હાઈકોર્ટે અમદાવાદ પોલીસ કમિશ્નરનું જાહેરનામાને ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓએ હાઈકોર્ટમાં પડકાર્યું હતું
અમદાવાદ પોલીસ કમિશ્નરે થોડા સમય પહેલાં જ રાત્રીના સમયે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે નહીં તે માટે ખાનગી બસો પર પ્રવેશબંધી જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જેને ટ્રાવેલ્સ એજન્સીઓએ હાઈકોર્ટમાં પડકાર્યું હતું.
શહેર પોલીસ કમિશ્નરના જાહેરનામા બાદ ખાનગી બસોને શહેરમાં સવારે આઠથી રાત્રે 10 વાગ્યા સુધી પ્રવેશ પર પાબંધી લગાવી હતી. પોલીસ કમિશ્નરના આ જાહેરનામાને ખાનગી ટ્રાવેલ્સ એજન્સીઓએ હાઈકોર્ટમાં પડકાર્યું હતું. ટ્રાવેલ્સ એજન્સીઓના સંચાલકોએ ધંધા રોજગારનો ઉલ્લેખ કરીને જાહેરનામું રદ કરવા કોર્ટ સમક્ષ માંગ કરી હતી. આજે આ મામલાની સુનાવણી દરમિયાન હાઈકોર્ટે પોલીસ કમિશ્નરનું જાહેરનામું કાયદાથી વિપરીત નહીં હોવાનું જણાવી આ જાહેરનામાને માન્ય રાખ્યું હતું.
તાજેતરમાં અમદાવાદ પોલીસ કમિશ્નર અને DCP સફિન હસને ટ્રાવેલ્સ એસોસિએશન સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ નિર્ણય લેવાયો હતો કે નવા જાહેરનામામાં રાત્રે 10થી સવારે આઠ વાગ્યા સુધી ખાનગી ટ્રાવેલ્સની બસોને શહેરમાં પ્રવેશવાની મંજુરી આપવામાં આવી હતી. અગાઉ રાત્રે 11 થી સવારે 7 વાગ્યા સુધી પ્રવેશ કરવાની મંજુરી હતી. થોડા સમય અગાઉ અમદાવાદમાં ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા બસને શહેરમાં રાત્રે 9.30થી સવારે 8 વાગ્યા સુધી અને બપોરે 1થી 4 પ્રવેશવા દેવાની મંજૂરી આપવા માંગ કરાઈ રહી છે.
પ્રાઈવેટ ટ્રાવેલ્સ એસોસિએશન દ્વારા આ મામલે એક માગણી કરવામાં આવી હતી. બસને શહેરમાં રાત્રે 9.30થી સવારે 8 વાગ્યા સુધી અને બપોરે 1થી 4 પ્રવેશવા દેવાની મંજૂરી આપવા માગણી કરવામાં આવી છે. આ મામલે ટ્રાવેલ્સ સંચાલકો દ્વારા ચીમકી પણ આપવામાં આવી હતી કે, જો પ્રશ્નનું નિરાકરણ નહીં આવે તો સુરતની જેમ અમદાવાદમાં બસ રિંગ રોડ પર ઉભી રાખી દેવામાં આવશે. તેઓએ ચીમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, જો તેમની માંગ નહીં સંતોષાય તો બસ શહેરની અંદર લાવવામાં આવશે નહીં. રિંગ રોડથી પેસેન્જરે જાતે પોતાની વ્યવ્સ્થા કરવાની રહેશે.
શહેરમાં વધતી વસતીને જોતાં ટ્રાફિકમાં પણ જબરદસ્ત વધારો થયો છે. બીજી તરફ ખાનગી બસોની શહેરમાં પ્રવેશ બંધીનો મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો. ત્યારે હાઈકોર્ટે પોલીસ કમિશ્નરના જાહેરનામાને માન્ય રાખતાં હવે શહેરમાં ખાનગી બસો પર પ્રવેશબંધી લાગી જશે. થોડા સમય પહેલાં જ શહેર પોલીસ કમિશ્નરે રાત્રીના સમયે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઉદ્ભવે નહીં તે માટે ખાનગી બસો પર પ્રવેશબંધી જાહેર કરતું જાહેરનામું પ્રસિદ્ધ કર્યું હતું. જેને ટ્રાવેલ્સ એજન્સીઓએ હાઈકોર્ટમાં પડકાર્યું હતું.
મહત્વનું છે કે આ જાહેરનામું અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવ્યું હતું. રાત્રિનાં સમયે શહેરની અંદર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે પ્રાઈવેટ ટ્રાવેલ્સ બસોને શહેરની અંદર આવવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો હતો. મહત્વનું છે કે આ જાહેરનામાના અમલને ટ્રાવેલ્સ એજન્સીઓ દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. આ મામલે આજે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી અને સુનાવણીમાં વડી અદાલતે આ અરજીને ફગાવી દીધી છે અને અમદાવાદ પોલીસ કમિશનરનાં જાહેરનામાને માન્ય રાખ્યો હતો.