેસીઆર પર નિશાન તાકતાં જમીન, રેતી અને દારૂ માફિયા સાથે સંબંધ રાખવા અને આવી પ્રવૃત્તિઓમાં વધારો થયાનો ઉલ્લેખ કર્યો હતો.

આ દરમિયાન રાહુલ ગાંધીએ કેન્દ્રની મોદી સરકાર અને મુખ્યમંત્રી કેસીઆર વચ્ચેના સંબંધો પર ધ્યાન દોરતાં રાજ્યમાં પ્રજાની સરકાર લાવવા પર ભાર મૂક્યો હતો. તેમણે હૈદરાબાદના વિકાસમાં કોંગ્રેસ પાર્ટીના ઐતિહાસિક યોગદાનનો ઉલ્લેખ કરતાં ચેતવણી આપી કે જો શ્રી રાવની પાર્ટી સત્તામાં જળવાઈ રહેશે તો જમીનો પર સંભવિત કબજો કરી લેવાશે. તેમણે કહ્યું કે જો કોંગ્રેસની સરકાર બનશે તો કેબિનેટની પહેલી જ બેઠકમાં અમારી 6 ગેરન્ટીઓનું અમલ થઈ જશે.