ગુજરાત ATSએ ઇન્ડિયન ફોર્સીસની માહિતી પાકિસ્તાન પોહચાડતો એજન્ટને ઝડપી લીધો

Gujarat ATS

આણંદથી ઝડપાયલો પાકિસ્તાન જાસુસ અગત્યની માહિતી આર્મી પબ્લિક સ્કૂલનો અધિકારી બનીને પોહચાડતો હતો

મૂળ હિન્દુ પાકિસ્તાનીએ 2006માં ભારતીય નગરિત્વ મેળવ્યો હતો, 2022માં પાકિસ્તાન ગયો ISIનાં સંપર્કમાં આવ્યો

ગુજરાતમાં ભારતીય સુરક્ષા દળોને લગતી જાસૂસી કરતાં એક વ્યક્તિને ATS દ્ધારા આણંદથી ઝડપી લેવામાં આવ્યો છે આ ખુફિયા માહિતી બોર્ડર પાર પાકિસ્તાની ઇન્ટલિજન્સ એજન્સીને મોકલી રહેલા 53 વર્ષના લાભશંકર મહેશ્વરી પાકિસ્તાની જાસૂસને ગુજરાત ATS દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. આંણદના તારાપુરમાં પોતાની સાસરીથી જાસૂસી તંત્ર ચલાવી રહેલા મૂળ પાકિસ્તાની જાસુસની હરકતો ઇન્ડિયન આર્મી અને ઇન્ડિયન એરફોર્સની ઇન્ટેલિજન્સ બ્રાન્ચની રડારમાં આવી જતા ગુજરાતના ATSની મદદથી આ સમગ્ર ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આર્મી પબ્લિક સ્કૂલનો નકલી અધિકારી બનીને સેનાના કર્મચારીઓ અને અધિકારીઓના મોબાઈલ મોબાઈલમાં ફી ફરવા અંગેનું એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું કહીને આ પાકિસ્તાની જાસૂસ ભારતીય સુરક્ષા દળના લોકોની મુવમેન્ટ અને ખુફિયા જાણકારી પાકિસ્તાન મોકલી રહ્યો હતો. 

ગુજરાત ATSની સફળતા

મૂળ પાકિસ્તાની નાગરિક લાભશંકર મહેશ્વરી

પોલીસ ઇન્ટેલિજન્સ એજન્સીના તપાસમાં જાણવામાં આવ્યું છે કે આ મૂળ પાકિસ્તાની નાગરિક તેની પત્નીને સારવાર માટે 1999માં ગુજરાતમાં તેની સાસરી તારાપુર આવ્યો હતો. એ બાદ અહિંયા સ્થાઈ થઈ ચુક્યો હતો અને 2006માં તે લાભશંકર મહેશ્વરી ભારતીય નગરિકતા મેળવી હતી. નાગરિકતા મળ્યા બાદ 2022માં તેના માતા-પિતાને મળવા પાકિસ્તાન ગયો હતો. ત્યાં પાકિસ્તાની ISIનાં સંપર્કમાં આવ્યો હતો. સંપર્કમાં આવ્યા બાદ ભારતીય સુરક્ષા દળોને લગતી જાસૂસી કરવાનું શરૂ કર્યુ હતું

આ હિન્દૂ પાકિસ્તાની જાસૂસ લાભશંકર મહેશ્વરી નામનો શખ્સ કેટલાક મોબાઈલ નંબરો મારફતે પાકિસ્તાનની ઇન્ટેલિજન્સ એજન્સીને માહિતી પુરો પાડી મોટી રકમ વસૂલતો હતો. તે ફોનમાં ટ્રોઝન કરીને ભારતીય આર્મીના અધિકારીઓના ફોનમાંથી વિગતો એકઠી કરીને અને વોટ્સએપ ડાઉનલોડ કરીને તે ભારતીય ડિફેન્સને લગતી સેન્સેટિવ ઇન્ફોર્મેશન બોર્ડર પાર મોકલી રહ્યો હતો. જે વિગતના આધારે ગુજરાત ATS દ્વારા આ જાસૂસને પકડીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. આરોપી પાસેથી કેટલા અધિકારીનો ડેટા અને ફોનની વિગત પાકિસ્તાન પહોંચાડી તે મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે