સાઉદી અરેબિયાની ગુપ્તચર એજન્સીએ કર્યો હમાસને નાણાં પુરા પાડનાર દેશને લઈ ચોંકાવનારો ખુલાસો

soudi-turki-prince-al-faisal

પેલેસ્ટિનિયન આતંકી જૂથ હમાસને ઈઝરાયેલ દ્વારા કતરની કરન્સી મળે છે : સાઉદી ઈન્ટેલીજન્સના પ્રમુખ

ગાઝા પટ્ટી સુધી UN અને ઈઝરાયેલના અધિકારીઓ કતારની કરન્સી મોકલતા હોવાનો પ્રિન્સ તુર્કી અલ-ફૈસલનો દાવો

હમાસે ઈઝરાયલ પર કરેલ હુમલા બાદ ગત મંગળવારે મોડી રાત્રે ગાઝાની એક હોસ્પિટલ પર રોકેટથી હુમલો થયો હતો, જેમાં 500થી વધુ લોકોના મોત અને અસંખ્ય લોકો ઈજાગ્રસ્ત થયા છે. આ હુમલાને લઈ હમાસ અને ઈઝરાયેલ બંને એકબીજા પર આક્ષેપો કરી રહ્યા છે. અત્યાર સુધીમાં યુદ્ધમાં કુલ 5000થી વધુ લોકોના મોત થયા છે, તો સેંકડો લોકો ઈજાગ્રસ્ત થયા છે. ઉપરાંત લાખો લોકો બેઘર પણ થયા છે. જ્યારે 13000થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે વેસ્ટ બેંકમાં 60થી વધુના મોત, 1300થી વધુ લોકો ઈજાગ્રસ્ત તેમજ ઈઝરાયેલમાં 1400 લોકોના મોત અને 4500થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. ત્યારે યુદ્ધના 14માં દિવસે હમાસને નાણાં પુરા પાડનાર દેશને લઈ ચોંકાવનારો ખુલાસો થયો છે.

સાઉદી અરેબિયાની ગુપ્તચર એજન્સીના પ્રમુખ પ્રિન્સ તુર્કી અલ-ફૈસલે દાવો કર્યો છે કે, ગાઝા પટ્ટીને નિયંત્રિત કરતું પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસને ઈઝરાયેલ દ્વારા નાણાં મળે છે અને તે પણ કતરની કરેન્સીમાં નાણાં મળે છે. આ અગાઉ રોયટર્સે પણ આવો જ ચોંકાવનારો ખુલાસો કર્યો હતો. રોયટર્સના રિપોર્ટમાં જણાવાયું હતું કે, ગાઝામાં પેલેસ્ટાઈની પરીવારોને કતરની મળતી નાણાંકીય સહાય ઈઝરાયેલ થઈને પહોંચે છે. આ નાણાંને ઈલેક્ટ્રોનિક માધ્યમથી કતરથી ઈઝરાયેલ સુધી ટ્રાન્સફર કરવામાં આવે છે, ત્યારબાદ ઈઝરાયેલી અને સંયુક્ત રાષ્ટ્ર ના અધિકારીઓ સરહદ પાર ગાઝા પટ્ટી સુધી લઈ જાય છે. જોકે આમ કરવા પાછળનો હેતુ શું છે, તે વિશે કોઈએ જણાવ્યું નથી. રોયટર્સે ખુલાસો કર્યો તેના થોડા દિવસો બાદ ફૈસલનું આ નિવેદન સામે આવ્યું છે.

સાઉદી અરેબિયાના ઈન્ટેલિજન્સ એજન્સીના પ્રમુખે ઈઝરાયેલ અને હમાસ બંનેની નિંદા કરતા કહ્યું કે, યુદ્ધની સ્થિતિમાં કોઈ નાયક નથી, પરંતુ માત્ર પીડિત છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ઈઝરાયેલ અને હમાસનું નાગરિકો વિરુદ્ધના કૃત્યોની નિંદા થવી જોઈએ. જોકે તેમણે એમ પણ કહ્યું કે, ઈઝરાયેલી સેનાના કબજાનો વિરોધ કરવાનો પેલેસ્ટાઈનને અધિકાર છે.

ઉલ્લેખનિય છે કે, પેલેસ્ટાઈનના આતંકવાદી સંગઠન હમાસે ઈઝરાયેલ માં ભારે ખુંવારી સર્જી છે, તો ઈઝરાયેલે પણ વળતો જડબાતોડ જવાબ આપી રહ્યો છે, બંને દેશોના યુદ્ધની વાત કરીએ તો યુદ્ધમાં અત્યાર સુધીમાં ગાઝામાં 3500 લોકોના મોત નિપજ્યા છે,