યુટ્યુબ, X (અગાઉ ટ્વીટર) તથા ટેલિગ્રામને બાળ યૌન શોષણને લગતી સામગ્રી દૂર કરવા સરકારે નોટિસ પાઠવી

govt-issue-notice

સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (અગાઉ ટ્વિટર), યુટ્યુબ તથા ટેલિગ્રામને ભારતમાં તેમનાં પ્લેટફોર્મ પરથી બાળ યૌન શોષણ સંબંધિત સામગ્રી હટાવી લેવા માટે એક નોટિસ પાઠવી છે, તેમ એક સત્તાવાર નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે.

સરકાર IT નિયમો અંતર્ગત એક સુનિશ્ચિત તથા વિશ્વસનીય ઈન્ટરનેટનું નિર્માણ કરવા માટે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

ઈલેક્ટ્રોનિક્સ અને IT બાબતના પ્રધાન રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે અમે એક્સ, યુટ્યુબ અને ટેલિગ્રામને એ બાબત સુનિશ્ચિત કરવા માટે નોટિસ પાઠવી છે કે તેમના પ્લેટફોર્મ પર કોઈ બાળ યૌન શોષણને લગતી સામગ્રી (CSAM) ન હોવી જોઈએ.

રાજીવ ચંદ્રશેખરે કહ્યું કે જો સોશિયલ મીડિયા મધ્યસ્થીઓ ઝડપથી કાર્યવાહી નહીં કરે, તો આઈટી એક્ટની કલમ 79 હેઠળનો તેમનો સુરક્ષિત બંદર પાછો ખેંચી લેવામાં આવશે, જેનો અર્થ છે કે પ્લેટફોર્મ પર લાગુ કાયદા અને નિયમો હેઠળ સીધી કાર્યવાહી થઈ શકે છે.