ઘર ભાડું, મોંઘવારી ભથ્થું, મેડિકલ તેમજ પરિવહન ભથ્થામાં વધારો
નાણાં વિભાગ દ્વારા શરતોને આધિન બોર્ડ નિગમના કર્મચારીઓને લાભ
ગુજરાત રાજ્યનાં બોર્ડ-નિગમનાં કર્મચારીઓ માટે રાજ્ય સરકાર દ્વારા દિવાળી પહેલા મહત્વનો નિર્ણય કર્યો છે. થોડા સમય પહેલા જ રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં 30 ટકાના વધારાની જાહેરાત કરી હતી. હવે બોર્ડ-નિગમનાં કર્મચારીઓને સાતમાં પગારપંચ મુજબ કર્મચારીઓને ભથ્થામાં વધારો કર્યો છે.
રાજ્ય સરકારે દિવાળી પહેલા બોર્ડ-નિગમનાં કર્મચારીઓને સાતમા પગાર પંચ મુજબનાં ભથ્થામાં વધારાનો નિર્ણય કર્યો છે. જેમાં ઘર ભાડુ, મોંઘવારી ભથ્થુ, મેડિકલ તેમજ પરિવહન ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. નાણાં વિભાગ દ્વારા શરતોને આધિન બોર્ડ નિગમનાં કર્મચારીઓને લાભ મળશે. તેમજ રાજ્ય સરકારના ખોટ કરતા નિગમનાં કર્મીઓને આ વધારાનો લાભ મળશે નહી તેમ સ્પષ્ટતા પણ કરવામાં આવી છે.
શરતોને આધીન સુવિધાઓનો લાભ આપવાનું ઠરાવવામાં આવ્યું
કેન્દ્રીય સાતમાં પગારપંચનો રાજ્ય સરકારની મંજૂરીથી લાભ મેળવતા રાજ્ય સરકાર હસ્તકનાં જાહેર સાહસો-બોર્ડ નિગમોને ઘરભાડું, મોંઘવારી ભથ્થુ, મેડિકલ તેમજ પરિવહન ભથ્થાનો લાભ આપવામાં આવેલ છે. રાજ્યનાં બોર્ડ-નિગમનાં કર્મચારીઓને સાતમા પગારપંચ મુજબનાં ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. ત્યારે આ તમામ સુવિધાઓનો લાભ તેઓને શરતોનો આધીન આપવાનું ઠરાવમાં નક્કી કરવામાં આવ્યું છે.
(1) રાજ્ય સરકાર દ્વારા રાજ્યનાં જાહેર સાહસો-બોર્ડ નિગમોને જેમને નાણાં વિભાગનાં પરામર્શમાં રાજ્ય સરકારની મંજૂરીથી સાતમાં પગારપંચનાં લાભ આપવામાં આવેલ છે. ત્યારે શરતોનો અમલ કરેલ હશે તેવા જાહેર સાહસો-બોર્ડ-નિગમોને આ શરતો લાગુ પડશે.
(2) છઠ્ઠા પગારપંચ અન્વયે જે જાહેર સાહસોમાં ઘરભાડા ભથ્થા, સ્થાનિ વળતર ભથ્થા, તબીબી ભથ્થા તથા પરિવહન ભથ્થાનાં લાભ ગુજરાત મુલકી સેવા નિયમો 2022 ને આધીન આપવામાં આવતા હશે તેવા જાહેર સાહસોને આ ભથ્થા મળવાપાત્ર થશે.
(3) ઠરાવની સૂચનાઓનો અમલ કરવા માટે જે તે બોર્ડ-નિગમો દ્વારા પોતાનાં કાર્યવાહક મંડળ, બોર્ડ ઓફ ડીરેક્ટર્સની બેઠકમાં જરૂરી ઠરાવ પસાર કરવાનો હેશે. તથા અમલવારીની જાણ નાણાં વિભાગને અચૂક કરવાની રહેશે.