વર્ષ 2019માં બીજેપી નેતા આકાશ સક્સેનાએ કેસ દાખલ કરાવ્યો હતો
સમાજવાદી પાર્ટીના સીનિયર નેતા આઝમ ખાનને કોર્ટથી મોટા ઝાટકા લાગ્યા છે. યુપીના પૂર્વ મંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય મહાસચિવ આઝમ ખાન તેમની પત્ની ડો. તંઝીન ફાતિમા અને તેમના પુત્ર અબ્લ્લા આઝમને નકલી જન્મ પ્રમાણપત્ર કેસમાં રામપુરની એમપી-એમએલએલ કોર્ટે દોષી જાહેર કર્યા છે. આ સાથે જ કોર્ટના આદેશ પર પોલીસે ત્રણેયને કસ્ટડીમાં લઈ લીધા છે. કોર્ટે અબ્દુલ્લા આઝમના બે જન્મ પ્રમાણપત્રો મામલે આ કેસમાં ત્રણેયને સાત-સાત વર્ષની સજા ફટકારી છે.
ફેક બર્થ સર્ટિફિકેટનો આ કેસ 2017ના યુપી વિધાનસભા ચૂંટણી સાથે જોડાયેલો છે. ત્યારે અબ્દુલ્લા આઝમે રામપુરની સ્વાર વિધાનસભા સીટ પરથી સપાની ટિકિટ પર ચૂંટણી લડી હતી. આ ચૂંટણીમાં તેની જીત પણ થઈ હતી પરંતુ ચૂંટણી પરિણામો બાદ તેના વિરુદ્ધ હાઈકોર્ટમાં કેસ દાખલ કરાયો હતો. તેના પર આરોપ લગાડવામાં આવ્યો હતો અબ્દુલ્લા આઝમે ચૂંટણી ફોર્મમાં જે ઉંમર દર્શાવી છે, હકિકતમાં તેની ઉંમર એટલી છે જ નહીં.
બીજેપી નેતા આકાશ સક્સેનાએ વર્ષ 2019માં આ કેસ દાખલ કરાવ્યો હતો. સરકારી વકીલ અરુણ કુમારે જણાવ્યું કે, અબ્દુલ્લા આઝમના બે જન્મ પ્રમાણપત્રના કેસમાં ત્રણેયને દોષી જાહેર કરવામાં આવ્યા છે. થોડી જ વારમાં સજાનુ એલાન થઈ જશે. અબ્દુલ્લા આઝમ વિરુદ્ધ ગંજ પોલીસ સ્ટેશનમાં કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસમાં આઝમ ખાન, તેમની પત્ની અને પુત્ર અબ્દુલ્લા આઝમને આરોપી બનાવવામાં આવ્યા હતા.
અબ્દુલ્લાએ ધારાસભ્યની ચૂંટણી લડવા ખોટી ઉંમર દેખાડી હતી. શૈક્ષેણિક પ્રમાણ પત્રમાં અબ્દુલ્લાની ડેટ ઓફ બર્થ 1 જાન્યુઆરી, 1993 છે, જ્યારે જન્મ પ્રમાણ પત્રના આધારે તેનો જન્મ 30 સપ્ટેમ્બર, 1990નો દેખાડવામાં આવ્યો છે. આ મામલો હાઈકોર્ટ પહોંચ્યા બાદ તેના પર સુનાવણી શરુ થઈ હતી અને અબ્દુલ્લા તરફથી રજૂ કરેલા જન્મ પ્રમાણ પત્ર નકલી હોવાનું સામે આવ્યું હતું. જે બાદ સ્વાર સીટ પરથી એમની જીતને રદ્દ કરી દેવામાં આવી હતી.
અબ્દુલ્લા પર પહેલા જન્મ પ્રમાણ પત્રના આધારે પાસપોર્ટ મેળવવા કરવા અને વિદેશ ટૂર કરવાની સાથે જ સરકારી ઉદ્દેશ્ય માટે બીજા પ્રમાણ પત્રનો ઉપયોગ કરવાનો પણ આરોપ છે. આ ઉપરાંત તેના પર જૌહર વિશ્વવિદ્યાલય માટે તેનો ઉપયોગ કરવાનો આરોપ છે. આરોપ મુજબ અબ્દુલ્લા આઝમની પાસે બે અલગ-અલગ જન્મ પ્રમાણ પત્ર છે. એક 28 જૂન, 2012નાં રામપુર નગરપાલિકાએ જાહેર કર્યું છે, જેમાં રામપુરને અબ્દુલ્લાનું જન્મસ્થળ દેખાડવામાં આવ્યું છે. તો બીજું જન્મ પ્રમાણ પત્ર જાન્યુઆરી, 2015નાં રોજ ઈશ્યૂ કરાયું છે જેમાં લખનઉને તેનું જન્મસ્થાન દેખાડવામાં આવ્યું છે.