મોરબીનાં 144 વર્ષ જૂના ઝૂલતા પુલ તૂટી પડવાની દુર્ઘટનાને એક વર્ષ પૂર્ણ થયું

morbi

26 ઓક્ટોબરે 2022નાં દિવસે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો
30મી ઓક્ટોબર, 2022નાં દિવસે બ્રિજ તૂટી પડ્યો હતો જેમાં 141 લોકોનાં મૃત્યું થયા હતા

૧૯મી સદીમાં બંધાયેલો અને 143 વર્ષ જૂનો તેમજ મોરબીનું ગૌરવ કહેવાતો કેબલ બ્રિજ (ઝુલતો પુલ) 30 ઓક્ટોબર 2022 રવિવારના દિવસે તૂટી પડ્યો હતો જેમાં 141 લોકોનાં મૃત્યું થયા હતા. આ દુર્ઘટનાં જે ક્યારેય કોઈ ભુલી શકશે નહીં. મોરબી શહેરમાં 30મી ઓક્ટોબર, 2022નાં દિવસે બનેલ બ્રિજ દુર્ઘટનાને એક વર્ષ પૂરું થવા આવ્યું છે.

30મી ઓક્ટોબર, 2022નાં દિવસે મોરબીના ઝૂલતા બ્રિજ પર લોકો હર્ષ-ઉલ્લાસ સાથે રવિવારની રજા માણવા આવ્યા હતા, ત્યારે અચાનક બ્રિજ તૂટ્યો હતો જેમાં સૌથી વધુ બાળકો અને વૃદ્ધો હતા અને પછી કલાકો સુધી રેસ્ક્યૂ-ઓપરેશન ચાલ્યું હતું.જે દિવસ એકસ્મત બન્યો, તેના ચાર દિવસ પહેલા સમારકામ માટે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ નવા વર્ષના દિવસે ફરીથી ખોલવામાં આવ્યો હતો. આ ઝુલતો પૂલ ભારતમાં રહેલ બ્રિટિશ શાસન દરમિયાન ૧૯મી સદીમાં આઝાદી પહેલા અંગ્રેજોના શાસન દરમિયાન બનાવવામાં આવ્યો હતો. મચ્છુ નદી પર બનેલો આ પૂલ મોરબીનું મુખ્ય પ્રવાસન સ્થળ અને ગૌરવ હતું.

મોરબીની દુર્ઘટનાને એક વર્ષ પુરુ થયું

હેંગીંગ બ્રિજ દુર્ઘટનાને એક વર્ષ પુરુ થયું. આ ઘટના મોરબીના લોકો અને સમગ્ર રાજ્યના લોકો માટે ખૂબ જ પિડાદાયક હતી. 143 વર્ષ જૂનો મોરબીનો આ ઝુલતો પુલ તૂટી પડવાથી સમગ્ર દેશને ભારે દુઃખ થયું હતું. આ દુર્ઘટના રવિવારે તારીખ 30 ઓક્ટોબરનાં રોજ સાંજે 6.30 વાગ્યાની આસપાસ થઈ હતી. જાણવા મળ્યુ હતું કે પુલ ઉપર 250થી વધુ લોકો એકઠા થયા હતા. તેમાં મોટી સંખ્યામાં વૃદ્ધો, મહિલાઓ અને બાળકો હાજર હતા. અહેવાલો અનુસાર ઓરેવા ગ્રુપર દ્વારા આ બ્રિટિશ યુગના ઝુલતા પુલનું સમારકામ કર્યા પછી, તેને 26 ઓક્ટોબરે 2022નાં દિવસે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. બ્રિજનું ફિટનેસ પ્રમાણપત્ર પાલિકા તરફથી મળ્યું ન હોવા છતા આ પુલ જાહેર જનતા માટે ખુલ્લો મુકાયો હતો તેવો આરોપ પણ થયો હતો. પુલની ક્ષમતા 100 લોકોની હતી પરંતુ વધુ રુપયા કમાવવા માટે નિયમ વુરુદ્ધ 100 કરતા વધુ ટિકિટો લોકોને વેચવામાં આવી હતી. આ જૂથે માર્ચ 2022 થી માર્ચ 2037 સુધી 15 વર્ષ માટે મોરબી નગરપાલિકા સાથે કરાર કર્યો હતો. આ બ્રિજ 5 દિવસ પહેલા જ સમારકામ બાદ લોકો માટે ખુલ્લો મુકાયો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, બ્રિજ પર ક્ષમતા કરતા વધારે લોકો હાજર હતા જેના કારણે આ દુર્ઘટના બની હતી.

