દ્વારકા બાદ કંગના રાણાવતે સોમનાથ મહાદેવ, નાગેશ્વર જયોર્તિલિંગનાં દર્શન કર્યાં
2024ની લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં કંગના રણૌતનું મોટું એલાન
બોલિવૂડની ક્વીન કંગના રણૌત નીફિલ્મ તેજસ હાલમાં મલ્ટીપ્લેક્સમાં રિલીઝ થઇ ગઇ છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સારી સાબિત થઇ નથી. ફિલ્મને ઓડિયન્સ તરફથી જોઈએ તેવો રિસપોન્સ મળ્યો નથી તેજસની નિષ્ફળતાના કારણે એક્ટ્રેસનું મન અશાંત થયું હતું જેના કારણે તે ગુજરાના દ્વારકા સ્થિત દ્વારકાધીશ મંદિરના દર્શને પહોંચી હતી તેણે અહીં પહોંચી સોશિયલ મીડિયામાં તસવીરો શેર કરી હતી અને મીડિયા સાથેની વાતચીતમાં લોકસભા ઈલેક્શન લડશે તેવી વાત પણ કહી હતી. દ્વારકા બાદ કંગના રાણાવતે શ્રી સોમનાથ મહાદેવનાં દર્શન કર્યાં હતાં.
બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે મીડિયા સાથે વાતચીત દરમિયાન અભિનેત્રીએ લોકસભા ચૂંટણી લડવાના સંકેત આપ્યા છે. તે કહે છે, જો ભગવાન શ્રીકૃષ્ણ રાજી થશે તો તે લોકસભાની ચૂંટણી લડશે. કંગનાએ કહ્યું જો ભગવાન શ્રી કૃષ્ણની કૃપા રહેશે તો હું લોકસભા ચૂંટણી જરુર લડીશ. કંગના રનૌતની સાથે તેની બેન પણ જોવા મળી હતી.
સોશિયલ મીડિયામાં તેણે ફોટો પોસ્ટ કરી કેપ્શનમાં લખ્યું- કેટલાક દિવસોથી મારુ મન અશાંત હતું, એવું મન થયું કે દ્વારકાધીશના દર્શન કરુ શ્રી કૃષ્ણના આ દિવ્ય નગરી દ્વારકામાં આવતા જ અહીંની ધૂળ માત્રના દર્શનથી મારી દરેક ચિંતાઓ દૂર થઈ ગઈ અને પહેલા કરતા વધુ સારુ અનુભવી રહી છું મારું મન સ્થિર થઈ ગયું અને આનંદની લાગણી અનુભવાઈ રહી છે દ્વારિકાધીશ આ રીતે જ પોતાની કૃપા મારા પર બનાવી રાખે તેવી પ્રાર્થના.
કંગના રનૌત દ્વારકા ઉપરાંત નાગેશ્વર જયોર્તિલિંગ તેમજ બેટ દ્વારકાની મુલાકાત લઈને ભગવાનના આશિર્વાદ લીધા હતા. કંગના રનૌતે દ્વારકા નગરીને અદભૂત નગરી ગણાવી હતી. આ ઉપરાંત દ્વારકા દરિયામાં પુરાતન સ્થળો દર્શાવતું મ્યુઝિયમ સરકાર બનાવે તેવુ પણ તેમને જણાવ્યુ હતુ.
કંગનાના વર્કફ્રન્ટ વાત કરીએ તો કંગના ઇમરજન્સીમાં જોવા મળશે. આ ફિલ્મ કંગનાએ પોતે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ પૂર્વ પ્રધાનમંત્રી ઇન્દિરા ગાંધીની ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મની કહાની 1975માં લાગેલી ઇમરજન્સી પર આધારિત છે. ઇમરજન્સીમાં કંગનાની સાથે અનુપમ ખેર, શ્રેયસ તલપડે, મહિમા ચૌધરી, મિલિંગ સોમન મહત્વની ભૂમિકામાં જોવા મળશે.