આવતીકાલથી અમદાવાદના હાથીજણમાં યોજાશે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર, 2 લાખથી વધુ ભક્તો આવે તેવી શક્યતા

bageshwar

18થી 20 દરમિયાન ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાશે, હાથીજણ વિસ્તારમાં દિવ્ય દરબાનું આયોજન

થોડા મહિનાઓ પહેલા અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ગાંધીનગરમાં પંડિત ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રી એટલે કે બાબા બાગેશ્વરના દિવ્ય દરબારનું ગુજરાતમાં આયોજન કરવામાં આવ્યું હતું. આ આયોજનમાં હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ બાબા બાગેશ્વરની એક ઝલક નિહાળવા અને કથા સાંભળવા માટે ઉમટી પડ્યા હતાં. ત્યારે હવે ફરી એકવાર બાબા બાગેશ્વર ગુજરાતના મહેમાન બનવા જઈ રહ્યા છે. જેમાં અમદાવાદ અને અંબાજીમાં બાબા બાગેશ્વરના ત્રણ ત્રણ દિવસના કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

અંબાજીમાં બાબા બાગેશ્વર ધામનાં ધીરેન્દ્ર શાસ્ત્રીની કથા યોજાયા બાદ હવે અમદાવાદનાં હાથીજણ ખાતે ત્રણ દિવસીય કથાનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદનાં અમદાવાદના હાથીજણ ખાતે 18 થી 20 ઓક્ટોબર સુધી બાબા બાગેશ્વરની હનુમંત કથા અને એક દિવસીય દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. બાબા બાગેશ્વરના આગમનને લઈને આયોજક દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. હાથીજણ સર્કલ પાસે આવેલા સિધ્ધ બાગેશ્વર મેદાન ખાતે આ કાર્યક્રમનું આયોજન થશે. તે સ્થળ પર આયોજકો દ્વારા સંતો મહંતો અને સ્થાનિક આગેવાનોને સાથે રાખીને ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું.

અમદાવાદનાં હાથીજણ વિસ્તારમાં ફરી એકવાર બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીનાં દિવ્ય દરબારનું આયોજન કરવામાં આવ્યું છે. તા. 18 થી 20 દરમ્યાન અમદાવાદનાં હાથીજણ ખાતે ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર યોજાવાનો છે. જેને લઈ આજે કળશયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. 18 ઓક્ટોબર ત્રણ દિવસ ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનું આયોજન કરવામાં આવ્યું છે. આ કથામાં દોઢ થી બે લાખ ભક્તો આવે તેવી શક્યતા છે. તેમજ કથા બાદ રાત્રી દરમ્યાન ગરબાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. ધીરેન્દ્ર શાસ્ત્રી ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી કરશે.

અમદાવાદમાં બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રીની કથાનાં આયોજન બાબતે વધુમાં જાણવા મળ્યું હતું કે, ત્રણ દિવસ કથાનું આયોજન કરેલું છે. જેનાં ભાગરૂપે આજે કળશયાત્રા કાઢવામાં આવી હતી. તા.18 થી 20 દરમ્યાન યોજાનાર છે. જેમાં પ્રથમ દિવસે માતાજીનો મહિમા, માતાજીની કૃપા કેવી રીતે પ્રાપ્ત થાય છે. તે બાબતે કથાનું આયોજન કર્યું છે. જ્યારે 19 તારીખે સાંજે પાંચ વાગ્યાથી દિવ્ય દરબારનું આયોજન કરેલ છે. દિવ્ય દરબારમાં માનવ જીવનની સમસ્યાઓ છે તે સમસ્યાઓનાં સમાધાન માટે એક દિવસીય દિવ્ય દરબાર થશે. કથા બાદ રાત્રે 8 થી 9 ત્રણ દિવસ ગરબા કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે.

ગરમી વધતા કથાનાં સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પહેલા 3 થી 7 નો કથાનો સમય હતો. જે સમય બદલીને નવો સમય 5 વાગ્યા સાંજે 8 વાગ્યા સુધીનો સમય નક્કી કરાયો છે. કથાનો પ્રારંભ પાંચ વાગ્યાથી થશે. કથામાં આવનાર ભક્તોને તકલીફ ન પડે તે માટે પાણી સહિત જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે લોકો બહારથી આવશે તે તમામ માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ દરરોજ પાંચથી સાત હજાર માણસોની ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ બહારથી જે લોકો આવી રહ્યા છે તે તમામને બને તેટલી સુવિધા આપવાનો પ્રયત્ન કરવામાં આવશે.