રૂ.69 કરોડના લોકાર્પણ, 71 કરોડના ખાતમુહૂર્ત, નેનો ITI, ફાયર સ્ટેશનનું લોકાર્પણ, ગ્રીનજો એનર્જી ઈન્ડિયા લિમિટેડનું ભૂમિપૂજન
ગુજરાતમાં વિવિધ વિભાગોમાં નોકરી ઘણી તકો ઉભી થશે
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે છે ત્યારે તેમણે વિવિધ સ્થાનો પર વિવિધ વિકાસ કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યા છે. જેમાં આજે માણસામાં અમિત શાહના હસ્તે સ્પોર્ટસ સંકુલનું ભૂમિપૂજન થયુ છે. તેમાં અધત્તન સુવિધા ધરાવતું સ્પોર્ટસ સંકુલ બનાવાશે. આઉટડોર-ઇન્ડોર મલ્ટીપર્પઝ હોલ બનાવાશે. તથા 400 મીટરનો એથ્લેટિક ટ્રેક તૈયાર કરાશે. ત્યાર બાદ સાણંદ ખાતે કેન્દ્રીય ગૃહમંત્રીએ રૂ. 69 કરોડના વિવિધ કાર્યોના લોકાર્પણ કર્યા જ્યારે રૂ. 71 કરોડના ખર્ચે તૈયાર થનાર વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત પણ કર્યા છે.
બાળકોના વિકાસમાં રમતગમતનો બહુ મોટો ભાગ છે. બાળકોને સારું શિક્ષણ તેમજ રમતગમતની પૂરતી તકો મળી રહે તે માટે માણસા (ગુજરાત)માં સર્વોદય હાયર એજ્યુકેશન સોસાયટીમાં આશરે 13 કરોડના ખર્ચે નિર્માણ થનારા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. આ રમત સંકુલમાં 400 મીટરનો એથ્લેટિક ટ્રેક, 1 ફૂટબોલ ગ્રાઉન્ડ, 2 ટેનિસ કોર્ટ, 2 વોલીબોલ કોર્ટ, 2 બાસ્કેટબોલ કોર્ટ, 2 કબડ્ડી અને 1 ખો-ખો મેદાન હશે. વધુમાં, બહુહેતુક ઇન્ડોર સંકુલમાં 4 બેડમિન્ટન કોર્ટ અને 8 ટેબલ ટેનિસ કોર્ટ જેવી વિવિધ રમતગમતની સુવિધાઓ પણ હશે.
આ દરમિયાન કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહે સાણંદ GIDCમાં ગ્રીન હાઈડ્રોજનની મશીનરી બનાવતી કંપનીના પ્લાન્ટનું ભૂમિ પૂજન કર્યું છે. જેમાં ગ્રીનઝો એનર્જી કંપની ત્રણ વર્ષમાં 3500 કરોડનું મૂડીરોકાણ કરશે. જેના પરિણામે ગુજરાતમાં વિવિધ વિભાગોમાં નોકરી ઘણી તકો ઉભી થશે.
250 મેગાવોટ આલ્કલાઈન ઇલેક્ટ્રોલાઈઝરનું ઉત્પાદન કરનાર આ પ્લાન્ટ આગામી પાંચ વર્ષમાં ઉત્પાદન ક્ષમતા એક હજાર મેગાવોટ કરવાનો ધ્યેય છે. જેના માટે સાણંદ GIDCમાં 13777 ચો.મી જમીનની ફાળવણી કરાઈ છે. પ્લાન્ટ તૈયાર થયા બાદ 500 સ્થાનિકોને રોજગારી મળશે.
નોંધનીય છેકે, આ અત્યાર સુધીનો દેશનો પ્રથમ મોટા આલ્કલાઈન ઈલેક્ટ્રોલાઈઝર મશીનનો પ્લાન્ટ છે. જેના ત્રણ વર્ષમાં હાઈડ્રોજન મશીનરીનું ઉત્પાદન શરૂ થઈ જશે. જેનાથી 7 માસમાં હાઇડ્રોજન ઉત્પાદન શરૂ કરવાનો લક્ષ્ય છે.
ગ્રીનઝો એનર્જીના મેનેજિંગ ડિરેક્ટર સંદીપ અગ્રવાલના જણાવ્યા અનુસાર, કંપની ગ્રીન હાઇડ્રોજન સેક્ટરમાં ઉપયોગમાં લેવાતા 1, 2 અને 5MW આલ્કલાઇન ઇલેક્ટ્રોલાઇઝરનું ઉત્પાદન કરશે. “પ્રથમ તબક્કામાં રૂ. 350 કરોડના પ્રારંભિક રોકાણ સાથે આ રોકાણ પાંચ વર્ષના સમયગાળા દરમિયાન કરવામાં આવશે. દર બે વર્ષે મેન્યુફેક્ચરિંગ ક્ષમતા બમણી કરવાની યોજના સાથે પ્લાન્ટ તેના પ્રથમ તબક્કામાં 125MWની ક્ષમતા ધરાવશે તેવી ધારણા છે. ચારથી પાંચ વર્ષમાં 1 GW ક્ષમતા સુધી પહોંચે છે. કંપની પાસે રૂ. 1,100 કરોડની ઓર્ડર બુક પહેલેથી જ છે,” એમ અગ્રવાલે જણાવ્યું હતું.
તેમણે જણાવ્યું હતું કે ગુજરાત તેના આગવા સ્થાનના લીધેરોકાણનું મહત્વનું કેન્દ્ર છે. ગુજરાતમાંથી દરિયાઈ નિકાસ ઝડપથી કરી શકાય છે. આ ઉપરાંત ગુજરાત સરકારની ઉદ્યોગલક્ષી નીતિના લીધે કોઈપણ ઉદ્યોગકાર રાજ્યમાં ઝડપથી ઉદ્યોગ સ્થાપી શકે છે. તેના લીધે બીજા રાજ્યોના ઉદ્યોગો પણ ગુજરાતમાં રોકામ કરવા આકર્ષાય છે. તેની સાથે ગુજરાતમાં ગામડાથી લઇને શહેર સુધી 24 કલાક વીજળી મળે છે. ગુજરાત પાવર સરપ્લસ સ્ટેટ છે. આવું બીજા રાજ્યોમાં ભાગ્યે જ જોવા મળે છે. બીજા રાજ્યોમાં હજી પણ લોડશેડિંગની સમસ્ય છે. તેના લીધે ગુજરાતમાં રોકાણ કરવામાં આવ્યું છે.
મહત્વનું છે કે આ મહિનામાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની બીજી ગુજરાત મુલાકાત છે. 13 ઓક્ટોબરે તેઓ ગુજરાત આવ્યા હતા ત્યારે તેમણે 14 ઓક્ટોબરના રોજ અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની મેચ નિહાળી હતી અને તેના પછીના દિવસે પ્રથમ નોરતે પોતાના વતન માણસામાં કુળદેવી બહુચરાજી માતાજીના મંદિરે આરતી કરી હતી. આ ઉપરાંત સમૌ ગામે એક લાઈબ્રેરી અને શહીદ સ્મારકનું ઉદ્ધાટન પણ કર્યું હતું.