દશેરાના પાવન અવસરે સુરતના ડાયમંડ બુર્સની 983 ઓફિસમાં એક સાથે કુંભ સ્થાપન કરાયું

surat-diamond-bourse

કુંભ સ્થાપનમાં બીજેપી અધ્યક્ષ સીઆર પાટીલ સહિત 5000 લોકો જોડાયા,

આગામી 17 ડિસેમ્બરે PM મોદીના હસ્તે ડાયમંડ બુર્સનું ઉદ્ઘાટન

આજે સુરત ડાયમંડ બ્રુસ માટે દશેરાનો દિવસે ઐતિહાસિક બની ગયો છે. રાજ્યમાં વધુ એક નવો કિર્તીમાન સ્થાપિત થવા જઈ રહ્યો છે. આજે દશેરાના પાવન દિવસે સુરતમાં હીરાના વેપારીઓએ સુરત ડાયમંડ બુર્સની 983 ઓફિસોમાં એક સાથે કુંભ સ્થાપના કરી હતી. આ પાવન અવસરે સુરત ડાયમંડ બુર્સના તમામ કમિટી સભ્યો સમેત 5000 થી વધુ લોકો જોડાયા હતા. આ પ્રસંગે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ અને મંત્રી દર્શના જરદોષ ઉપસ્થિત ખાસ ઉપસ્થિત રહ્યાં હતાં.

વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ તરીકે વિશ્વ ખ્યાતિ પ્રાપ્ત સુરતના ખજોદ ખાતે નિર્માણ કરાયેલા સુરત ડાયમંડ બુર્સના ઉદ્ઘાટનની તૈયારીઓ શરૂ થઈ છે. સુરત ડાયમંડ બુર્સમાં હીરાની ઓફિસો ધમધમતી કરવાની દિશામાં આજે દશેરાના પાવન દિવસે પહેલું પગલું માંડવામાં આવ્યું છે. ત્યારે આજે 24 ઓક્ટોબર 2023ને દશેરાના શુભ પર્વ પર સવારે શુભ મુહૂર્તમાં ડાયમંડ બુર્સના 983 હીરાના વેપારીઓએ પોતાની ઓફિસોમાં કુંભ સ્થાપના કરી હતી. કુંભ સ્થાપના કરતા પહેલાં હીરાના વેપારીઓએ પરંપરાગત રીતે કળશ યાત્રા કાઢી હતી. આ સમયે સુરત ડાયમંડ બુર્સના તમામ કમિટી સભ્યો સમેત 5000 થી વધુ લોકો જોડાયા હતા.

વિશ્વના સૌથી મોટા પ્રોજેક્ટ અને વિશ્વની સૌથી મોટી ઓફિસ બિલ્ડીંગ તરીકે વિશ્વ ખ્યાતિ પ્રાપ્ત સુરતના ખજોદ ખાતે નિર્માણ કરાયેલા સુરત ડાયમંડ બુર્સના ઉદઘાટનનું રિવર્સ કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે. આગામી 17 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે વિધિવત રીતે સુરત ડાયમંડ બુસનું ઉદ્ધાટન કરાવવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ઉપસ્થિતિમાં યોજાનારા ભવ્યાતિભવ્ય ઉદ્ઘાટન કાર્યક્રમમાં દેશ દુનિયાના દિગ્ગજ હીરા ઉદ્યોગપતિઓ, આગેવાન વ્યક્તિઓને ખાસ ઉપસ્થિત રહેશે. મળતી માહિતી અનુસાર, તારીખ 21 નવેમ્બરના રોજ સુરત ડાયમંડ બ્રુસના ચેરમેન વલ્લભભાઇ પટેલ પોતાની ઓફિસનો શુભારંભ કરશે અને તેમની સાથે જ ડાયમંડ બ્રુસના અન્ય ઓફિસ ધારકો પણ પોતાની ઓફિસનું શુભારંભ કરશે.

સુરત શહેરની ઓળખ હીરા ઉદ્યોગ સાથે જોડાયેલી છે. છેલ્લા એક દાયકામાં સુરત હીરા ઉદ્યોગમાં જે વિકાસ થયો છે એનું સમગ્ર વિશ્વ સાક્ષી બન્યું છે. સુરતનું ડાયમંડ બુર્સ હીરા ઉદ્યોગ જગત માટે એક માઈલસ્ટોન સમાન બની ગયું છે.