અકસ્માતમાં બસ નીચે કચડાઈ જતા ત્રણ લોકોનાં મૃત્યુ થયા જ્યારે બે થી વધુ લોકો ઘાયલ થયા
આંધ્રપ્રદેશમાં એક બસ સ્ટેન્ડ પર રાજ્ય પરિવહનની બસ એક પ્લેટફોર્મ પર ઘૂસી જતાં એક મહિલા સહિત ઓછામાં ઓછા ત્રણ લોકોના મોત થયા હતા અને અન્ય ઘણા લોકો ઘાયલ થયા હતા. ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી.
આંધ્રપ્રદેશનાં ના વિજયવાડામાં એક બસ સ્ટેશનમાં મુસાફરો બસની રાહ જોઈ રહ્યા હતા તે સમયે પ્લેટફોર્મ પર ઉભેલી એક બસ અચાનક જ પ્લેટફોર્મની ઉપર ચઢી ને બસ સ્ટેશનની અંદર બસની રાહ જોઈ રહેલા મુસાફરો પર ચડી ગઈ હતી. આ ઘટનામાં બસનાં ટાયર નીચે કચડાઈ જવાથી ઓછામાં ઓછા ત્રણ લોકોનાં મોત થયા હતા જ્યારે અનેક લોકો ઘાયલ થયા હતા.
વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે આંધ્ર પ્રદેશ રાજ્ય માર્ગ પરિવહન નિગમની બસ પ્લેટફોર્મ પર અકસ્માતે ઘુસી જતાં જે મુસાફરો બસની રાહ જોઈ રહ્યા હતા તેમને અડફેટે લીધા હતા. જેમાં એક વર્ષના છોકરા સહિત ઓછામાં ઓછા ત્રણ લોકો કચડાઈ ગયા હતા અને અન્ય બે ઘાયલ થયા હતા.
નહેરુ બસ સ્ટેશનના ડેપો મેનેજરે જણાવ્યું હતું કે ડ્રાઇવરે ભૂલથી પ્લેટફોર્મ 12 પર રિવર્સ ગિયરને બદલે ખોટો ગિયર લગાવી દીધો હતો અને વાહન તે પ્લેટફોર્મ પર ઘુસી ગયું જ્યાં મુસાફરો રાહ જોઈ રહ્યા હતા.
ટિકિટ કાઉન્ટર સાથે અથડાયા બાદ બસ રોકાઈ જાય તે પહેલા જ ત્રણેક લોકો પૈડા નીચે કચડાઈ ગયા હતા. જ્યારે આ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓ સહીત બીજા પણ અનેક લોકો ઘાયલ થયા હતા.
અધિકારીઓએ કહયું કે આ એક ગંભીર અકસ્માત છે. ઘટનાની તપાસના આદેશ અમે આપ્યા છે. એવા અહેવાલ મળ્યા છે કે ડ્રાઈવરે રિવર્સ ગિયરને બદલે ખોટો ગિયર લગાવ્યો હતો જ્યારે કોઈએ કહ્યું કે બ્રેક ફેઈલ થઈ ગઈ. પરંતુ ખરેખર શું થયું તે તો તપાસ બાદ જ બહાર આવશે. બસ સ્ટેશનની અંદર આ પ્રકારના અકસ્માતો થઈ શકતા નથી કારણ કે ડ્રાઈવરોને ખૂબ જ ધીમી ગતિએ વાહન ચલાવવાની સૂચના આપવામાં આવે છે.