ઈઝરાયલી સેનાએ ધરપકડ કરાયેલા આતંકવાદીની પૂછપરછમાં તેણે કહ્યુંઃ અમારે બાળકોના મનમાં ડર પેદા કરવાનો હતો
ક્રૂરતાના સંદર્ભમાં હમાસ અને ISIS વચ્ચે કોઈ તફાવત નથી
ઈઝરાયલી બાળકોને આતંકવાદીઓ પારણામાંથી ઉઠાવી લઈ ગયા
હમાસ પર બાળકોની હત્યા અને સળગાવવાનો આરોપ છે. ઇઝરાયેલનું કહેવું છે કે યુદ્ધમાં 40 શિશુઓ મૃત્યુ પામ્યા હતા. ગાઝામાં 30 બાળકોને બંધક બનાવવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હમાસના આતંકવાદીઓએ બાળકોના ગળા અને હાથ કાપી નાખ્યા હતા. ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ દાવો કર્યો હતો કે ઈઝરાયેલના બાળકોને પણ સળગાવી દેવામાં આવ્યા હતા. ઈઝરાયેલી સેનાએ આ અંગે ધરપકડ કરાયેલા આતંકવાદીની પૂછપરછ કરી હતી. આ દરમિયાન તેણે ઈઝરાયલી બાળકોને મારવાનું કારણ જણાવ્યું.
ઈઝરાયલ-હમાસ યુદ્ધ 34 દિવસ સુધી ચાલુ છે. હમાસે 7 ઓક્ટોબરે ઈઝરાયલ પર હુમલો કર્યો હતો. લગભગ 2500 આતંકવાદીઓ સરહદ પર બેરિકેડ તોડીને ઈઝરાયલમાં પ્રવેશ્યા હતા. હમાસે તે દિવસે ઈઝરાયલ પર 5,000 રોકેટ છોડ્યા હોવાનો દાવો કર્યો હતો. હમાસનાં આતંકીઓએ ઇઝરાયલમાંથી કેટલાય લોકોનું અપહરણ કર્યું હતું. ઈઝરાયલી બાળકોને આતંકવાદીઓ પારણામાંથી ઉઠાવી લઈ ગયા હતા. હુમલાના થોડા સમય બાદ ઈઝરાયલી સેનાએ જવાબી કાર્યવાહી શરૂ કરી હતી. ત્યારથી અત્યાર સુધીમાં 1400થી વધુ ઈઝરાયલીના મોત થયા છે તો 10 હજારથી વધુ પેલેસ્ટિનિયન પણ માર્યા ગયા છે.
30 બાળકો હમાસની કેદમાં છે. ઈઝરાયલના સંરક્ષણ દળોએ 7 ઓક્ટોબરે હમાસના હુમલાનો વીડિયો શેર કર્યો હતો. જેમાં હમાસના આતંકીઓ ઈઝરાયલી બાળકોને તેમના પારણામાંથી લઈ જતા જોવા મળ્યા હતા. ઈઝરાયલે દાવો કર્યો હતો કે હમાસે આ બાળકોના માતા-પિતાને મારી નાખ્યા હતા. આ પછી તે બાળકોને પોતાની સાથે લઈ ગયા હતા. ઈઝરાયેલ દ્વારા શેર કરાયેલા વીડિયોમાં હમાસના આતંકીઓ એક નવજાત અને 4થી 6 વર્ષની વયના બે બાળકોને લઈને જતા જોવા મળ્યા હતા. જ્યારે આતંકવાદીઓએ બાળકોનું અપહરણ કર્યું ત્યારે તેમની પાસે AK-47 એસોલ્ટ રાઈફલ્સ હતી.
હમાસે બાળકોનું અપહરણ કર્યું તેનો વીડિયો શેર કરતી વખતે ઈઝરાયલ ડિફેન્સ ફોર્સ (IDF)એ લખ્યું- બાળકો દેખીતી રીતે ઈજાગ્રસ્ત છે. તેઓ રડી રહ્યા છે. ભયથી ધ્રૂજી રહ્યા છે. અમે હમાસના આતંકવાદીઓને હરાવીશું. વીડિયોમાં હમાસનો એક આતંકી બાળકને પાણી પીવડાવી રહ્યો છે, પછી બિસ્મિલ્લા બોલાવડાવે છે. તે અરબી શબ્દ છે, જેનો અર્થ થાય છે “અલ્લાહ અથવા ભગવાનના નામે.”
હમાસ પર બાળકોની હત્યા અને સળગાવવાનો આરોપ છે. ઇઝરાયલનું કહેવું છે કે યુદ્ધમાં 40 નવજાતો મૃત્યુ પામ્યા. 30 બાળકોને બંધક બનાવી ગાઝા લઈ જવામાં આવ્યા છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર હમાસના આતંકવાદીઓએ બાળકોના ગળા અને હાથ કાપી નાખ્યા. ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ દાવો કર્યો હતો કે ઈઝરાયલના બાળકોને સળગાવી દેવામાં આવ્યા.
ઈઝરાયલી સેનાએ આ અંગે ધરપકડ કરાયેલા એક આતંકવાદીની પૂછપરછ કરી. આ દરમિયાન તેણે ઈઝરાયલી બાળકોને મારવાનું કારણ જણાવ્યું. ઇઝરાયલી મીડિયા હારેટ્ઝ અનુસાર, હમાસના આતંકવાદીએ કહ્યું- ઇઝરાયલના બાળકો મોટા થઇને સૈનિક બને છે તેથી તેમને પહેલા જ મારી નાખ્યા. બાળકોને બંધક બનાવવામાં આવ્યા છે જેથી તેમના મનમાં ડર રહે. આ કરવામાં મને કોઈ અફસોસ નથી. ક્રૂરતાના સંદર્ભમાં હમાસ અને ISIS વચ્ચે કોઈ તફાવત નથી.
ઇઝરાયલના પીએમ નેતન્યાહુએ યુદ્ધ દરમિયાન ઇઝરાયલની મુલાકાતે આવેલા યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટની બ્લિંકનને હમાસ હુમલામાં માર્યા ગયેલા નવજાત બાળકોના મૃતદેહોની તસવીર બતાવી હતી. યુદ્ધ વચ્ચે તેલ અવીવ પહોંચેલા અમેરિકી રક્ષા મંત્રી લૉયડ ઓસ્ટીને હમાસની સરખામણી ISIS સાથે કરી હતી. તેમણે કહ્યું હતું- હું ISIS વિશે ઘણું જાણું છું. હમાસે જે કર્યું છે તે ISISના વર્તન કરતાં પણ ખરાબ છે.