લગ્ન બાદ પીડિતાને કહ્યુંઃ ”જેટલી વધુ હિંદુ છોકરીઓ લાવીશું એટલા મને વધુ રુપયા મળશે અને અમારા ધર્મનો પ્રચાર વધુ થશે”
સુરતમાં લવ જેહાદનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જેમાં વિધર્મી યુવક દ્વારા હિન્દુ છોકરી સાથે લગ્ન કરવા માટે તગડી રકમ ચૂકવવામાં આવતી હોવાનો ખુલાસો થયો છે. વર્ષ 2018માં વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી સુરતની સગીરાને પ્રેમજાળમાં ફસાવ્યા બાદ ભગાડી જઈ લગ્ન કર્યા હતા. યુવક સગીરાને પહેલા દિલ્હી લઈ ગયો અને ત્યારબાદ યુપી લઈ ગયો હતો. ત્યારબાદ સગીરાને બળજબરી પૂર્વક મુસ્લિમ ધર્મ અપનાવા મજબૂર કરી હતી. આ અંગેની જાણ પોલીસને થતા પાંડેસરા પોલીસે વિધર્મી યુવકની અટકાયત કરી છે. યુવકે કહ્યું કે અમારા ધર્મમાં આવુ કરવા માટે એટલે કે જેટલી હિન્દુ છોકરીઓ અમે લાવીશું એટલા મને વધારે રૂપિયા મળતા હોવાનું જણાવ્યું હતું.
સુરત શહેરમાં લવ જેહાદનો કિસ્સો સામે આવતા ચકચાર મચી જવા પામી છે. એક યુવતીએ પાંડેસરા પોલીસ મથકમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધાવી છે.યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2018માં રીઝવાન ગફાર શાહ નામનો ઇસમ ઓટો રીક્ષામાં તેને લેવા મુકવા માટે આવતો હતો.
વિધર્મી યુવકે હિન્દુ નામ ધારણ કરી યુવતીના પરિચયમાં આવ્યો હતો. રિઝવાન ગફારે હિન્દુ કરણ નામ ધારણ કરી સગીરાને ફસાવી હતી. બંને ભાગીને લગ્ન કરી દિલ્હી ખાતે જઈને રહેતા હતા. સગીરાએ એક વર્ષ બાદ પુત્રીને જન્મ આપતા વિધર્મી રિઝવાને પોતાની અસલ ઓળખનું પોત પ્રકાશયું હતું.
યુવતીએ નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, વર્ષ 2018માં રિઝવાન ગફાર શાહ નામનો યુવક ઓટો રીક્ષામાં તેને લેવા મુકવા માટે આવતો હતો. આ દરમિયાન તેણે પોતાનું નામ કરણ હોવાનું જણાવ્યું હતું. બાદમાં તેની સાથે મિત્રતા કરી હતી અને દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહીં દિલ્હી લઈ જઈ ધર્મ પરિવર્તન પણ કરાવ્યું હતું. આ સમગ્ર બનાવમાં પોલીસે યુવતીની ફરિયાદના આધારે વિધર્મી આરોપી રિઝવાન ગફાર શાહની અટકાયત કરી છે અને હાલ તપાસ શરૂ કરી છે. જેમાં આરોપીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે. લવ જેહાદને અંગે એક સુનિયોજિત કાવતરું ચાલ્યું હોવાની પોલીસને શંકા છે.
આ બનાવ અંગે એસીપી એમ. ડી.ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, પાંડેસરા વિસ્તારમાં એક યુવતી કારખાનામાં કામ કરતી હતી. તે સમયે આરોપી રીક્ષા લઈને તેને લેવા મુકવા જતો હતો. આ દરમિયાન આરોપીએ પોતાનું નામ કરણ તરીકે જણાવ્યું હતું અને બાદમાં યુવતી સાથે મિત્રતા કર્યા બાદ યુવતી સાથે લગ્ન કર્યા હતા. બાદમાં તે પોતાની સાથે યુવતીને ભગાડીને દિલ્હી લઇ ગયો હતો. જયારે વર્ષ 2018માં આરોપીએ યુવતી સાથે લગ્ન કર્યા હતા. ત્યારે યુવતીની ઊંમર 17 વર્ષની હતી. તેમ છતાં સગીર વયની ઊંમરે તેની સાથે લગ્ન કર્યા હતા તેમજ તેણે પોતાનું અસલ નામ છુપાવ્યું હતું.
લગ્ન કર્યા પછી યુવક યુવતીને ભગાડી દિલ્હી લઈ ગયો હતો. દિલ્હી લઈ ગયા પછી તે દીકરીને કહે છે કે હું કરણ નથી, મારું નામ તો રિઝવાન છે. એ સમયે દીકરીના ગર્ભમાં બાળક હતું, આથી તેણે બાળકનું વિચારી ત્યાં ચૂપચાપ તેની સાથે રહેતી. બાદમાં રિઝવાને દીકરીને કહી દીધું કે અમે કોઈ મૂર્તિ પૂજામાં માનતા નથી અને તારે પણ કોઈ પૂજા કરવાની નથી. તારે મારી સાથે રહેવા માટે મુસ્લિમ ધર્મ અંગિકાર કરવો પડશે. બાદમાં તેણે દીકરીનું બળજબરીપૂર્વક ધર્મપરિવર્તન કરાવી મુસ્લિમ ધર્મ અંગિકાર કરાવ્યો. બાદમાં રિઝવાન દીકરીને પોતાના વતન ઉત્તરપ્રદેશ લઈ ગયો. યુવતીએ એક દીકરીને જન્મ આપતા છોકરો જોઈતો હતો તેમ કહી માર મારવામાં આવ્યો હતો. ઉત્તરપ્રદેશ લઈ ગયા ત્યારે તેને બુરખો પહેરાવી ઘરમાંથી બહાર નીકળવા પર મનાઈ ફરમાવી દીધી.
આ દરમિયાન યુવતીએ બીજા સંતાનને જન્મ આપ્યો હતો. આ દરમ્યાન યુવતીને જાણ થઇ કે આરોપી અન્ય એક હિંદુ યુવતી સાથે લગ્ન કરનાર છે. ત્યારે યુવતીએ આ અંગે તેને વાત કરી હતી તો આરોપીએ યુવતીને જણાવ્યું હતું કે, અમારા ધર્મમાં જેટલી પણ હિંદુ છોકરીઓને લાવીશું તેમ મને વધુ પૈસા મળશે મને હાલમાં પૈસાની વધારે જરૂર છે. જેટલી વધુ હિંદુ છોકરીઓ લાવીશું તેટલો અમારા ધર્મનો પ્રચાર વધુ થશે. આ વાત સાંભળી યુવતીને લાગી આવ્યું હતું અને યુવતીએ સગા વ્હાલાને વાત કરીને પાંડેસરા પોલીસ મથકે પહોચી હતી. હાલ આ સમગ્ર મામલે પાંડેસરા પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે અને આ મામલે તપાસનો ધમધમાટ શરુ કરવામાં આવ્યો છે.
આ મામલે યુવતીની ફરિયાદ લઈને તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીને હાલમાં અટકાયત કરી લેવામાં આવ્યો છે. વધુમાં જણાવ્યું હતું કે લવ જેહાદની આ ઘટનામાં કોણ કોણ સંકળાયેલું છે તે મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આરોપી અન્ય પણ એક હિંદુ યુવતીના સંર્પકમાં હોવાનું હાલ જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા હાલ આ સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે.