ચુટણી લડવા માટે માર્ગ મોક્ળો મધ્ય પ્રદેશ સરકારે SDM નિશા બાંગરેનું રાજીનામું સ્વીકાર કર્યુ

Nisha bangre

શુ કોગ્રેસ આમલા બેઠકથી જાહેર કરેલો ઉંમેદવારને કાપીને નિશા બાંગરે સીટ ફાળવશે.?

મધ્ય પ્રદેશ ઇલેક્શન 2023: નિશા બાંગરેએ ચૂંટણી લડવા માટે ડિપ્ટિ કલેક્ટર પદથી રાજીનામું આપ્યું હતું. પરંતુ મધ્ય પ્રદેશ સરકારે તેને સ્વીકાર્યું નહીં. નિશાની વિભાગીય તપાસ પાછળનું કારણ કહેવામાં આવી રહ્યું હતું. આ આખા મામલાને ત્રણ મહિનાથી વધુ સમય થયો હતો. અંતે, હાઈકોર્ટે સરકારને નિર્ણય લેવાનો આદેશ આપ્યો હતa.

મધ્ય પ્રદેશના છતરપુર જિલ્લામાં નાયબ કલેક્ટર તરીકે ફરજ બજાવી રહેલા નિશા બાંગરેનું રાજીનામું છેવટે સ્વીકાર શિવરાજ સિંહ સરકારને કરવું પડ્યું હતું. ઉચ્ચ ન્યાયાલય (વડી અદાલત) સુપ્રિમ કોર્ટ અને હાઈકોર્ટની સખત તાકિદ કર્યા બાદ સોમવારે સાંજે રાજીનામું નિશા બાંગરેનું સ્વીકાર કરવાનો આદેશ કર્યા હતો. આ વાતની જાણકારી સાંસદ વિવેક તન્ખાએ X પર શેર કરી હતી. નિશા બાંગરેની હિમાયત કરી હતી. નિશાના લાંબી રાહ જોયા બાદ કોંગ્રેસે ઉંમેદવારની જાહેરાત કરી દીધી હતી.

તેમણે વધુમાં લખ્યું કે, “આ કોઈ મહિલા અધિકારી માટે વિજય નથી. આ મહિલા શક્તિનો વિજય છે. શિવરાજ સિંહ અને તેમના મુખ્ય સચિવએ નિશાના રાજીનામાને સ્વીકારવા માટે કોઈ કસર છોડી ન હતી. આ હુકમ વિજયદશમી પર હસ્તાક્ષર થયા છે. સત્ય જીત થઈ છે.”

શું કોગ્રેસ ઉમેદવાર મનોજ માવલેની આમલા બેઠકની ટીકીટ કાપશે

કોંગ્રેસને વધુ એક મુશ્કેલીનો આમલા વિધાનસભા બેઠકનો સામનો કરવો પડે તેવી સ્થિતી ઉભી થઈ છે. કેમ કે આમલા વિઘાનસભા બેઠક પરથી નિશા બાંગરે પણ ચુટણી લાડવા માગે છે. હવે તે જોવું રહ્યું કે કોંગ્રેસ નિશા બાંગરેને મનોજ માવલેની ટિકિટ કાપીને આમલા વિધાનસભાની બેઠક પરથી તેના ઉમેદવાર તરીકે જાહેર કરશે.

બેતુલના રહેવાસી નાયબ કલેક્ટર નિશા બાંગરે છતરપુરમાં પોતાના પદથી રાજીનામું આપીને આમલા બેઠકથી ઇલેક્શન લડનવાની તૈયારી કરી લધી છે. MP રાજ્ય સરકાર નિશા બાંગરેનું રાજીનામાને સ્વીકારતી ન હતી, જેનો આરોપ લગાવ્યો હતો. તે દરમિયાન નિશા બાંગરેએ મધ્યપ્રદેશ હાઈકોર્ટમાં અને બાદમાં સુપ્રીમ કોર્ટમાં તેમણે રાજીનામા અંગે ઝડપી નિર્ણયની લેવાની માંગણી કરીને અરજી દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે ગુરુવારે નિશા બાંગરે મધ્યપ્રદેશ હાઇકોર્ટમાં જવા નિર્દેશ આપ્યો, આ સાથે સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટને ટૂંક સમયમાં આ કેસનો હલ કરવાનો જણાવ્યું હતું. શુક્રવારે હાઈકોર્ટના મુખ્ય ન્યાયાધીશ રવિ મલિમઠ અને વિશાલ મિશ્રાના ડિવિઝન બેંચે નિશા બાંગરેની અરજી અને રાજ્ય સરકારની અપીલ સુનાવણી કરી હતી. આ સુનાવણી દરમિયાન, હાઈકોર્ટે સરકારને કહ્યું હતું કે 23 ઓક્ટોબર સુધી નિશા બાંગરેનું રાજીનામું અને ચાર્જશીટ અંગે નિર્ણય લેવો પડશે.

નિશાને જેલ તક જવું પડ્યું

નિશાએ પોતાનું રાજીનામું મેળવવા માટે સખત સંઘર્ષ કરવો પડ્યો. આ માટે તેણે આમલાથી ભોપાલ તરફ પગપાળા યાત્રા ન્યાય માટે કરી માત્ર એટલું જ નહીં, નિશાએ સીએમ હાઉસની સામે મોતને ઘાટ ઉતારવાની ચેતવણી આપી હતી, ત્યારબાદ પોલીસ દ્વારા તેને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. નિશાને એક દિવસ જેલમાં વિતાવવો પડ્યો.