સામે દિવાળીનો તહેવાર રેશનીંગ દુકાનદારો આજથી હડતાલ ઉપર શું ગરીબોને અનાજ મળશે?

કમિશનની માંગને લઈને 17 હજાર કરતા વધુ વેપારીઓ હડતાલ ઉપર છે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેરાત બાદ રાજ્યોમાં ગરીબોને મફત અનાજ મળતું હતું. સામે દિવાળીનો તહેવારનો સમય છે. શું અનાજ મળશે.?

પંડિત દિન દયાળ ઉપાધ્યાય ગ્રાહક ભંડારના સંચાલકો વ્યાજબી ભાવની રેશનીંગ દુકાનદારોની આજથી સમગ્ર રાજ્ય વ્યાપી હડતાલ ઉપર ઉતર્યા છે. તેમની કમિશનની માંગને લઈને 17 હજાર કરતા વધારે વેપારીઓની હડતાલ ઉપર છે. તે વારંવાર સંચાલકો સરકારને રજૂઆત કરતા છતાં તેનો ઉકેલ ન આવતા વેપારીઓ આજથી હડતાલ પર ગયા. સમયસર અનાજનો જથ્થો ન મળવો, બોરીમાં ઘટ હોવી જેવી અનેક માંગને લઈને, રાજ્ય સરકારે સંચાલકોને આપવામાં આવતા કમિશનના દર માં વધારો ન કરતા હોવાથી દુકાનદારોને હડતાલ પર ઉતરવાની ફરજ પડી છે.

સરકાર માંગ ન સ્વીકારે ત્યાં સુધી વેપારીઓ આગળનો જથ્થો નહીં ઉતરે

રાજ્ય સરકાર સંચાલકોના વધારો કમિશનના દરમાં ઠરાવ ન કરે ત્યાં સુધી અનાજનો આગળનો જથ્થો નહીં ઉતારે, સરકારને વારંવાર રજૂઆત કરતા છતાં તે ધ્યાન ન આપતા જેથી વ્યાજબી ભાવની દુકાનદારો 17 હજાર કરતાં વધારે હડતાળ ઉપર છે. અનાજની બોરીમાં ઘટ, 20 હજાર કમિશનની ભરપાઈ જેવી બીજી અનેક માંગને લઈને હડતાલ કરી છે. સામે દિવાળી નો તહેવાર આવી રહ્યો છે ગરીબોને રેશનીંગ અનાજ નહીં મળે તેવા સંકેત છે. પંડિત દિન દયાળ વ્યાજબી ભાવના સસ્તા અનાજના દુકાનદારો પુરવઠાનું વિતરણ કરશે નહીં. 20 હજાર કમિશનનો મુદ્દે ઉકેલાશે ત્યાં સુધી દુકાનદારો હડતાલ ચાલુ રાખશે.

રાજકોટ જિલ્લામાં વ્યાજબી ભાવની સસ્તા અનાજના દુકાનદારો નિર્ણય છે. 31 તારીખ સુધીની રાજ્ય સરકારને દુકાનદારોએ અલ્ટીમેટ આપ્યું હતું પહેલી તારીખથી માલ નહીં ઉપાડવા અને વિતરણ નહીં કરવા સસ્તા અનાજનના દુકાનદરોનો નિર્ણય છે. સરકાર સાથે વાતચીત થઈ શકે છે આવતીકાલે આ પહેલા પણ કમિશનના મુદ્દે દુકાનદારો દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. તે માંગને સ્વીકારવામાં આવી હતી. તે સ્વીકારેલી માંગણીની અંતર્ગત જ દુકાનદારો જૂજ આવતા હોવાનું સામે આવતા વેપારીઓ કહે છે કે સરકારે છેતર્યા અને દશેરા સુઘી માંગણી સ્વીકારવામાં આવશે તેવી ખાતરી આપી હતી.