નવરાત્રીને લઈને અમદાવાદ પોલીસે જાહેર કરી ગાઈડલાઈન, 12 નિયમોનું ફરજિયાત પાલન કરવું પડશે

nauratri

ગરબા આયોજકો માટે પાર્ટી પ્લોટ, ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ

નવરાત્રિ શરૂ થવામાં હવે થોડો સમય બાકી છે, તેથી ઘણી જગ્યાએ ગરબા પ્રેક્ટિસ શરૂ થઈ ગઈ છે. ૧૫ ઓક્ટોબર રવિવારથી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. 9 દિવસ બાકી રહ્યા છે. જો કે ખેલૈયાઓમાં અત્યારથી જ થનગનાટ જોવા મળી રહ્યો છે અને ખરીદીમાં વ્યસ્ત છે. એટલે જેને લઈને ખેલૈયા અને ગરબા આયોજકો દ્વારા તૈયારીઓ શરુ કરી દેવામા આવી છે. ત્યારે અમદાવાદ પોલીસ દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામા આવી છે. આ વર્ષે શહેરમાં 50 પાર્ટી પ્લોટ-ક્લબમાં ગરબાનું આયોજન કરવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.

પોલીસ ગાઈડલાઈન

અમદાવાદ પોલીસ કમિશનર દ્ધારા ગરબા આયોજકો માટે 12 નિયમોનું પાલન ફરજિયાત જાહેર કરવામાં આવ્યુ છે. જેમાં ખેલૈયાઓ માટે આયોજકોએ ફરજીયાત વીમા પોલિસી, ફાયરસેફ્ટી, CCTV અને પાર્કિગની વ્યવસ્થા સહિતની બાબતો ફરજિયાત કરવામાં આવી છે. આ સાથે જો કોઈ પોલીસ કમિશનરના પરિપત્રનો ભંગ કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહિ કરાવાનો આદેશ પણ જણાવાવામા આવ્યું છે. તમામ ગરબા આયોજકોને આ ગાઈડલાઈનનું પાલન કરવા માટેનો સુચન કર્યો છે.

નવરાત્રિના આયોજન માટે પોલીસ મંજૂરી ફરજીયાત લેવી, ગરબા આયોજકોએ આધારકાર્ડ વગેરે ડોક્યુમેન્ટ અને સર્ટિફિકેટ ફરજિયાત રજૂ કરવાના રહેશે, જગ્યા માલિકનું સંમતિપત્રક અથવા ભાડાનો કરાર જરુરી, સિક્યુરિટી ગાર્ડ અને સ્વયંસેવકો રાખવા અને મહિલા-પુરૂષ સિક્યોરિટી ગાર્ડની સંખ્યાની વિગતો, ફાયર સેફ્ટિનું અમદાવાદ કોર્પોરેશનનું પ્રમાણપત્ર, સરકારી માન્યતા પ્રાપ્ત વાયરમેનનું સંમતિપત્રક હોવુ જોઇએ, ગરબા સ્થળે જનરેટરની વ્યવસ્થા અંગેની વિગતો હોવી ફરજીયાત, ગરબાના સ્થળે CCTV રાખવા તેમજ ક્યાં અને કેટલા CCTV લગાવાયા છે તેની વિગતો રાખવી જેથી જરુર પડે પોલીસ તેને મેળવી શકે, લાઉડ સ્પીકર મર્યાદામાં જ વગાડવા , 12 વાગ્યા પછી લાઉડ સ્પીકર વગાડવાની મંજૂરી નહીં. તેમજ સાઉન્ડ સિસ્ટમના વ્યક્તિનું નામ-સરનામુ પુરાવા પણ રાખવા, ગરબા પરફોર્મ કરનારા આર્ટિસ્ટનું સંમતિપત્રક હોવુ જોઇએ, ખેલૈયાઓ પાસે વીમા પોલિસીની વિગતો ફરજીયાત લેવી, ગરબા સ્થળે ટ્રાફિકજામ ન થાયે તે પ્રમાણે વ્યવસ્થા કરવી અને પાર્કિગની વ્યવસ્થાની વિગતો રાખવી

નવરાત્રી માટે બનશે નવો નિયમનો આધાર નો એન્ટ્રી

સમ્રહ ગુજરાતમાં નવરાત્રીના દાંડીયા- રાસ-ગરબાનાં મોટા પાયે આયોજનો થયાં છે. ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં આ વખતે પાર્ટી પ્લોટ પણ નવરાત્રી મહોત્સવ માટે બૂક થઇ ગયાં છે. પરંતુ નવરાત્રીના રાસ -ગરબામાં ખેલૈયાઓને આધાર કાર્ડ લઈ એન્ટ્રી આપવા માંગણી સ્થાનિક સંસ્થાઓએ કરી છે.

રાજ્યમાં અલગ-અલગ સમાજના આગેવાનોએ પોલીસ કમિશનરોને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે, અર્વાચીન રાસોત્સવમાં જે ખેલૈયાઓ આવે તેના આધારકાર્ડ અને આઈ કાર્ડ લઈને જ પાસ ઇસ્યુ કરવામાં આવે. અત્યાર સુધી માત્ર નંબર આપીને પાસ ઇસ્યુ કરવામાં આવતા કરવામાં આવતા હતા. પરંતુ હવે પૂરેપૂરું નામ લખવામાં આવે જેથી સાથે રમતા ખેલૈયાઓને ખબર પડે કે તેઓ કોની સાથે રમે છે. તેવી માંગ કરવામાં આવી હતી. આ ઉપરાંત પોલીસ કમિશ્નર જાહેરનામું પ્રસિદ્ધ ન કરે તો આયોજકોએ પોતે આ રીતે આયોજન કરવું જોઈએ તેમ જણાવ્યું હતું.
કરણી સેનાએ પણ મહિલાઓને સુરક્ષાને ધ્યાનમાં રાખીને ગરબા આયોજકો દ્વારા ગરબા રમવા આવતા લોકોના આધાર કાર્ડ લઈને પાસ ઇસ્યુ કરવાની માંગણી કરી છે.