દિવાળીના સમયે વહીવટી તંત્ર દ્વારા કમાણીના દિવસોમાં ધંધો નહી કરવા દઈને હેરાન કરી રહ્યા છે
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિરોધપક્ષના નેતા શહેઝાદ ખાન પઠાણે જણાવ્યું હતું કે વહીવટી તંત્ર દ્રારા સમગ્ર શહેરના વિસ્તારોમાં પથારણાવાળાઓ તેમજ છૂટક ફેરી મારવા વાળાઓને દિવાળીના તહેવારોમાં કમાણીના દિવસોમાં ધંધો નહી કરવા દઈને વહીવટી તંત્ર દ્વારા હેરાન કરવામાં આવી રહ્યુ છે. તે ખૂબ જ શરમજનક બાબત છે. જ્યારે લોકો વચ્ચે માર્કેટમાં વેચાતી દરેક વસ્તુઓના ભાવો હવે ઉઘાડા થઇ ગયા છે. માર્જિન સાવ ઘટી ગયા છે તો ગ્રાહકો માત્ર વસ્તુ ચેક કરવા દુકાનો ઉપર આવે છે અને ઓનલાઈન તે જ વસ્તુ મંગાવે છે. અને એક બાજૂ દેશમાં બેરોજગારીએ માઝા મૂકી છે ત્યારે લોકો રોજગારને સેલ્ફમેઈડ રીતે તૈયાર કરી રહ્યા છે. તંત્ર દ્વારા રોદગારને યોગ્ય નીતીનું પ્રોત્સાહન આપવું જોઈએ. તેવું કોંગ્રેસ પક્ષનું માનવું છે. છેલ્લા કેટલાંય વર્ષોથી પણ અમદાવાદ મ્યુનિસિપાલ કોર્પોરેશન દ્વારા સ્ટ્ર્રીટ વેન્ડર પોલીસીનો અમલ કરવામાં આવેલ નથી.
સરકાર તરફથી થોડા સમય પહેલા પાથરણાંવાળાઓ અને છૂટક ફેરી ફરતા ફેરીયાઓને ધંધો કરવા માટે પ્રધાનમંત્રી સ્વનિધિ ગરીબ સમૃધ્ધિ યોજના હેઠળ લોન આપવામાં આવેલ હતી. તે લોનના પૈસાથી નાન ધંધાદારો માલ વેચવા માટે લાવે છે. પણ તે નાના વેપારીઓ ઓનલાઈન પ્લેટફોર્મની સામે ટક્કર નથી લઈ શકતા કારણ કે ગ્રાહકો માત્ર વસ્તુ ચેક કરવા દુકાનો ઉપર આવે છે અને ઓનલાઈન તે જ વસ્તુ મંગાવે છે. AMC તંત્રના લોકો તહેવારોના સમયે નાના ધંધાદારોની રોજીરોટી ખુંચવી લેતાં તેઓ લીધેલ લોનની ભરપાઈ કેવી કરશે? ગરીબ સામાન્ય પાથરણાંવાળો તેમજ લારીગલ્લા વાળા લોકોની આવક છીનવી લેવાય છે. જો આ બાબતે કોઇ હકારાત્મક ર્નિણય નહી લેવાય તો રોજ ધંધો કરી પોતાના પરિવારનું ભરણપોષણ કરીને ચલાવતા હોય. તેઓની રોજીરોટી રખડી પડે તેમના પરિવારો રોડ ઉપર આવી જાય તો પરિણામે ગુનાખોરી વધવાની અને માનસિક રીતે તુટી જવાની પણ સંભાવના રહેલી છે.
શહેરમાં બિલાડીના ટોપની જેમ શોપિંગ મોલ ફૂટી નીકળ્યા છે. ઓનલાઇન ધાંધા કરતી વિવિધ વેબસાઇટોનો રાફડો ફાટયો છે. ત્યારે તેની સીધી અસર નાના-મોટા ધંધાર્થીઓ અને પાથરણાવાળા – છૂટકફેરી મારતા ફેરીયાઓ પર વધુ જોવા મળી રહી છે. આ શોપિંગ મોલ કલ્ચરની પરિસ્થિતિમાં રોજી રોટીનો પ્રશ્ન હોવાથી, છેલ્લા કેટલાય વર્ષથી આ જ રીતે જે ફેરીયાઓ પોતાનું ગુજરાન ચલાવતા હોય તેવા સમગ્ર નાના-મોટા ધંધાર્થીઓને અવનવા બહાનાના ઓઠા હેઠળ રોજી રોટી વગરના કરી દેવાનું તથા તેઓને નષ્ટ કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યુ છે તંત્ર દ્વારા જેનો સીધો લાભ શોપિંગ મોલવાળા તથા ઓનલાઇન ધાંધો કરતાં માલેતુજારોને થઈ રહ્યો છે. જયારે બીજી બાજુ નાના ધંધા રોજગારવાળાઓને બેકારીના ખપ્પરમાં ધકેલવામાં આવી રહ્યા છે. જો નાના ધંધાર્થીઓ બેકાર થશે તો શહેરમાં ચોરી, લૂંટફાટ તથા અન્ય ગુનાહીત પ્રવૃતિઓમાં વધારો થશે.
કોંગ્રેસ પક્ષના નેતા શહેજાદ ખાન કહે છે કે જો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પારેશન અને રાજય સરકાર તેમને રોજી રોટી આપી શકતા ન હોય તો છીનવવાનો પણકોઈ જ અધિકાર નથી. આ બાબતે માનવીય અભિગમ અપનાવીને શહેરના ધંધાર્થીઓ બેકાર ન થાય તે ધ્યાન આપવું જોઈએ વર્ષાથી ધંધો કરીને રોજગારી મેળવે છે. તેઓને ખાસ કરીને દિવાળીના તહેવારોના દિવસોમાં તંત્ર દ્રારા હેરાનગતિ પહોંચાડવામાં ન આવે તેવી માંગણી છે.