દિલ્હી આબકારી નીતિ કૌભાંડના કેસમાં 26 ફેબ્રુઆરીથી સિસોદિયા જેલમાં બંધ છે
સુપ્રીમ કોર્ટે ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (આપ) નેતા મનીષ સિસોદિયને જે હવે રાષ્ટ્રીય રાજધાનીમાં દારૂ નીતિના અને અમલીકરણમાં કથિત ગેરરીતિઓ અંગે ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગના કેસોમાં સુપ્રિમ કોર્ટે સોમવાર 30 ઓક્ટોબરે જમાનત અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
મનીષ સિસોદિયને સીબીઆઈ દ્વારા 26 ફેબ્રુઆરીએ કૌભાંડમાં તેમની કથિત રીતે ભૂમિકા હોવાથી ધરપકડ કરવામાં આવી હતી. 26 ફેબ્રુઆરીથી તે જેલમાં બંધ છે. તેમની તપાસ માટે બંને એજન્સી સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ) અને એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી) તપાસ કરી રહ્યા છે.
જસ્ટિસ સંજીવ ખન્ના અને એસવીએન ભટ્ટીએ સીબીઆઈ અને ઇડી બંને કેસોમાં જમાનત આપવાનો ઇનકાર કરીને દિલ્હી હાઈકોર્ટ સામે સિસોદિયાની અરજીની સુનાવણી કરી હતી તે વડી અદાલતે જુલાઈમાં તેમની અરજીઓ પર નોટિસ ફટકારી હતી અને આ મહિનાની શરૂઆતમાં ચુકાદો અનામત રાખ્યો હતો.
જસ્ટિસ ખન્નાએ આજે આદેશ આપતી વખતે કહ્યું, “રૂપિયાના સ્થાનાંતરણને લગતા એક પહેલુ 338 કરોડ રૂપિયા અસ્થાયી રીતે સ્થાપિત છે, તેથી અમે જમાનત માટેની અરજીઓને ફગાવી દિધી હતી.” તેમણે વધુમાં કહ્યું, અમે જામીન માટેની અરજીને ફગાવી રહ્યા છીએ, પરંતુ અમે સ્પષ્ટ ટિપ્પણી કરી છે કે તેમણે ખાતરી આપી છે કે આ કેસ 6 થી 8 મહિનાની અંદર સમાપ્ત થશે. તેથી ત્રણ મહિનાની અંદર, જો કેસ બેદરકારી છે અથવા ધીમે ધીમે આગળ વધશે તો. તે જામીન માટે અરજી દાખલ કરવા માટે હકદાર રહેશે.