ઉંઢેલા પ્રકરણમાં જાહેરમાં મુસ્લિમોને કોડા મારનાર ખેડા પોલીસના ચાર કર્મી દોષીત
કન્ટેમ્પ્ટનો સામનો કરી રહેલા 14 પોલીસ કર્મીઓમાંથી ચારને દોષીત ઠાર્યા
ખેડાનાં ઉઢેલા ગામે ગત વર્ષ મુસ્લિમોને છડે ચોક જાહેરમાં મારવાના કેસમાં એક મહત્વનો ચુકાદો નામદાર ગુજરાત હાઈકોર્ટે, સુપ્રિમ કોર્ટના ડી,કે, બાસુના કેસમાં ધડવામાં આવેલો આધારિત કેસમાં મુસ્લિમોએ કન્ટેમ્પ્ટની કાર્યવાહીનો સામનો કરી રહેલા ચાર પોલીસ કર્મચારીઓને 14 દિવસની સજા અને 2000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ચાર આરોપી પોલીસ કર્મીઓએ કોર્ટના ઓર્ડર મળ્યાના 10 દિવસમાં હાજર થવા ફરમાન થયું છે.
જસ્ટિસ એ એસ સુપેહિયા અને ગીતા ગોપી બેંચે પણ ટિપ્પણી પણ કરી હતી કે કોર્ટ ખુશ નથી કે તે આ દિવસ આવી ગયો છે જ્યારે તે આદેશો પસાર કરી રહ્યો છે જેમાં અધિકારીઓને સામાન્ય કેદમાંથી પસાર થવાનું કહેવામાં આવે છે. નોંધપાત્ર રીતે, 16 ઓક્ટોબરના રોજ, પીડિતોએ ચાર પોલીસકર્મીઓ પાસેથી આર્થિક વળતર લેવાનો ઇનકાર કર્યો હતો.
હાઈકોર્ટની સખ્ત કાર્યવાહી બાદ પોલીસ કર્મીઓએ પીડિત મુસ્લિમ યુવકોને વળતર આપવાની તૈયારી દર્શાવી હતી. પરંતુ પીડિત યુવકોએ વળતર લેવાનો ઈનકાર કરતા ગત સોમવારે કોર્ટમાં થયેલી સુનાવણીમાં પીડિત મુસ્લિમ યુવકોના વકીલે દલીલ કરી હતી કે, તેમના વકિલને પોલીસ કર્મીઓનું વળતર નહીં પણ ન્યાય જોઈએ છે. હાઈકોર્ટે કરેલી સજા સામે દોષિતના વકિલ તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી કરવા સ્ટેની માંગ કરવામાં આવી છે .ત્યારે હાઈકોર્ટે હૂકમની સજાની અમલવારી પર ત્રણ મહિનાનો સ્ટે આપ્યો છે.
ગત નવરાત્રિમાં ખેડાના ઉઢેલા ગામે ગરબામાં પથ્થરમારાની ઘટના બની જેમાં કેટલાક ગ્રામજનો અને પોલીસ કર્મચારીઓ ઈજાગ્રસત થયા હતા 13 આરોપીઓની ધરપકડ કરી હતી અને તેઓને ગામના જાહેર મેદાનમાં થાંભલા સાથે ઉભા રાખી લાકડીઓ વડે માર માર્યો હતો