આઈસીસી વર્લ્ડકપ-2023ઃ ભારતનો પાકિસ્તાનન સામે 7 વિકેટે વિજય, રોહિત શર્માએ ધમાકેદાર 86 રન ફટકાર્યા, જસપ્રિત બુમરાહ “પ્લેયર ઓફ ધ મેચ”

ભારતે પાકિસ્તાનને વર્લ્ડકપમાં 8મી વાર હરાવ્યુ, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં જશ્નનો માહોલ

પાકિસ્તાન 42.4 ઓવરમાં 191 રન બનાવી ઓલઆઉટ, ટીમ ઈન્ડિયાના પાંચ બોલર્સે પાકિસ્તાનની 2-2 વિકેટ લીધી

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતે ફરી એકવાર પાકિસ્તાનને એક તરફી હાર આપી છે. ભારતે પાકિસ્તાનને 7 વિકેટે પરાજય આપ્યો છે. ભારતને મળેલા 192 રનના ટાર્ગેટને 30.3 ઓવરમાં જ ચેઝ કરી લીધો હતો. કેપ્ટન રોહિત શર્માએ મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. તેણે 86 રન બનાવ્યા હતા. તો શ્રેયસ અય્યરે 62 બોલમાં 53 રન બનાવ્યા હતા. જસપ્રિત બુમરાહ બન્યો “પ્લેયર ઓફ ધ મેચ”.

ભારતની વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે આ સતત આઠમી જીત છે. અગાઉ સાત વખત પણ ભારતને પાકિસ્તાન સામે એકતરફ જીત મળી છે. આ જીત સાથે જ ભારતીય ટીમ પોઇન્ટ્સ ટેબલમાં ટૉપ પર પહોંચી ગયું છે.

ભારત: 30.3 ઓવરમાં 192 રન, રોહિત શર્મા 86 રન, બુમરાહ-સિરાજ-હાર્દિક-કુલદીપ-જાડેજાની 2-2 વિકેટ

પાકિસ્તાન: 42.5 ઓવરમાં 191 રનમાં ઓલઆઉટ, બાબર આઝમના 50 રન, મોહમ્મદ રિઝવાનના 49 રન

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી વર્લ્ડ કપ 2023ની હાઈવોલ્ટેજ મેચમાં પાકિસ્તાનની ટીમ 191 રનમાં ઓલઆઉટ થઈ ગઈ છે. પાકિસ્તાને ભારતને જીતવા 192 રનનો ટાર્ગેટ આપ્યો છે. આજની મેચમાં ભારતીય બોલરોએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ભારત તરફથી જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ, હાર્દિક પંડ્યા, કુલદીપ યાદવ, રવિન્દ્ર જાડેજાની 2-2 વિકેટ લીધી છે, જ્યારે પાકિસ્તાન તરફથી સૌથી વધુ રન કેપ્ટન બાબર આઝમે 50 રન, મોહમ્મદ રિઝવાનના 49 રન નોંધાવ્યા છે. 

ભારતનાં 30 ઓવરનાં અંતે 3 વિકેટનાં નુકશાન સાથે 186 રન થયા.

ભારતની ત્રીજી વિકેટ પડી

રોહિત શર્માએ ધમાકેદાર બેટીંગ કરી, 6 ચોગ્ગા અને 6 છગ્ગા સાથે 63 બોલમાં 86 રન ફટકારી શાહીન આફ્રીદીની ઓવરમાં આઉટ થયો.

ભારતનાં 14 ઓવરમાં 101 રન

રોહિત શર્માએ 3 ચોગ્ગા અને 4 છગ્ગા સાથે 36 બોલમાં 50 રન ફટકાર્યા.

શ્રેયશ ઐયર 13 રન બનાવી ક્રીઝ ઉપર રમી રહ્યો છે.

ભારતની બીજી વિકેટ પડી, કોહલી 18 બોલમાં 3 ચોગ્ગા સાથે 16 રન કરી હસન અલીની ઓવરમાં આઉટ થયો.

ભારતની પહેલી વિકેટ પડી, શાહીન આફ્રીદીએ શુભમન ગીલને 16 રને આઉટ કર્યો.

ભારતે પાકિસ્તાનને 42.4 ઓવરમાં 191 રનમાં જ ઓલઆઉટ કરી દીધું છે. ભારતને જીતવા માટે 192 રનનો લક્ષ્યાંક,

પાકિસ્તાન 42.5 ઓવરમાં 191 રન જ બનાવી શક્યું હતું. ભારત તરફથી પાંચ બોલર્સે 2-2 વિકેટ ઝડપી હતી. કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ અને હાર્દિક પંડ્યાને 2-2 મળી હતી. પાકિસ્તાન તરફથી બાબર આઝમ અને મોહમ્મદ રિઝવાન સિવાય કોઈ પાકિસ્તાની બેટર ચાલ્યો નહતો. બાબર આઝમે 50 રન અને રિઝવાને 49 રન બનાવ્યા હતા.

પાકિસ્તાનની નવમી વિકેટ પડી, હસન અલી આઉટ

પાકિસ્તાનની આઠમી વિકેટ પડી, મોહમ્મદ નવાઝ આઉટ

પાકિસ્તાનની સાતમી વિકેટ પડી, શાદાબ ખાન 2 રને બુમરાહની બોલિંગમાં બોલ્ડ થયો હતો.

પાકિસ્તાનની છઠ્ઠી વિકેટ પડી, જસપ્રીત બુમરાહે મોહમ્મદ રિઝવાનને કર્યો આઉટ

પાકિસ્તાનની પાંચમી વિકેટ પડી, કુલદીપે 33મી ઓવરમાં ઇફ્તિખાર અહેમદને બોલ્ડ કર્યો.

