બાંધકામ સાઈટ ઉપર ગ્રીન નેટ ઉપરાંત બેરીકેટીંગ, સેફટી નેટ વગેરે લગાવેલ નહી હોવાથી કાર્યવાહી કરવામાં આવી
તહેવારોની સિઝન વચ્ચે દિલ્હી – મુંબઈમાં હવાનું પ્રદુષણનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે. મુંબઈ શહેરના કેટલાક ભાગોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 300 થી વધુ ગયો હતો. 200 કે તેથી વધુની AQI હવાની ગુણવત્તાને ‘નબળી’ ગણવામાં આવે છે, જ્યારે 300 અને તેથી વધુની ‘ખૂબ નબળી’ હવા દર્શાવે છે. તેવામાં હવે અમદાવાદ શહેરમાં પણ કેટલાક દિવસથી હવામાં પ્રદુષણ વધી રહ્યું છે. આ પ્રદુષણ અટકાવવા માટે તેમજ પર્યાવરણને થતું નુકશાન અટકાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરની કુલ 41 જેટલી બાંધકામ સાઈટને સીલ કરવામાં આવી છે.
શહેરનાં તમામ 48 વોર્ડમાં ચાલતી બાંધકામ સાઈટના ડેવલપરને ગ્રીન નેટ લગાવવા મ્યુનિ.તંત્ર તરફથી વારંવાર સૂચનાં આપવામાં આવે છે. તંત્ર દ્વારા અપાયેલી સુચના છતાં તેનો અમલ કરવામાં ના આવતા ગુરુવારે એક સાથે 41 બાંધકામ સાઈટ સીલ કરવામા આવી હતી.
મ્યુનિસિપલ કમિશનર એમ.થેન્નારસને શહેરમાં ચાલતી બાંધકામ સાઈટ ઉપર બાંધકામ દરમિયાન ઉડતી ધુળ,રજકણો વગેરેથી પર્યાવરણને નુકસાન પહોંચતુ હોવાથી તમામ બાંધકામ સાઈટના સ્થળે ફરજિયાત ગ્રીનનેટ લગાવવાનો અમલ કરાવવા સુચના આપી હતી. બાંધકામ સાઈટ ઉપર ગ્રીન નેટ ઉપરાંત બેરીકેટીંગ, સેફટી નેટ વગેરે લગાવેલ નહી હોવાથી કુલ 41 બાંધકામ સાઈટ સીલ કરાઈ હતી. તેમાં પૂર્વ ઝોનમાં સૌથી વધુ 25 બાંધકામ સાઈટ સીલ કરાઈ હતી તો દક્ષિણ ઝોનમાં 6 બાંધકામ સાઈટ સીલ કરાઈ હતી.
પૂર્વઝોન
ધ એજ (નિકોલ)
ગણેશ રિવેરા (નિકોલ)
ગ્રીન વિલે (નિકોલ)
દેવસ્ય પ્લેટીનમ (નિકોલ)
ગણેશ એમ્પાયર (નિકોલ)
એટલાન્ટીસ (નિકોલ)
મેરીયોટ ટાઉન (નિકોલ)
ધ સ્કાય પાર્ક (નિકોલ)
ગોલ્ડન પ્લાઝા (નિકોલ)
સાકેત ટાવર (નિકોલ)
પેલીકન પેરેડાઇઝ (નિકોલ)
પ્રયોશા રેસી., લાલગેબી સર્કલ પાસે (વિંઝોલ)
સત્તવત અન્તરિક્ષ (વસ્ત્રાલ)
તપોવન ધ સ્પેસ (વસ્ત્રાલ)
ગણેશ ગ્રીન (વસ્ત્રાલ)
એટલાન્સીસ એલન્ઝા (વસ્ત્રાલ)
સત્તવત બ્રહ્માંડ (વસ્ત્રાલ)
શાલીન હાઇટ્સ-૬ (રામોલ-હાથીજણ)
યુનાઇટેડ જેડ (રામોલ-હાથીજણ)
અનમોલ બ્લીસ (રામોલ-હાથીજણ)
પેલીકન હાઇટ્સ (રામોલ-હાથીજણ)
શિવમ વાટિકા (રામોલ-હાથીજણ)
ડિવાઇન એલીગન્સ (રામોલ-હાથીજણ)
કિંગસ્ટોન (ઓઢવ)
આરોડા એલીગન્સ (વિરાટનગર)
પશ્ચિમઝોન
ટી.પી.નં.3 ફા. પ્લોટ નં. 215,અવધ બંગ્લોઝ, સી.જી રોડ
ટી.પી. નં.3 (એલિસબ્રિજ) સ્વરા સ્કાવીલે, ઇશ્વરભુવન
ટી.પી. નં. 19 (મેમનગર) આકાસીયા એપાર્ટમેન્ટ
ઉત્તર ઝોન
ટી.પી.નં. 243, ફા. પ્લોટ જયસ્વાલ હાઉસ, નાના ચિલોડા
ટી.પી. નં. 109, ફા. પ્લોટ શ્રીજી એલીગન્સ, એસ.પી. રીંગરોડ
ટી.પી. નં. 71 ફા પ્લોટ ઈઉજી હાઉસીંગ મુઠીયા
દક્ષિણઝોન
ટી.પી. નં. 81 (લાંભા- લક્ષ્મીપુરા), ફા. પ્લોટ નં. 59
ટી.પી.નં. 82 (લાંભા- લક્ષ્મીપુરા) શિવાંશ આશ્રય
ટી. પી.નં. 128 (વટવા- અસલાલી), શિવકૃપા-2,વટવા
ટી.પી. નં. 86 (વટવા-3) વ્રજ રેસીડેન્સી વટવા
ટી.પી. સ્કીમ નં. 86 (વટવા-3) ફા. પ્લોટ નં. 68