છત્તીસગઢમાં ભાજપે જાહેર કર્યું સંકલ્પ પત્ર, અમિત શાહે કહ્યું કે આ વખતે છત્તીસગઢમાં પરિવર્તન આવશે

bjp-ghosnapatra

સંકલ્પ પત્રમાં બીજેપીએ કર્યા પ્રમુખ એલાન, મહિલાઓને વાર્ષિક 12 હજારની સહાય, 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર

છત્તીસગઢ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઇને ભાજપે કમર કસી છે. રાજકીય દિગ્ગજો ચૂંટણી પ્રચાર માટે મેદાને ઉતર્યા છે. ભાજપે જીત મેળવવા માટે બધી જ તૈયારી પૂર્ણ કરી લીધી છે. છત્તીસગઢની આગામી ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરો જાહેર કરતા કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કહ્યું કે, પરિણીત મહિલાઓને વાર્ષિક 12 હજાર રૂપિયા આપવામાં આવશે. આ સાથે ભ્રષ્ટાચાર સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તેવું જણાવ્યુ છે.

છત્તીસગઠમાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરી દીધો છે. ગૃહમંત્રી અમિત શાહે રાયપુરમાં ભાજપ કાર્યાલય કુશાભાઇ ઠાકરે પરિસરમાં ભાજપે ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. આ દરમિયાન ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે, ચૂંટણી ઢંઢેરો અમારા માટે સંકલ્પ પત્ર છે. છત્તીસગઢની સ્થાપનાનો ઉદ્દેશ્ય વિકાસની મુખ્ય ધારામાં સમ્મેલિત કરવાનો હતો. અમને છત્તીસગઠ માટે કામ કરવાની તક મળી. 15 વર્ષમાં છત્તીસગઢ બીમાર રાજ્યમાંથી સારા રાજ્યમાં પરિવર્તિત થયું છે. હવે ફરીથી ચૂંટણી આવી છે. છત્તીસગઢની જનતા પરિવર્તન કરવા જઈ રહી છે. અમે છત્તીસગઢને સંપૂર્ણ વિકસિત રાજ્ય બનાવવાનું કામ કરીશું. છત્તીસગઢને નક્સલવાદમાંથી બહાર લાવવાનું કામ ભાજપે કર્યું છે. છત્તીસગઢ પોષણની ગેરંટી આપનાર પ્રથમ રાજ્ય બન્યું. છત્તીસગઢ મનરેગામાં 150 દિવસની રોજગારી આપનારું રાજ્ય બન્યુ છે. છત્તીસગઢમાં વિદ્યાર્થીઓને મફત લેપટોપ અને ટેબ આપવાની કામગીરી કરવામાં આવી હતી.

ગૃહમંત્રી અમિત શાહે રાયપુર પાર્ટીનો મેનિફેસ્ટો જાહેર કરતા જણાવ્યુ હતું કે આગામી 22 જાન્યુઆરીના રોજ PM મોદી અયોધ્યામાં રામ મંદિરનું ઉદ્ઘાટન કરી રહ્યા છે. છત્તીસગઢમાં પણ રામલલ્લાનાં દર્શનનું આયોજન કરવાં આવશે જેથી છત્તીસગઢના લોકો પણ રામમંદિરના દર્શન કરી શકશે.

ગૃહમંત્રીએ કહ્યું કે, આદિવાસી વિસ્તારોમાં જ્યાં કોલેજની સ્થાપના કરવી ખૂબ જ મુશ્કેલ હતી ત્યાં ભાજપે દંતેવાડામાં પણ શિક્ષણના નવા ધોરણો બનાવવાનું કામ કર્યું છે. અહીં 5 વર્ષમાં માત્ર ભ્રષ્ટાચાર થયો છે. હું 3 મહિનામાં 10 વખત આવ્યો મેં ઘણા વર્ગના લોકો સાથે વાત કરી છે. એક જ લાગણી છે કે, આ વખતે છત્તીસગઢમાં પરિવર્તન આવશે. અમે જવાબદારી સાથે વચન આપ્યું છે. તેમણે છત્તીસગઢમાં કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલા વિવિધ કામનો પણ ઉલ્લેખ કર્યો હતો.

ખેડૂતો માટે તેમણે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે અમે કૃષિ ઉન્નતિ યોજના શરૂ કરીશું. 3100 રૂપિયાના ભાવે પ્રતિ એકર 21 ક્વિન્ટલ ડાંગર ખરીદશે અને તેની સાથે એકસાથે ચૂકવણી કરવામાં આવશે. જેથી ખેડૂતો તેની રાહ ન જુએ. તેમણે કહ્યું કે હાલમાં બઘેલ સરકાર 2700 રૂપિયા આપી રહી છે. તેમાંથી 2200 રૂપિયા મોદી સરકારના છે. બઘેલ સરકાર 500 રૂપિયા ચૂકવીને ક્રેડિટ લઈ રહી છે.

ભાજપનાં સંકલ્પ પત્રની યોજનાઓઃ

  • 500 રૂપિયામાં ગેસ સિલિન્ડર
  • છત્તીસગઠમાં રામલલ્લા દર્શન યોજના
  • છત્તીસગઠમાં શક્તિપીઠનો વિકાસ ઉત્તરાખંડની તર્જ પર કરાશે
  • કૃષિ ઉન્નતિ યોજનાની થશે શરૂઆત. 21 ક્વિન્ટલ પ્રતિ એકર ડાંગરની ખરીદી 3100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે ખરીદી થશે
  • ખેડૂતોને એક સાથે ચૂકવણી કરવામાં આવશે
  • ડાંગર ખરીદતા પહેલા બારદાનની થેલીઓ મળશે
  • દરેક પરિણીત મહિલાઓને વાર્ષિક 12 હજાર રૂપિયા આપવાનું એલાન
  • મહતારી વંદન યોજનાની શરૂઆત કરીશું
  • 2 વર્ષમાં 1 લાખ ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે
  • પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 18 લાખ ઘર બનાવવામાં આવશે
  • તેંડુપત્તા સંગ્રહણ રુ. 5500 પ્રતિ બોરી, વધારાનું સંગ્રહણ કરનારાઓને રૂ. 4500 બોનસ મળશે
  • ચરણ પાદુકા યોજના ફરીથી લોન્ચ થશે
  • આયુષ્માન ભારત યોજના હેઠળ 5 લાખ રૂપિયા ઉપરાંત 10 લાખ રૂપિયા સુધીની સારવાર સીએમ રિલીફ ફંડમાંથી કરવામાં આવશે
  • ભરતી કૌંભાડમાં સામેલ લોકો પર કડક તપાસ થશે
  • નવા ઉદ્યોગ માટે 50% સબસિડી મળશે
  • એનસીઆરની તર્જ પર રાયપુર, નવા રાયપુર, ભિલાઈને જોડીને એસ.સી.આર
  • રાયપુરમાં બનશે ઈનોવેશન હબ, 6 લાખથી વધુ નોકરી મળશે
  • રાણી દુર્ગાવતી યોજના
  • કોલેજ જતા વિદ્યાર્થીઓ માટે માસિક મુસાફરી ભથ્થુ આપવામાં આવશે
  • ઈન્વેસ્ટ છત્તીસગઢ કોન્ફરન્સ ફરીથી શરૂ કરવામાં આવશે
  • એઈમ્સની તર્જ પર દરેક લોકસભા મતવિસ્તારમાં સિમ્સ બનાવવામાં આવશે.