ચોમાસા જેવો ભારે કમોસમી વરસાદ પડશે તેવી અંબાલાલ પટેલની આગાહી

ambalal-patel

મહારાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના
હવામાન વિભાગે આગામી 24 થી 27 નવેમ્બર દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી

હવામાન નિષ્ણાંત અંબાલાલા પટેલે કમોસમી વરસાદને લઈને આગાહી કરી છે. તેમના મતે વાદળછાયા વાતાવરણ વચ્ચે અમુક ભાગોમાં ચોમાસા જેવો કમોસમી વરસાદ પડશે.

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરેલી આગાહી મુજબ આગામી દિવસોમાં ખગોળીય દ્રષ્ટિએ જોતા શુક્રના ભ્રમણના લીધે તારીખ 24 નવેમ્બરથી ડિસેમ્બર મહીનાની શરૂઆત સુધી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. સ્વાતી નક્ષત્રનો શુક્ર ભારે વરસાદ કરશે. મુંબઈ મહારાષ્ટ્રમાં ભારે વરસાદ પડશે. ચિત્રા અને સ્વાતી નક્ષત્રની અસર ગુજરાતમાં પણ થશે. દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ પડવાની સંભાવના છે. દરિયા કિનારાના ભાગો એટલે કે ગિર-સોમનાથ, વેરાવળ, જામનગર ઉપરાંત અમરેલીમાં પણ વરસાદ પડશે. આ કમોસમી માવઠું સિઝનનું ભારે માવઠું હશે. દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના છે. અમદાવાદ, ગાંધીનગર અને કચ્ચમાં પણ વરસાદ પડી શકે. અમુક ભાગમાં ચોમાસા જેવો ભારે કમોસમી વરસાદ પડશે.

આ તરફ હવમાન વિભાગે પણ ગુજરાતમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 24 થી 27 નવેમ્બર દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. 26 નવેમ્બરના રોજ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં હળવાથી મધ્યમ કમોસમી વરસાદના ઝાપટા પડવાની આગાહી છે.