પાકિસ્તાનની ચોથી વિકેટ પડી, કુલદીપે 33મી ઓવરમાં સઉદ શકીલને LBW આઉટ કર્યો.

પાકિસ્તાનની ત્રીજી વિકેટ પડી, સિરાજે બાબરને 50 રને બોલ્ડ કર્યો

મોહમ્મદ રિઝવાન અને બાબર આઝમ બેટિંગ કરી રહ્યા છે. બંને વચ્ચે 50* રનની ભાગીદારી પૂરી થઈ છે.

પાકિસ્તાન તરફથી અત્યારે બાબર આઝમ 30 રને અને મોહમ્મદ રિઝવાન 16 રને બેટીંગ કરી રહ્યા છે. પાકિસ્તાને 20 ઓવરનાં અંતે 103 રન બનાવ્યા છે. જ્યારે ભારત તરફથી હાર્દિક પંડ્યા અને સિરાજને એક એક વિકેટ લેવામાં સફળતા મળી હતી.

ઇમામની વિકેટ લેતા પહેલા હાર્દિકનું રિએક્શન વાઇરલ, યુઝર્સે કહ્યું, પ્રાર્થનાનું ફળ મળ્યું

ODI વર્લ્ડકપ 2023માં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે શાનદાર મેચ રમાઈ રહી છે. આ મેચમાં હાર્દિક પંડ્યાએ પાકિસ્તાનના ઓપનર ઈમામ ઉલ હકને આઉટ કર્યો હતો. આ વિકેટ બાદ હાર્દિકે અનોખી સ્ટાઇલમાં ઈમામ ઉલ હકને અલવિદા કહ્યું હતું. હાર્દિકની આ સ્ટાઈલનો વીડિયો સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. ઇમામ ઉલ હક 38 બોલમાં 36 રન બનાવીને આઉટ થયો હતો. 

પાકિસ્તાનની બીજી વિકેટ પડી, હાર્દિક પંડ્યાએ ઈમામ ઉલ હકને 36 રને આઉટ કર્યો.

ભારતના સ્ટાર ઓલઆઉન્ડર હાર્દિક પંડ્યાએ ભારતને બીજી સફળતા અપાવી છે. હાર્દિક પંડ્યાએ 38 બોલમાં 36 રન કરનારા ઈમામ ઉલ-હકને આઉટ કર્યો છે. આ પહેલાં મોહમ્મદ સિરાઝે 24 બોલમાં 20 રન કરનારા અબ્દુલ્લા શફીકને આઉટ કર્યો હતો. અત્યારે પાકિસ્તાન માટે કેપ્ટન બાબર આઝમ 14 બોલ પર 16 રન કરીને અને વિકેટકીપર બેટ્સમેન મોહમ્મદ રિઝવાન 14 બોલ પર 6 રન કરીને બેટિંગ કરી રહ્યો છે. ભારતના બોલરની વાત કરવામાં આવે તો, જસપ્રીત બુમરાહે 1 મેડન સાથે 4 ઓવર નાખી છે. જેમાં બુમરાહે 14 રન અને કુલદીપ યાદવે 1 ઓવરમાં 8 રન અને રવિન્દ્ર જાડેજાએ 1 ઓવરમાં 1 રન આપ્યો છે. આ ઉપરાંત મોહમ્મદ સિરાઝે 5 ઓવરમાં 27 રન આપીને 1 વિકેટ અને હાર્દિક પંડ્યાએ 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ લીધી છે.

પાકિસ્તાનને પહેલો ઝટકો સિરાજે અપાવ્યો. તેણે અબ્દુલ્લાહ શફીકને 20 રને LBW આઉટ કર્યો.

અમદાવાદમાં આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે વર્લ્ડકપ 2023ની હાઇ વૉલ્ટેજ મેચ રમાનારી છે. બંને કટ્ટર હરીફ ટીમો વનડે વર્લ્ડ કપમાં સાત વખત સામ-સામે રમી ચુકી છે. આ મેચ પહેલા ટૉસ થયો, જેમાં ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો, અને પાકિસ્તાનની ટીમને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યુ હતુ. બંને દેશો વચ્ચે આ 135મી વનડે મેચ છે. અમદાવાદમાં ભારત અને પાકિસ્તાનની ટીમ અમદાવાદમાં 18 વર્ષ બાદ વનડે મેચ રમી રહી છે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે.

આજે અમદાવાદમાં મેચ શરુ થાય તે પહેલા સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકો માટે એક ખાસ એક મ્યુઝિકલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર સ્ટેડિયમમાં હાજર ક્રિકેટ ચાહકો માટે હતો. આ ઇવેન્ટ ટેલિકાસ્ટ કે લાઇવ સ્ટ્રીમ કરવામાં આવ્યો ન હતો. કાર્યક્રમની શરૂઆત શંકર મહાદેવનના ગીતોથી થઈ હતી. 

આજે અમદાવાદમાં મેચ શરુ થાય તે પહેલા સ્ટેડિયમમાં ઉપસ્થિત દર્શકો માટે એક ખાસ એક મ્યુઝિકલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ માત્ર સ્ટેડિયમમાં હાજર ક્રિકેટ ચાહકો માટે હતો. આ ઇવેન્ટ ટેલિકાસ્ટ કે લાઇવ સ્ટ્રીમ કરવામાં આવ્યો ન હતો. કાર્યક્રમની શરૂઆત શંકર મહાદેવનના ગીતોથી થઈ હતી.