ત્રણ મહિનામાં ભારતનો વધુ એક ટોચનો દુશ્મન લશ્કર-એ-તૈયબાના કમાન્ડરની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી
અકરમ ગાઝી 2018 થી 2020 સુધી લશ્કર સેલની ભરતીનો નેતૃત્વ કરતો હતો. સાથે ભારત વિરોધી ભાષણ આપીને ઝેર ઓકતો હતો.
લશ્કર-એ-તૈયબાના ટોચના કમાન્ડર અકરમ ગાઝીને પાકિસ્તાનમાં ગોળી મારીને ઠાર કરવામાં આવ્યો છે. ત્રણ મહિનામાં ત્રીજો દુશ્મનો ઠાર કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે લશ્કર-એ-તૈયબાના (એલઈટી) પૂર્વ કનાન્ડર અકરમ ગાઝીની ગુરુવારે અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. અકરમ ગાઝી એલઈટીના આતંકવાદીઓની ભરતી માટે જવાબદાર હતો અને કાશ્મીરમાં ઘૂસણખોરી કરનારા લોકોને કટ્ટરપંથી બનાવવામાં ભૂમિકા ભજવી હતી. પાકિસ્તાની એજન્સીઓ હત્યાની તપાસ કરી રહી છે. એલઈટીના અંદર આંતરિક સંઘર્ષનો સંભવિત હેતુઓ માનવામાં આવે છે. આ હત્યા લશ્કર અને તેની મૂળ સંસ્થા ISI માટે આધાત જનક બાબત છે.
પાકિસ્તાનના બાજૌરમાં અકરમ ખાન ઉર્ફે અકરમ ગાઝીની અજાણ્યા હુમલાખોરોએ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આતંકવાદી અકરમ ગાઝીએ 2018 થી 2020 દરમિયાન લશ્કરની ભરતી સેલનું નેતૃત્વ કર્યું હતું. ઉપરાંત તેઓ પાકિસ્તાનમાં તેમના ભારત વિરોધી ભાષણો માટે જાણીતા હતા.
અકરમ લશ્કર-એ-તૈયબાનું જાણીતું નામ છે. તે લાંબા સમયથી ઉગ્રવાદી ગતિવિધિઓમાં સામેલ હતો. તેણે લશ્કર ભરતી સેલનું નેતૃત્વ પણ કર્યું હતું. ઉગ્રવાદી હિતો પ્રત્યે સહાનુભૂતિ ધરાવતી વ્યક્તિઓને ઓળખી અને તેમની ભરતી કરવામાં જવાબદાર ભૂમિકા ભજવી હતી.
પાકિસ્તાનમાં આ આતંકવાદીઓના ઠાર કરી દેવામાં આવ્યા છે
આ વર્ષે ઓક્ટોબરમાં પઠાણકોટ હુમલાના માસ્ટરમાઇન્ડ શાહિદ લતીફને પાકિસ્તાનમાં ઠાર કરવામાં આવ્યો હતો. લતીફ પાકિસ્તાનના ગુજરાંવાલા શહેરમાંથી ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદીઓ માંનો એક હતો અને 2016માં પઠાણકોટ એરફોર્સ સ્ટેશનમાં ઘૂસેલા ચાર આતંકવાદીઓનો હેન્ડલર હતો.
સપ્ટેમ્બરની શરૂઆતમાં, પાકિસ્તાન અધિકૃત કાશ્મીરમાં રાવલકોટમાં અલ-કુદુસ મસ્જિદની અંદર અજાણ્યા બંદૂકધારીઓએ લશ્કર-એ-તૈયબાના ટોચના આતંકવાદી કમાન્ડરની ગોળી મારીને હત્યા કરી હતી. આતંકીની ઓળખ રિયાઝ અહેમદ ઉર્ફે અબુ કાસિમ તરીકે થઈ હતી. રિયાઝ અહેમદ કોટલીથી નમાજ અદા કરવા આવ્યો હતો ત્યારે તેને નજીકથી માથામાં ગોળી વાગી હતી.