શહેરનાં રામોલમાં 45 વર્ષનાં વ્યક્તિનું હાર્ટ એટેક આવતા તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતું
અમદાવાદ શહેરનાં રામોલમાં ગયા અઠવાડિયે 45 વર્ષનાં વ્યક્તિનું હાર્ટ એટેક આવતા મોત થયુ હતું. પોતાનાં પુત્રની સગાઈનાં 17 કલાકમાં જ તેમને હાર્ટએટેક આવતા તેમનું સારવાર દરમ્યાન મોત થયું હતું.
ગુજરાતમાં છેલ્લા ધણા દિવસોથી હાર્ટ એટેકના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. હાર્ટ એટેક સામાન્ય બની ગયો છે. લોકોમાં જે ઉંમરે તેનો ભય વધ્યો છે તે ખૂબ જ ધાતક અને આશ્ચર્યજનક રૂપ છે. ખૂબ જ નાની ઉંમરે હાર્ટ એટેક આવી રહ્યા છે. રોજ તમારા આજૂ-બાજુ, સગા-સંબંધીઓના અનેક સમાચાર સાંભળ્યા હશે, જેમાં કસરત કરતા, ક્રિકેટ રમતા, બાથ રૂમમા નાહવા ગયા હોય ત્યારે અથવા બેઠા બેઠા, ચાલુ શાળાએ અભ્યાસ કરતા કે પછી લગ્નમાં ડાન્સ કરતા હોય ત્યારે 17થી 20 વર્ષના છોકરા-છોકરીઓને, 30થી 50 વર્ષના લોકોને પણ હાર્ટ ઍટેક આવી ગયા છે.
રામોલ આદર્શ વિધ્યાલય પાસે ગયા અઠવાડિયે આરિફઅલી સૈયદ નામના વ્યક્તિને (ઉંમર આશરે 45 વર્ષ) હૃદય હુમલો આવ્યો, તેના આગલા દિવસે સાંજે પોતાના દિકરાની સાગાઈ કરી હતી. જે ખૂશીમાં આરિફ અલીએ પોતાના સગા સંબંધીઓ, દોસ્તોને પોતાના દિકરાની સગાઈની ટેલીફોનીક જાણ કરીને ખૂશી વ્યક્ત કરી હતી. જે દિવસે હૃદય હુમલો આવ્યો તે દિવસે સવારે તેમના બનેવીના ભાઈની લગ્નની તારીખ માગવા ગયા હતા જ્યારે તારીખ માગીને બારેજાથી પાછા ફરી રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં જ છાતીમાં દુખાવો થયો હતો ત્યારે તેમના મનન થયું કે ગેસ ટ્રબલીંગના લીધે દુ:ખી રહ્યો હશે. ત્યાર બાદ તે ઘરે પહોચીને એસી ચાલુ કરીને બેઠા હતા, તેજ દરમિયાન તેમને હાર્ટ એટેકનો મેજર હુમલો આવ્યો અને હોસ્પિટલ સારવાર દરમિયાન લઈજતા રસ્તામાજ મૃત્યુ નિપજ્યુ હતું. તે બાદ ખૂશીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયું હતું
હૃદયરોગના હુમલામાં વધારો તેનું કારણ શું છે?
આજ કાલ સૌથી વાધારે હાર્ટ એટેક યુવા વયના લોકોમાં આવે છે. તેનું મુખ્ય કારણ આપણે બેઠાળુ જીવન જીવી રહ્યા છ. જે કોઈ પણ પ્રકારની કસરત કરતા નથી, શાળાઓંમાં બાળકો માટે મેદાન નશી રહ્યા, રાત્રે મોડા સુધી ઉંગવુ નહિ, સવારે માડા ઉઠવું આ બધા હાર્ટ એટેકના કારણો છે.
ખોરાક ઉપર આપણુ કોઈ ધ્યાન નહિ
રોજ જરૂરિયાત મુજબ સવારના ખોરાકનો 40 ટકા હિસ્સો, બપોરનો 40 ટકા અને રાત્રી દરમિયાન 20 ટકા હિસ્સો લેવો જોઈએ. સાંજ પડતા ખાવું ન જોઈએ, પરેતું આજે એવું હાલ છે કે 50 ટકા ખોરાક રાત્રે લઈએ છીએ
ખોરાકમાં કાર્બોહાઇડ્રેટ્સનું પ્રમાણ 50 ટકા હોવું જોઈએ, 90 ટકા ભારતીય ખોરાકમાં સ્ટાર્ચ હોય છે. પૂરતું પ્રોટીન મળતું નથી. સ્થુળતાનું કારણ બને છે. અને ખાસ કરીને પેટની આસપાસ ચરબી જમા થાય છે. તે દરમિયાન રક્તવાહિની રગોમાં ચરબી જમા થાય છે. તેને કારણે રક્તવાહિનીઓ બંધ થઈ શકે છે અને હાર્ટ ઍટેક આવે છે.
હૃદયરોગના બચવા માટે શું કરવું જોઈએ?
હેલ્થ હાર્ટ માટે ત્રણ બાબત ઉપર ધ્યાન આપવુ જોઈએ: પોષ્ટિક ખોરાક, વ્યાયમ કસરત અને આત્મ નિયંત્રણ, આપણા ખોરાક ભોજનમા 10 ટકા ઘટાડો કરવો જોઈએ. જેનાથી જાડા લોકોને વજનમાં મહિનામાં એક કિલો વજન ઘટાડવામાં મદદ મળી શકે છે. તમે કોઈનાથી નારાજ હો તો જતું કરવાની આદત પાડો. તે તમારા હૃદય માટે સારું છે. બધું ડૉક્ટરના હાથમાં નથી હોતું. ઘણું બધું તમારા હાથમાં પણ હોય છે.