ચૂંટણી પંચે 7થી 30 નવેમ્બર સુધી એક્ઝિટ પોલ પર લગાવ્યો પ્રતિબંધ, ચૂંટણીની કામગીરી પર ECની બાજ નજર

election-commistion

7 નવેમ્બરથી શરૂ થશે વિધાનસભા ચૂંટણીનો મહાસંગ્રામ
5 રાજ્યોની ચૂંટણીને લઈને ચૂંટણી પંચનો મોટો નિર્ણય, રાજકીય પક્ષો પણ પુરજોશમાં પ્રચારમાં લાગ્યા

આગામી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી લઈને તમામ રાજકીય પક્ષો પુરજોશમાં પ્રચાર કરવામાં લાગી ગયા છે. તેવામાં ચૂંટણી પંચ પણ શાંતિપૂર્ણ, કોઈપણ અવરોધ વિના ચૂંટણી યોજવા માટે સજ્જ થઈ ગયું છે, ત્યારે 5 રાજ્યોની ચૂંટણીને લઈને ચૂંટણી પંચે આજે મોટો નિર્ણય કર્યો છે. ચૂંટણી પંચે 7થી 30 નવેમ્બર સુધી એક્ઝિટ પોલ પર પ્રતિબંધ લગાવ્યો છે.

આગામી વર્ષે લોકસભા ચૂંટણી પહેલા સેમીફાઈનલ કહેવાતી 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણીની તારીખોની તાજેતરમાં જ ચૂંટણી પંચે જાહેરાત કરી હતી. જે અંતર્ગત મધ્યપ્રદેશમાં 7 નવેમ્બર, છત્તીસગઢમાં બે તબક્કામાં 7 અને 17 નવેમ્બર, મિઝોરમ માં 7 નવેમ્બરે, રાજસ્થાનમાં 23 નવેમ્બર, તેલંગણામાં 30 નવેમ્બરે મતદાન યોજાશે. જ્યારે પાંચેય રાજ્યોના પરિણામો 3 ડિસેમ્બરે જાહેર થશે.

આ અગાઉ ચૂંટણી પંચે આ વખતે ચૂંટણીમાં ખર્ચ થનાર સામગ્રીની કિંમત અંગેની યાદી બહાર પાડી છે. આ લિસ્ટમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ચા, કોફી, સમોસા, રસગુલ્લા, આઈસ્ક્રીમ સહિત પ્રત્યેક પ્રોડક્ટની કિંમત નક્કી કરવામાં આવી છે. આ તમામ ખર્ચ ઉમેદવારોના એકાઉન્ટમાં જોડવાનો પણ ઉલ્લેખ કરાયો છે. ચૂંટણી પંચના રેટ લિસ્ટ મુજબ જ ઉમેદવારોના ખર્ચનું આંકલન કરશે. ઉમેદવારોના ખર્ચની મોનિટરિંગની વ્યવસ્થા જિલ્લા ચૂંટણી અધિકારી દ્વારા કરાશે. ઉપરાંત પંચે ચૂંટણીમાં ઉપયોગમાં લેવાનાર સામાનની પણ લીસ્ટ તૈયાર કરી છે.

ચૂંટણી પંચ દ્વારા જારી કરાયેલ રેટ લિસ્ટ મુજબ પ્રતિ દિવસ એક પ્લાસ્ટિકની ખુરશીના 5 રૂપિયા, પાઈપની ખુરશીના 3 રૂપિયા, વીઆઈપી ખુરશીના 105 રૂપિયા, લાકડાના ટેબલના 53 રૂપિયા, ટ્યૂબલાઈટ 10 રૂપિયા, હૈલોજન 500 વૉટ 42 રૂપિયા, 1000 વૉટના 74 રૂપિયા, વીઆઈપી સોફાસેટનો ખર્ચો 630 રૂપિયા, પ્રતિ કિલો કેરી રૂ.63, કેળું રૂ.21, સેવ રૂ.84, દ્રાક્ષ રૂ.84, આરઓ પાણીની કેન 20 લીટરની 20 રૂપિયા, કોલ્ડ ડ્રિક્સ અને આઈસ્ક્રીમ MRP મુજબ, ચા રૂ.5, કોફી રૂ.13, સમોસા રૂ.12, રસગુલ્લા પ્રતિ કિલો રૂ.210, શેરડીના રસના (નાનો ગ્લાસ) રૂ.10, જમવાની પ્રતિ પ્લેટના રૂ.71, પ્લાસ્ટિકના ઝંડાના રૂ.2, કપડાના ઝંડાના રૂ.11, નાના સ્ટીકરના રૂ.5, પોસ્ટ રૂ.11, પ્રતિ ફૂટ કટ આઉટ વુડન, કપડા અને પ્લાસ્ટિકના રૂ.53, હોર્ડિંગના રૂ.53, પેમ્પલેટ (પ્રતિ હજાર)ના રૂ.525, પ્રતિ દિવસ 5 સીટર કારનું ભાડું 2625 અથવા 3675 રૂપિયા, મિની બસ 20 સીટર 6300 રૂપિયા, 35 સીટર બસનું ભાડું 8400 રૂપિયા, ટેમ્પો 1260 રૂપિયા, વીડિયો વેન 5250 રૂપિયા, પ્રતિદિવસ ડ્રાઈવર મજુરી 630 રૂપિયા મુજબ ઉમેદવારના એકાઉન્ટમાં જોડાશે.