ભાજપે તેના ઉમેદવારોની અંતિમ યાદી પણ જાહેર કરી દીધી છે.
કોંગ્રેસે રવિવારે મોડી રાત્રે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે અંતિમ યાદી જાહેર કરી. જેમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા 21 ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે ચૂટણી લડવા માટે કોંગ્રેસે તમામ 200 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ સાથેઆજે જ ભાજપે પોતાના ઉમેદવારોની અંતિમ યાદી પણ જાહેર કરી દીધી છે. પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ત્રણ નામોમાં ભાજપના વિરોધી રહી ચૂકેલા મલિંગાનો પણ સમાવેશ થાય છે.
ભાજપ અને કોંગ્રેસે 200 સીટોવાળી રાજસ્થાન વિધાનસભા માટે તમામ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. કોંગ્રેસે રવિવારે મોડી રાત્રે રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે છેલ્લી સાતમી યાદી જાહેર કરી. પાર્ટીએ 179 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. માત્ર 21 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર થવાની હતી. જેમાં પાર્ટીએ બાકીની 21 સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. આ યાદીમાં 2 મંત્રીઓ સહિત 13 ઉમેદવારોના નામ બદલવામાં આવ્યા છે. જોકે, શાંતિ ધારીવાલને કોટા ઉત્તરથી ટિકિટ મળી છે. જે હાઈકમાન્ડના નિવેદનને કારણે ધારીવાલની ટિકિટ પર સંકટના વાદળો ઘેરાઈ રહ્યા છે. આ પહેલા શનિવારે પાર્ટી હાઈકમાન્ડ દ્વારા PHED મંત્રી મહેશ જોશીની ટિકિટ રદ્દ કરવામાં આવી હતી. કૃષિ મંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ ધારાસભ્ય લાલચંદ કટારિયાના સ્થાને જોતવાડાથી અભિષેક ચૌધરીને ટિકિટ આપવામાં આવી છે. લાલચંદ કટારિયાએ ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી.
21 સીટોના ઉમેદવારોને નામ
1. ઉદયપુરવાટી – ભગવાન રામ સૈની, 2. કેકડી – મનીષા ગુર્જર, 3. ધોડ – જગદીશ દાનોડિય, 4. ઝોટવાડા – અભિષેક ચૌધરી, 5. ચાકસુ – વેદ પ્રકાશ સોલંકી, 6. કામાં – ઝાહિદા ખાન, 7. બાડી – પ્રશાંતસિંહ પરમાર, 8. ટોડાભીમ – ઘનશ્યામ મેહર, 9. અજમેર ઉત્તર – મહેન્દ્ર સિંહ રલાવતા, 10. નાગૌર – હરેન્દ્ર મિર્ધા, 11. ખિંવસર – તેજપાલ મિર્ધા, 12. સુમેરપુર – હરિ શંકર મેવાડા, 13. ગુડામાલાણી – કર્નલ સોનારામ ચૌધરી, 14. ચિત્તોડગઢ – સુરેન્દ્ર સિંહ જાડાવતા, 15. શાહપુરા – નરેન્દ્ર કુમાર રેગર, 16 પીપલદા – ચેતન પટેલ, 17. કોટા ઉત્તર -શાંતિ ધારીવાલ, 18. કોટા દક્ષિણ – રાખી ગૌતમ, 19. રામગંજ મંડી – મહેન્દ્ર રાજોરિયા, 20. કિશનગંજ – નિર્મલા સહરિયા, 21. ઝાલરાપાટન – રામલાલ ચૌહાણ.
ભાજપે અંતિમ યાદી પણ જાહેર કરી
ભાજપે બાકીની ત્રણ બેઠકો માટે ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે, 1. બારી- ગીરરાજ સિંહ મલિંગા, 2. બાડમેર- દીપક કડવાસરા, અને 3. પચપાદરા- અરુણ અમરરામ ચૌધરી આ ત્રણ ઉમેદવારોને ટિકિટ આપી છે. મલિંગા રવિવારે બપોરે જ ભાજપમાં જોડાયા હતા. મોડી રાત્રે તેમને ટિકિટ આપવામાં આવી હતી. જોકે, તેમની ટિકિટ અંગેનો નિર્ણય દિવસ દરમિયાન જ લેવામાં આવ્યો હતો.
બહુજન સમાજવાદી પાર્ટીના 26 ઉમેદવાર
રાજસ્થાન વિધાનસભા ચૂંટણીને લઈને માયાવતીની પાર્ટી (બહુજન સમાજવાદી પર્ટી) બસપા પણ સક્રિય થઈ ગઈ છે. પાર્ટીએ સોમવારે વહેલી સવારે રાજસ્થાનમાં પોતાના 26 ઉમેદવાર લોકોના નામની યાદી જાહેર કરી છે.
1. જહાજપૂર- શ્રીમતી ભારતીય ઠાકુર, 2. સંગરીયા- વિજય કિલાનીયા, 3. નોહર- રામપ્રશાદ મેહરડા, 4. પીલીબંગા- પ્રેમનાથ સપેરા, 5. અલવર શહેર- શ્રીમતી નેહા શર્મા, 6. રામદઢ- દિવાનચંદ, 7. તિજારા- હેમકારણ, 8. કઠૂમર- દિનેશ બૈરવા, 9. અલવર ગ્રામીણ, 10. લાલસોટ- વદારકા પ્રશાદ મીળા, 11. ઝૂનઝૂન- મહેન્દ્ર સિંહ ચાહર, 12. સિકરાય- અશોક બૈરવા, 13. સિરોહી- મૂલરામ પરમાર (પરિવર્તન), 14. થાનાગાજી- બનવારી લાલ શર્મા, 15. નવલગઢ- ગુલાબ નબી, 16. બસેડી- દોલત રામજાટવ, 17. આદર્શ નગર- ડો- હસન રઝા, 18. રાજાખેડા- ધર્મપાલસિંહ જાદવ, 19. ચોમુ- કૈલાશ રાજ સૈની, 20. શાહપૂર- તુલસીદાસ ચિંતામણી, 21. ઝમરામગઢ- જોતીરામ મીણા, 22. ઝોટવાડા- અશોક શર્મા, 23. ચાકસુ- અનુજ બૈરવા. 24. માધોપૂર- શ્રીમતી સીતા દેવી, 25. બસ્સી- મગનલાલ મીળા, 26. રાજગઢ લક્ષ્મણગઢ- ધર્મસિંહ ધાનકા.