પોલીસની કાર્યવાહી
ગુજરાત સરકારે આ દુર્ઘટનાની તપાસના આદેશ આપ્યા હતા. પુલનું સમારકામ કરનાર કંપની સામે દોષિત હત્યાનો કેસ નોંધવામાં આવ્યો હતો. પોલીસે કેટલાક લોકોની અટકાયત કરી હતી.

SIT એ રિપોર્ટમાં શું કહ્યું?
2022માં 141 લોકોના મોત નિપજ્યા હતા, જેની તપાસ કરી રહેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) ના અંતિમ અહેવાલમાં વિવિધ ટેકનિકલ અને વહીવટી ક્ષતિઓ માટે અને અકસ્માત મામલે મોરબી પાલિકાના ચીફ ઓફિસર અને ઓરેવા કંપનીને વ્યાપક રીતે જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. આ રિપોર્ટ 9 ઓક્ટોબરે ગુજરાત સરકારને સુપરત કરવામાં આવ્યો હતો અને મંગળવારે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ રજૂ કરવામાં આવ્યો હતો. પ્રાથમિક તારણના સાથે બ્રિજના અપસ્ટ્રીમનો મુખ્ય કેબલ તૂટી ગયો હતો અને એક કેબલમાં 49 વાયરમાંથી 22 માં કાટ લાગ્યો હતો અને 27 તાજેતરમાં તૂટી ગયા હતા. અહેવાલમાં નોંધવામાં આવ્યું હતું કે, નગરપાલિકાના ત્રણ સભ્યો જેઓ હવે સસ્પેન્ડ છે. જેમાં પ્રમુખ, ઉપપ્રમુખ અને એક્ઝિક્યુટિવ કમિટીના ચેરમેન, જેઓ રોજકામ દિવસની બાબતો પર હસ્તાક્ષર કરે છે તે. એસઆઈટીએ ઉમેર્યું હતું કે, નગરપાલિકા કોન્ટ્રાક્ટ રિન્યુ કરવા માંગે છે કે કેમ તે અંગે ત્રણેય “કોઈ નક્કર નિર્ણય” પણ લીધો ન હતો.

ઝુલતો પુલ રાજા વાઘજી રાવએ બનાવડાવ્યો હતો
મોરબીનું ગૌરવ કેબલ બ્રિજ રાજા વાઘજી રાવ દ્વારા બનાવવામાં આવ્યો હતો. જેનું ઉદ્ઘાટન 19મી સદીના 1879માં થયું હતું. બ્રિટિશ એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવેલા આ પૂલના નિર્માણમાં લેટેસ્ટ ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. બ્રિટિશ શાસનમાં બનેલો આ પૂલ સારી એન્જિનિયરિંગનું પ્રતિક રહ્યો છે. રાજકોટ જિલ્લાથી 64 કિલોમીટર દૂર મચ્છુ નદી પર બનેલો આ પૂલ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. 765 ફૂટ લાંબો અને 4 ફૂટ પહોળો આ બ્રિજ ઐતિહાસિક હોવાને કારણે ગુજરાત પ્રવાસનની યાદીમાં પણ સામેલ થયો હતો. બ્રિટિશ એન્જિનિયરો દ્વારા બનાવવામાં આવેલ આ પૂલને એડવાન્સ એન્જિનિયરિંગનું જીવંત ઉદાહરણ માનવામાં આવતો હતો. અહીં તમને જણાવી દઈએ કે, ગુજરાત રાજ્યનો મોરબી જિલ્લો મચ્છુ નદીના કિનારે આવેલો છે. આ જ નદી પર મોરબી કેબલ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ પૂલ મોરબીના રાજા પ્રજાવત્સલ્ય વાઘજી ઠાકોરના રજવાડા દરમિયાન બાંધવામાં આવ્યો હતો. એવું કહેવાય છે કે રાજા મહેલમાંથી મોરબી બ્રિજ થઈને રાજદરબારમાં જતા હતા. બ્રિજની જાળવણીની જવાબદારી ઓરેવા ગ્રુપને સોંપવામાં આવી હતી.