અદાજે 21,000 થી વધુ કર્મચારીઓને લાભ મળશે
ફિક્સ પગાર ધરાવતા કર્મચારી, નિગમોમાં ફરજ બજાવતા કર્મચારીઓ બાદ હવે રાજ્ય સરકારના વર્ગ-4ના કર્મચારીઓ માટે દિવાળીની ખુશ ખબર આવી છે. રાજ્ય સરકારે વર્ગ 4નાં કર્મચારીઓને 7000 સુધીનું બોનસ આપવાની જાહેરાત કરી છે. આ માટે નાણા વિભાગની મંજૂરી પણ આવી ગઇ છે. વર્ગ-4 ના કર્મચારીઓને રૂ.7 હજારની મર્યાદામાં બોનસ આપીને દિવાળીની ભેટ આપી છે.
આગામી સમયમાં આવી રહેલા દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઇને વર્ગ-4 ના કર્મચારીઓ ઉત્સાહપૂર્વક દિવાળી ઉજવી શકે તે માટે રૂપિયા 7000 ની મર્યાદામાં એડહોક બોનસ આપવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. સરકાર કર્મચારીઓને ઉચ્ચક રુપિયા આપશે. તેમાં નાણા વિભાગે બોનસ આપવા મંજુરી આપી છે. આ અંગે નાણા વિભાગની યાદીમાં જણાવાયું છે. સરકાર કર્મચારીઓને ઉચ્ચક રુપિયા આપશે. તેમાં નાણા વિભાગે બોનસ આપવા મંજુરી આપી છે. આ મળવા પાત્ર બોનસનો લાભ રાજય સરકાર અને પંચાયત, ગ્રાન્ટ ઇન એઇડ (માન્યતાવાળા કર્મચારીઓ) તથા બોર્ડ નિગમના વર્ગ-4ના અદાજે 21 હજારથી વધુ કર્મચારીઓને લાભ મળશે. રાજ્ય સરકાર દ્વારા સાતમા, છઠ્ઠા અને પાંચમા પગારપંચમાં વર્ગ ચારના સંવર્ગના નિયમિત પગાર ધોરણમાં ફરજ બજાવતા કર્મીઓને 30 દિવસના વેતન જેટલું એડહોક બોનસ ચૂકાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.