રાજસ્થાન ચૂંટણી પહેલા ગેહલોતનું મોટું નિવેદન, હુ તો સીએમ પદ છોડવા માંગુ છુ પરંતુ સીએમ પદ મને છોડવા નથી માગતું

ashok-gehlot

અશોક ગેહલોતે સ્પષ્ટ ઈશારો કર્યો કે, આગામી ચૂંટણીમાં જો કોંગ્રેસ જીતશે તો રાજસ્થાનના CM પોતે જ બનશે

અગામી મહિનામાં રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી યોજવાની છે. જેને લઇ બધા પક્ષો પોતપોતાની રીતે પ્રચાર કરી રહ્યા છે. એવામાં આ વખતે જોવાનું છે કે, કોંગ્રેસ કેવી રીતે અશોક ગેહલોત અને સચિન પાયલોટને સાથે લઈને એક મંચ પર ચાલે છે. હાલમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત તેના એક નિવેદનને લઇ ચર્ચાનો વિષય બન્યા છે. હુ તો મુખ્યપ્રધાન પદ છોડવા માંગુ છુ પરંતુ પદ મને છોડવા નથી માગતું. આમ કહીને અશોક ગેહલોતે સ્પષ્ટ ઈશારો કર્યો કે, વિધાનસભાની આગામી ચૂંટણીમાં જો કોંગ્રેસ જીતશે તો રાજસ્થાનના મુખ્ય પ્રધાન પોતે જ બનશે. અશોક ગેહલોતે સચિન પાયલટને લગતા પ્રશ્નોને લઈને કહ્યું કે જે લોકો સચિન પાયલટ સાથે ગયા હતા તેમાંથી કોઈની ટિકિટનો મે વિરોધ નથી કર્યો.

રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી પૂર્વે મુખ્યપ્રધાન અશોક ગેહલોતે આજે ગુરુવારે પ્રેસ કોન્ફરન્સમાં અનેક મુદ્દે ખુલીને વાત કરી તો સચિન પાયલટને લગતા કેટલાક પ્રશ્નોએ ગર્ભિત ઈશારો પણ કર્યો છે. અશોક ગેહલોતે કહ્યું કે, હુ તો મુખ્યપ્રધાન પદ છોડવા માંગુ છુ પરંતુ પદ મને છોડવા નથી માગતું. આમ કહીને એમણે સ્પષ્ટ ઈશારો કર્યો કે, વિધાનસભાની આગામી ચૂંટણીમાં જો કોંગ્રેસ જીતશે તો રાજસ્થાનના મુખ્ય પ્રધાન પોતે જ બનશે. આ નિવેદનથી એવું માનવામાં આવી રહ્યું છે કે તેઓ મુખ્યમંત્રી પદની દાવેદારી પેશ કરી રહ્યા છે.

ગુરુવારે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અશોક ગેહલોતે, કેન્દ્રની મોદી સરકાર પર સીબીઆઈ, ઈડી જેવી કેન્દ્રીય તપાસ એજન્સીઓના દુરુપયોગ કરવાનો આક્ષેપ લગાવ્યો હતો. રાજનીતિ સાથે જોડાયેલા ઘણા મહત્વપૂર્ણ સવાલોના જવાબ પણ અશોક ગેહલોતે આપ્યા હતા. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ વિધાનસભાની ચૂંટણી જીતશે તો શું તેઓ ફરી એકવાર મુખ્યમંત્રી બનશે ? અશોક ગેહલોતે વધુમાં એમ પણ કહ્યું કે જવાબમાં તેમણે કહ્યું કે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી તેમના પર ભરોષો કરે છે.

સીએમ તરીકે પોતે ચાલુ રહેશે તેવો સંકેત આપતા પહેલા ગેહલોતે એમ પણ જણાવ્યું કે, કેવી રીતે સોનિયા ગાંધીએ તેમના પર વારંવાર વિશ્વાસ કર્યો હતો. તેમણે કહ્યું, ‘સોનિયા ગાંધીએ તેમને પહેલીવાર પસંદ કર્યો. સોનિયા ગાંધી પક્ષના પ્રમુખ બન્યા પછી તેમણે પહેલો નિર્ણય લીધો કે અશોક ગેહલોતને મુખ્યમંત્રી બનવું જોઈએ. તેમણે આ નિર્ણય કાળજીપૂર્વક વિચાર્યા બાદ અને કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ તરીકે તેમની કામગીરી જોયા બાદ લીધો હતો. હું મુખ્યપ્રધાન પદનો ઉમેદવાર ક્યારેય નહોતો. કોંગ્રેસમાં જે કોઈ મુખ્યપ્રધાન પદના ઉમેદવાર હોય છે તે ઉમેદવાર જ રહે છે. તે ક્યારેય મુખ્યમંત્રી બની શકતો નથી.

ગેહલોતે મુખ્યમંત્રીના પદને લઈ એક નિવેદન આપ્યું હતું. આ નિવેદનથી એવી અટકળો લાગવામાં આવી રહી છે કે ગેહલોતે ફરી એક વખત રાજસ્થાનના મુખ્યમંત્રી પદ તરીકે શપથ લઇ શકે છે. તેમણે કહ્યું કે, હું ત્રણ ટર્મ સુધી મુખ્યમંત્રી બન્યો હવે હું ભગવાનને એવી પ્રાર્થના ચોથી વખત મને મુખ્યમંત્રી ન બનાવે. તેમણે કહ્યું કે- મારે મુખ્યમંત્રી પદ છોડવું છે પણ આ પદ મને છોડતું નથી. ગેહલોતે કહ્યું કે, હાઈકમાન્ડને મારા પર ખૂબ વિશ્વાસ છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીનો મારા પર આટલો ભરોસો કરવા પાછળ કોઈ કારણ હશે.

અશોક ગેહલોતે સચિન પાયલટને લગતા પ્રશ્નોને લઈને કહ્યું કે જે લોકો સચિન પાયલટ સાથે ગયા હતા તેમાંથી કોઈની ટિકિટનો મે વિરોધ નથી કર્યો. તેમણે કહ્યું કે વિપક્ષની સમસ્યા એ છે કે, કોંગ્રેસમાં કેમ ઝઘડા નથી થતા. વિપક્ષ ઈચ્છે છે કે, રાજસ્થાન કોંગ્રેસમાં સ્થિતિ કાયમ સળગતી જ રહે જેથી તેઓ તેનો રાજકીય લાભ લઈ શકે.