બિસ્માર રસ્તાઓ, રખડતા ઢોરનો ત્રાસ, મહિલાઓ માટે પીન્ક બસો, વી.એસ. હોસ્પિટલનું નવીનીકરણ જેવા અનેક કામોનાં વાયદા કર્યા હતા જે પૂરા થયા નથી.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પાછલા વર્ષ તથા ચાલુ વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટમાં મંજુર થયેલા કામો બાબતો અંગે આજે બજેટ રીવ્યુ કમિટીની બેઠક યોજાઈ હતી. ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભાજપના સત્તાધીશો દ્વારા દર વર્ષેની જેમ શાસકો દ્વારા બજેટ મંજુર કરવામાં આવે છે. તે પાસ કરેલા બજેટને વર્ષના અંતે તેને રીવાઇઝડ કરવામાં આવે છે. આ એક કડવી વાસ્તવિકતા છે ત્યારે પાછલું વર્ષ ૨૦૨૧-૨૨ તથા ચાલુ વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટ રીવાઇઝડ પણ થઇ ગયેલ છે. ગત વર્ષોના મંજુર કરાયેલા બજેટના કામોનો પ્રગતિ રીર્પોટ તથા અગ્રતાક્રમ આપવા બાબતે મળેલ બેઠક હાસ્યાસ્પદ રહી છે. દર વર્ષનું બજેટ કરોડો રૂપિયાનું હોવા છતાં પ્રજાકીય કામો ખોરંભે ચડે છે અને રોજ-પ્રતિદિન વધતી સમસ્યાઓનું કોઈ નિરાકરણ થતું નથી.
રોજ પ્રતિદિન વધતી સમસ્યાઓ
અમદાવાદ મહાનગરપાલિકામાં રખડતાં ઢોરની સમસ્યાઓ, બિસ્માર હાલતમાં રસ્તાઓ, પ્રદૂષણયુક્ત સાબરમતી નદી, હવમાં થતુ પ્રદૂષણ, ટ્રાફિકજામ, કચરાનો નિકાલ, વરસાદી પાણીનો ભરાવો.
વર્ષ ૨૦૨૧-૨૨ના બજેટમાં મંજુર થયેલ હોવા છતા અમલ ના થયો હોય તેવા કામોની સૂચી
મહિલાઓ માટે પિન્ક ટોઇલેટ, મ.ન.પા.ની તમામ મિલકતો પર સોલાર સીસ્ટમ લગાવવી, મહિલાઓ માટે પીન્ક બસોની સુવિધા, AMC સંચાલીત શાળાઓના વિદ્યાર્થીઓને સ્માર્ટ ફોન આપવા, વી.એસ. હોસ્પિટલનું નવીનીકરણ, ઝાયડસ રોડ પર ૩૦ બેડની નવી હોસ્પિટલ, પ્રાથમિક સુવિધાના કામો અંદાજપત્ર વર્ષમાં પુરા કરી તેના નકશા બનાવવા, મ્યુ.કોર્પોની માલીકીનો હોટમીક્ષ પ્લાન્ટ બનાવવા.
વર્ષ ૨૦૨2-૨3ના બજેટમાં મંજુર થયેલ હોવા છતા અમલ ના થયો હોય તેવા કામોની સૂચી રામદેવનગર થી ઇસ્કોન ચાર રસ્તા અન્ડરબ્રિજ નિર્માણ, સાંરગપુર તથા કાલુપુર બ્રિજ પહોળો કરવો, શહેરમાં પ્રવેશવાનાં માર્ગનું બ્યુટીફીકેશન, એલીસબ્રિજ નવીનીકરણ, ડી સીલ્ટીંગ કરવા માટેના મશીનો ખરીદવા.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશના સત્તાધીશ ભાજપ દ્વારા મંજુર કરાયેલી અનેક દરખાસ્તોને હાલ પણ અમલમાં મૂકી નથી. જે સત્તાધારી ભાજપની વહીવટી નિષ્ફળતા પુરવાર થાય છે. અને પ્રજાને લોલીપોપ અપવામાં માહીર ભાજપ પ્રજાને ગુમરાહ કરે છે. જે સત્તાધારી પક્ષ માટે શરમજનકની બાબત છે. પ્રજાને સુચારૂ વહીવટ અને સારી પ્રાથમિક સુવિધા આપવા માટે સત્તાધારી ભાજપની ઇચ્છાશક્તિ મરી પરવારી હોય તેવું જણાઇ રહયું છે માત્ર વાહવાહી મેળવવાના નામે કામો મંજૂર કરીને માત્ર બજેટ બુકમાં રહેવા પામે છે આ તમામ બાબતોને લઇને બજેટના કોઇ પણ પ્રકારના કામોનું અમલીકરણ કરવા જરૂરી વ્યવસ્થા તથા કાર્યવાહી સમયસર થઇ શકે તેવું આયોજન કરવા અમારી માંગણી છે.