સસ્તા અનાજના દુકાનધારકોને લઇ સરકારનો મહત્વપૂર્ણ નિર્ણય, 300થી ઓછા કાર્ડધારકને પણ રૂ.20,000ના કમિશનનો લાભ મળશે

sasta-anaj-ni-dukan

સસ્તા અનાજ દુકાનદારોને સરકારની ચેતવણી, બાવળિયાએ કહ્યુ- વ્યાજબી માંગ હશે તો જ સ્વીકારાશે

સસ્તા અનાજના દુકાનધારકોને લઇ સરકારે મોટો નિર્ણય કર્યો છે. સસ્તા અનાજની દુકાનદારોની હડતાળને લઈને સરકારે સ્પષ્ટતા કરી હતી. જેમાં અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોની દુકાનો માટે નિર્ણય લીધો છે. 30 સપ્ટેમ્બરે સરકાર, દુકાનદાર એસો.ની બેઠક મળી હતી. તેમાં 300થી ઓછા કાર્ડધારકને પણ રૂપિયા 20,000ના કમિશનનો લાભ મળશે. ઘટતી રકમ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવશે. ઘટતી તફાવતના 3.44 કરોડ ચૂકવાયા હોવાનો સરકારે દાવો કર્યો હતો. તેમાં રવિવારે પણ દુકાન ચાલુ રાખી વિતરણ કરવા અપીલ કરવામાં આવી છે. તહેવારોમાં દુકાનધારકોને હડતાળ ન કરવા સરકારે અનુરોધ કર્યો હતો.

સસ્તા અનાજની દુકાનદારો ધારકોની હડતાળ સામે સરકાર એક્શનમાં આવી છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજી બાવળિયાએ બેઠક યોજી હતી. અન્ન અને નાગરિક પુરવઠા નિગમના અધિકારીઓ સાથે બેઠક યોજાઇ હતી. બેઠકમાં થયેલી ચર્ચા મુજબ સરકાર દુકાન ધારકો સામે નમતું જોખવા તૈયાર નથી. સરકારે નવેમ્બર મહિનામાં દુકાનો શરૂ રાખવા અપીલ કરી હતી. હડતાળ પૂર્ણ કરી દુકાનો ચાલુ રાખે તેવી અપીલ કરવામાં આવી રહી છે

રાજ્યના અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોના સરકાર માન્ય સસ્તા અનાજની દુકાન ધારકોની સસ્ટેઈનેબિલિટી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને અન્ન અને નાગરિક પુરવઠા રાજ્યમંત્રી ભીખુસિંહ પરમારે આ નિર્ણયની વિગતો આપતાં કહ્યું કે, રાજ્યમાં વાજબી ભાવની દુકાનો પૈકી જે દુકાનદાર કાયમી હોય, NFSA રેશનકાર્ડની સંખ્યા ૩૦૦થી ઓછી હોય અને તેની પાસે અન્ય કોઈ નિયમિત દુકાનનો ચાર્જ ન હોય, આવી દુકાનો પૈકી જેમની દુકાનોમાં કમિશનની રકમ રૂ. 20,000 થી ઓછી થતી હોય તેવી દુકાનોને પોષણક્ષમ આવક મળી રહે તે માટે ઘટતી રકમ રાજ્ય સરકાર દ્વારા આપવાનો નિર્ણય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલ દ્વારા લેવામાં આવ્ચો છે.

મંત્રીઓએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યભરના વાજબી ભાવના દુકાનદારો દ્વારા નાગરિકોના હિતમાં આગામી તહેવારોને ધ્યાને રાખીને આજથી જ સસ્તા અનાજના જથ્થાનું વિતરણ નિયમિત રીતે ચાલુ કરવામાં આવશે. રવિવારે પણ દુકાનદારો અનાજ વિતરણની કામગીરી ચાલુ રાખે તેવી અપીલ પણ તેમણે કરી તેનો સૌ દુકાનદારોએ સકારાત્મક પ્રતિસાદ આપ્યો હતો. રાજ્યના આવા દુકાનદારોને માસિક રૂ. 20,000 ની આવક થઈ શકે તે માટે દુકાનદારોને મળતા કમિશનમાં રાજ્ય સરકાર તરફથી રૂ. 20,000 સામે પડતી ફક્ત ઘટતી રકમ પુરતો વાર્ષિક ખર્ચ રૂ. 35.53 કરોડનો વધારાનો બોજો રાજ્ય સરકાર વહન કરશે તેમ પણ મંત્રીએ ઉમેર્યુ હતુ.

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ સસ્તા અનાજ દુકાનદારોને ચેતવણી આપી હતી. તેમણે કહ્યું હતું કે વાજબી માંગ હશે તો જ સ્વીકારાશે. દિવાળીના તહેવારમાં કાર્ડધારકોને મુશ્કેલી પડશે નહીં. દરેક દુકાનો પર અનાજનો પુરતો જથ્થો છે. ઓક્ટોબર મહિનામાં રાબેતા મુજબ અનાજનું વિતરણ થયું છે. નવેમ્બર મહિનાના વિતરણનું આગોતરૂ આયોજન છે. દુકાનદારો અમારા પરિવારના સભ્ય સમાન છે. દુકાનદારોની જે પણ માંગ હશે તેની ચર્ચા કરીશું. ઘટતી કમિશનની રકમ આપી દેવામાં આવી છે. કોઈને ગેરસમજણ હશે તો તેને દૂર કરાશે. દુકાનદારોની વાજબી વાતને સરકાર ખુલ્લા મને સ્વીકારશે. સમાધાન થયુ ત્યારે 300 કાર્ડની જ વાત થઈ હતી. કાર્ડની સંખ્યામાં કોઈપણ સુધારો વધારો થયો નથી. દુકાનદારો સાથે સરકાર બેસવા માટે તૈયાર છે. વાજબી માંગો હશે તે સ્વીકારવામાં આવશે. સરકારને દબાવવાનો પ્રયાસ થશે તો વૈકલ્પિક વ્યવસ્થા તૈયાર છે. ગરીબોને અનાજ મળે તે માટે સરકાર કટિબદ્ધ છે. વૈકલ્પિક વ્યવસ્થા માટે અમે બેઠક પણ કરી લીધી છે.