છેલ્લા 24 કલાકમાં, નવરાત્રી ઉત્સવના ભાગ રૂપે ગરબા કરતી વખતે ઓછામાં ઓછા 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા
સૌથી નાની ઉંમરે જીવ ગુમવ્યુ હોય તે વડોદરાના ડભોઈનો 13 વર્ષનો છોકરો છે.
આજકાલ હાર્ટ એટેક સામાન્ય બની ગયો છે, પરંતુ જે ઉંમરમાં તેનો ભય વધ્યો છે તે ખૂબ જ ખતરનાક અને આશ્ચર્યજનક છે. લોકોને ખૂબ જ નાની ઉંમરે હાર્ટ એટેક આવી રહ્યા છે. ઘણા લોકો પણ મરી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં, ગુજરાતમાં નવરાત્રી ઉત્સવના ભાગ રૂપે ગરબા રમતી વખતે ઓછામાં ઓછા 10 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો. સૌથી નાની ઉંમરે જીવ ગુમવ્યુ હોય તે વડોદરાના ડભોઈનો 13 વર્ષનો છોકરો છે.
હાર્ટ એટેકથી મૃત્યુ
સૌથી નાની ઉંમરે જીવ ગુમવ્યુ હોય તે વડોદરાના ડભોઈનો 13 વર્ષનો છોકરો જ્યારે બીજો બનાવ ખેડાના કપડવંજમાં, રવિવારે ગકબા રમતી વખતે 17 વર્ષનો યુવક વીર શાહ અચાનક બેભાન થઈ ગયો. તેને તાત્કાલિક હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો, જ્યાં તેને મૃત જાહેર કરાયો હતો. અમદાવાદમાં, 28 વર્ષીય યુવાનો રવિ પંચલ, વડોદરાના 55 વર્ષીય શંકર રાણા પણ છે. જેઓ ગરબા રમતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લામાં હાર્ટ એટેકથી 2 લોકોના મૃત્યુ થયા છે. જે તાલાલાની જેબુનબેન અહેમદ નામની મહિલાને હિરણ નદીમાં કપડા ધોતી વખતે હાર્ટ એટેક આવતા તેનું મોત નિપજ્યું છે. ગીર સોમનાથના ગાભા ગામના નિકુંજ પરમાર નામના વ્યક્તિને હાર્ટ એટેક આવતા મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે સાબરકાંઠામાં હાર્ટ એટેકથી એક યુવાનનું મૃત્યુ નિપજ્યું છે.
નવરાત્રીના 2 દિવસમાં જ હાર્ટ એટેકથી 21 લોકોનાં મૃત્યુ થયા હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન, 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ સર્વિસીસે કાર્ડિયાક સમસ્યાઓથી સંબંધિત 521 ફોન કોલ્સ અને શ્વાસની મુશ્કેલી અંગેના 609 કોલ્સની જાણ કરી હતી. આ ઘટનાઓ સાંજે 6 થી 2 વાગ્યાની વચ્ચે આવી છે.
હાર્ટ એટેક આવાનું કારણ હવે સવાલ એ છે કે ગરબા રમતી વખતે હાર્ટ એટેકથી મૃત્યુ કેવી રીતે થઈ શકે છે. આ પાછળનું મોટું કારણ શું છે? આ બાબતે, આરોગ્ય નિષ્ણાત સમીર ભતી કહે છે કે હાર્ટ એટેક પાછળ ઘણા મોટા કારણો હોઈ શકે છે. તેમણે કહ્યું કે નિદાન હૃદય, મેટાબોલિક સિન્ડ્રોમથી સંબંધિત કોઈપણ કારણ જેમાં હાઈ બ્લડ પ્રેશર, ડાયાબિટીઝ કોલેસ્ટરોલ વગેરે એક કારણ છે