‘બાલા હનુમાન એક્સપ્રેસ’ બસને મેયર દ્વારા લીલી ઝંડી આપવામાં આવી
લાલ દરવાજા ભદ્રકાળી મંદિરથી ગાંધીરોડ, રિલીફ રોડ જઈ શકશે મુસાફરો
અમદાવાદ શહેરમાં AMTS દ્વારા શહેરના લાલ દરવાજા વિસ્તારમાં પાંચમા નોરતેથી ભદ્રકાળી મંદિરથી ગાંધી રોડ થઈ કાલુપુર અને કાલુપુર થી પરત ભદ્રકાળી મંદિર સુધી AMTS બસ ‘બાલા હનુમાન એક્સપ્રેસ’નો સરક્યુલર રૂટ ફરી એકવાર શરૂ કરવામાં આવી. જેને મેયર દ્વારા લીલી ઝંડી આપવામાં આવી છે. જેથી અમદાવાદના શહેરીજનોએ નગરદેવીના દર્શન કરવા હવે સરળ બનશે. જોકે આ બસના રૂટ ઉપર ભદ્રકાળી મંદિર, ત્રણ દરવાજા અને ગાંધી રોડ ઉપર મોટી સંખ્યામાં પાથરણા સહિત મોટી સંખ્યામાં દબાણ અને પાર્કિંગને કારણે બસને પસાર થવામાં મુશ્કેલી પડશે.
નોંધનીય છે કે, છેલ્લા ઘણાં સમયથી શહેરના કોટ વિસ્તારમાં ફરી AMTS બસ બંધ કરવામાં આવી હતી. જેમાં ટ્રાફિકની સમસ્યાના કારણે બસ સેવા બંધ કરવામાં આવી હતી. હવે ફરી એકવાર બસ શરૂ કરવામાં આવનાર છે ત્યારે રોડ પર વાહનો લારી-ગલ્લા અને પાથરણાવાળાને કારણે ટ્રાફિકની સમસ્યા થતી હોવાથી આ રૂટ પર ઘણી મુશ્કેલી ઊભી થઈ શકે છે.