રાજ્ય સરકાર ‘ફિક્સ પે’ કર્મચારીઓને આપી શકે છે મોટી રાહત, પગારમાં 30 ટકા સુધીનો વધારો મળી શકશે

Fix Pay

ફિક્સ પે કર્મચારીઓને દિવાળી પહેલા મળશે મોટી ભેટ

રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પે કર્મચારીઓના પગાર વધારા અંગે જાહેરાત કરી શકે છે

રાજ્ય સરકારના ફિક્સ પે ના કર્મચારીઓને દિવાળી પહેલા સારા સમાચાર સામે આવી શકે છે. રાજ્ય સરકાર દ્વારા ફિક્સ પે કર્મચારીઓના પગાર વધારા અંગે જાહેરાત કરી શકે છે. જેમાં ફિક્સ પેના કર્મચારીઓના પગાર વધારાની જાહેરાત રાજ્ય સરકાર દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવી શકે છે. છેલ્લા ઘણા સમયથી ફિક્સ પેના કર્મચારીઓને કોઈ પગાર વધારો આપવામાં આવ્યો ન હતો, તેથી હવે સરકાર ટૂંક સમયમાં જ ફિક્સ પેના કર્મચારીઓ માટે પગાર વધારાની જાહેરાત કરી શકે છે.

ફિક્સ પે કર્મચારીઓની લાંબા સમય જૂની પગારવધારાની માગ પર સરકાર આજે સત્તાવાર મહોર મારશે અને સરકાર એની જાહેરાત કરશે. મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે યોજાયેલી કેબિનેટ બેઠકમાં ચર્ચાને અંતે નિર્ણય લેવામાં આવ્યો છે, જેની જાહેરાત સાંજે 4 વાગ્યે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ કરશે. ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી ફિક્સ પે કર્મચારીઓ પગારવધારા માટે માગ કરી રહ્યા હતા, ત્યારે દિવાળી પહેલાં ફિક્સ પે કર્મચારીઓને સરકાર સારો સમાચાર આપશે.

ગુજરાત સરકાર દ્વારા લાંબા સમયથી ફિક્સ પેના કર્મચારીઓના પગારમાં વધારો કરવામાં આવ્યો નથી. જ્યારે ફિક્સ પેના કર્મચારીઓની લાંબા સમયથી પગાર વધારાની માંગણી કરી રહ્યા હતા. લાંબા સમયથી તેઓ એક જ પગારમાં કામ કરી રહ્યા છે. સરકાર ટૂંક સમયમાં ફિક્સ પેના કર્મચારીઓ માટે પગાર વધારાની જાહેરાત કરી શકે છે. આ કર્મચારીઓના પગાર વધારાને લઇને રાજ્ય સરકાર સત્તાવાર જાહેરાત આજે કરી શકે છે. ફિક્સ પે કર્મચારીઓના પગારમાં 30 ટકા સુધીનો વધારો આવી શકે છે.

આ સાથે જ ટૂંક સમયમાં જ સરકાર તેની સત્તાવાર જાહેરાત કરી શકે છે. લગભગ 25 થી 30 ટકાનો પગાર વધારો કરવામાં આવી શકે છે. ત્યારે હવે ફિક્સ પેના કર્મચારીઓની દિવાળી સુધરી જશે તેવી આશા રાખવામાં આવીરહી છે. જોકે પગાર વધારા સાથે સરકાર એરિયર્સ ચૂકવશે કે નહિ તે અંગે પણ ચર્ચા વિચારણા કરવામાં આવશે. અંદાજે 60 હજાર જેટલા કર્મચારીઓને લાભ મળશે. છેલ્લે વર્ષ 2017માં વધારો કરાયો હતો.

છેલ્લાં કેટલાંક વર્ષોથી રાજ્ય સરકારની વહીવટી તંત્રમાં ઓતપ્રોત થઈ જનારી ફિક્સ પગાર, કોન્ટ્રાક્ટ પ્રથા અને આઉટ સોર્સિંગની પ્રથા નાબૂદ કરવા માટે રાજ્ય સરકાર વિચારણા કરી છે. જેમાં પણ ફિક્સ પેમાં કોઈ વધારો થયો નથી. જેને કારણે કર્મચારીઓની કામગીરી પર અસર થઈ રહી છે. ત્યારે સરકાર હવે સત્વરે આ નિર્ણય લઈ શકે છે.

અત્ર ઉલ્લેખનીય છેકે, છેલ્લે વર્ષ 2017માં પગાર વધારો કરવામાં આવ્યો હતો. છ વર્ષ બાદ ફરી પગાર વધારો કરવામાં આવી શકે છે. મોંઘવારી ભથ્થામાં વધારા અંગે આજે કેબિનેટમાં મંજૂરી આપવામાં આવી શકે છે.