કેન્દ્રીય તપાસ એજન્સીએ કહ્યું કે- જપ્ત કરવામાં આવેલી સંપત્તિમાં AJLની દિલ્હી, મુંબઈ અને લખનઉ સહિત અનેક જગ્યાની પ્રોપર્ટી છે. જેની કુલ કિંમત 661.9 કરોડ રુપિયા છે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (AJL)ની કરોડો રૂપિયાની સંપત્તિને અસ્થાયી રીતે ટાંચમાં લેવાના આદેશ જાહેર કર્યો છે. આ એક્શન મની લોન્ડ્રિંગ મામલે ED દ્વારા લેવાયા છે. જે હેઠળ 751.9 કરોડ રૂપિયાની સંપત્તિને ટાંચમાં લીધી છે. મની લોન્ડરિંગના મામલામાં કોંગ્રેસ સાથે જોડાયેલા યંગ ઈન્ડિયા વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. આ કંપનીમાં સોનિયા-રાહુલ ગાંધીની 76% ભાગીદારી છે.
આપને જણાવી દઈએ કે આ કેસ અંતર્ગત પહેલા પણ એજન્સી દ્વારા આ મામલે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની પૂછપરછ કરવામાં આવી છે. કેન્દ્રીય તપાસ એજન્સીએ કહ્યું કે, જપ્ત કરાયેલી સંપત્તિમાં AJLની દિલ્હી, મુંબઈ અને લખનઉં સહિત કેટલીક જગ્યાઓ પર પ્રોપર્ટી છે. જેની કુલ કિંમત 661.69 કરોડ રૂપિયા છે. EDએ જણાવ્યું કે, યંગ ઈન્ડિયાની પ્રોપર્ટીની કિંમત 90.21 કરોડ રૂપિયા છે.
EDએ 26 જૂન, 2014ના આદેશ અંતર્ગત એક ખાનગી ફરિયાદના સંજ્ઞાન લીધા બાદ દિલ્હીની મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટની કોર્ટ દ્વારા જાહેર પ્રક્રિયાના આધારે મની લોન્ડ્રિંગની તપાસ શરુ કરી હતી. આ દરમિયાન કોર્ટે માન્યું કે યંગ ઈન્ડિયા સહિત સાત આરોપીઓએ પ્રથમ દ્રષ્ટીએ IPCની કલમ 406 અંતર્ગત ગુનાકિય વિશ્વાસઘાત, IPCની કલમ 403 અંતર્ગત સંપત્તિ અને કલમ 120બી અંતર્ગત ગુનાકિય ષડયંત્ર, IPCની ધારા 420 અંતર્ગત છેતરપિંડી અને અપ્રમાણિકતાથી સંપત્તિની ડિલીવરી માટે પ્રેરિત કરવા, અપ્રમાણિકતાથી સંપત્તિનો દુરુપયોગ કરવાના ગુના છે.
EDના આ એક્શન પર કોંગ્રેસના નેતાએ ભાજપ પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ X પર લખ્યું કે, ED દ્વારા AJL સંપત્તિઓને ટાંચમાં લેવાના સમાચારા પ્રત્યેક રાજ્યમાં ચાલી રહેલી ચૂંટણીમાં નિશ્ચિત હારથી ધ્યાન ભટકાવવાની તેમની હતાશા દર્શાવે છે. તેમણે એમ પણ કહ્યું કે PMLA કાર્યવાહી માત્ર કોઈ અનુમાન કે પરિણામસ્વરુપ હોય શકે છે. કોઈ પણ અચલ સંપત્તિનું કોઈ ટ્રાંસફર નથી. પૈસાની કોઈ લેવડદેવડ નથી થઈ રહી. ગુના માટે કોઈ સ્ત્રોત નથી. હકિકતમાં એવા કોઈ ફરિયાદકર્તા નથી જેઓ એવો દાવો કરે છે કે તેમણે દગો આપવામાં આવ્યો છે. એક પણ નહીં. વધુમાં તેમણે કહ્યું કે ભાજપના ગઠબંધનની સહયોગી CBI, ED અને IT તેમની (ભાજપ) હારને ચૂંટણીઓમાં નહીં રોકી શકે.
તેમણે વધુમાં લખ્યું, આ ચૂંટણી વચ્ચે ધ્યાન ભટકાવવા માટે ભાજપ દ્વારા અને તેમના માટે છળ, જૂઠાણું અને જૂઠાણાંની પૂર્વનિર્મિત સંરચના છે.
હાલના દિવસોમાં કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી પાર્ટીઓ કેન્દ્રની મોદી સરકાર પર કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગનો આરોપ લગાવે છે. તેને ફગાવતા ભાજપ કહે છે કે, પુરાવાના આધાર પર એજન્સીઓ તપાસ કરી રહી છે.