અયોધ્યા રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડાપ્રધાન મોદી ઉપસ્થિત રહેશે, 22 જાન્યુઆરીએ યોજાશે કાર્યક્રમ

modi

રામજન્મ ભૂમિ તીર્થ ટ્રસ્ટના સભ્યોએ વડાપ્રધાન મોદીને રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવા માટે આમંત્રણ આપ્યું

અયોધ્યામાં બની રહેલા ભવ્ય શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 22મી જાન્યુઆરીએ યોજાવા જઈ રહ્યો છે. આ કાર્યક્રમ માટે તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે. શ્રીરામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થશે કે નહીં, તે હજુ સુધી નક્કી થયુ નહોતું, પરંતું આજે રામજન્મ ભૂમિ તીર્થ ટ્રસ્ટના સભ્યોએ આજે વડાપ્રધાન મોદી સાથે મુલાકાત કરી તેમને આ પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થવા માટેનું આમંત્રણ આપ્યું હતું, જેનો વડાપ્રધાન મોદીએ સ્વીકાર કર્યો છે. તો હવે નક્કી થઈ ગયું છે કે શ્રી રામમંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠાનાં પાવન પ્રસંગે વડાપ્રધાન મોદી પણ હાજર રહેશે. શ્રી રામમંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમ 22 જાન્યુઆરીએ બપોરે 12-30 વાગ્યે થશે.

થોડા સમય પહેલાં રામ મંદિરના મુખ્ય પુજારી આચાર્ય સત્યેન્દ્ર દાસજી મહારાજે કહ્યું હતું કે 15 જાન્યુઆરીથી 24 જાન્યુઆરીએ અનુષ્ઠાન થશે. અમારા દ્વારા PMOને પત્ર લખવામાં આવ્યો છે. હવે તેનો પર જવાબ પણ આવી ગયો છે. હવે તે નક્કી થઈ ગયું છે કે 22 જાન્યુઆરીએ વડાપ્રધાન મોદી અયોધ્યામાં શ્રી રામમંદિર પ્રાણ પ્રતિષ્ઠા કાર્યક્રમમાં સામેલ થશે, પ્રાણ પ્રતિષ્ઠા 22 જાન્યુઆરીએ જ થશે. આ કાર્યક્રમ માટે અન્ય લોકોને પણ આમંત્રણ આપવામાં આવ્યા છે.

વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે- આજનો દિવસ ભાવનાઓથી ભરેલો છે. હાલ શ્રીરામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટના પદાધિકારી મને મળવા મારા નિવાસ સ્થાને આવ્યા હતા. તેમણે મને શ્રીરામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠાના પ્રસંગે અયોધ્યા આવવાનું આમંત્રણ આપ્યું છે, જય સિયારામ. હાલમાં જ વડાપ્રધાન મોદીએ અયોધ્યામાં બની રહેલા રામ મંદિરનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે સદીઓની જોવાતી રાહ ખતમ થઈ રહી છે. રામ મંદિરનું નિર્માણ આપણી જીત સમાન છે. ભગવાન રામ આવવાના જ છે.