મધ્યપ્રદેશ સરકારનો મોટો નિર્ણય : સરકારી નોકરીઓમાં મહિલાઓને મળશે 35 ટકા અનામત

shivrajsingh

શિવરાજ સરકારની આ જાહેરાત બાદ સામાન્ય વહિવટ વિભાગે નોટિફિકેશન બહાર પાડ્યું
મધ્યપ્રદેશમાં આવી રહી છે વિધાનસભાની ચૂંટણી, ચૂંટણી પહેલા મહિલાઓને આપી ભેટ

મધ્યપ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીને હવે ત્રણ મહિનાથી પણ ઓછો સમય બાકી છે. રાજ્યની ભાજપ સરકાર મહિલાઓ માટે વિવિધ જાહેરાતો કરી રહી છે ત્યારે કોંગ્રેસ પણ તેના ઢંઢેરામાં મહિલાઓને મહત્ત્વનું સ્થાન આપી રહી છે. બંને પાર્ટીઓ દ્વારા મહિલાઓને સુવિધા આપવા પર જોર આપવામાં આવી રહ્યું છે એનું મુખ્ય કારણ એ છે કે રાજ્યમાં 2.6 કરોડથી વધુ મહિલા વોટર છે. અને આ વોટ બેંક મેળવવા રાજકીય પક્ષો એટીચોટીનું જોર લગાવી રહ્યા છે.

મધ્યપ્રદેશમાં જેમ જેમ વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ શિવરાજ સરકાર ઘણા મોટા નિર્ણયો લઈ રહી છે. આ દરમિયાન રાજ્ય સરકારે મહિલાઓને લઈને મોટી જાહેરાત કરી છે. જે અંતર્ગત હવે મહિલાઓને સરકારી નોકરીઓમાં અનામત આપવામાં આવશે. તમામ કેટેગરીની મહિલાઓને સમાન રીતે તેનો લાભ મળશે. મધ્યપ્રદેશ સરકારે સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 35 ટકા અનામતની જાહેરાત કરી છે. એમપીના મુખ્યમંત્રી શિવરાજ ચૌહાણે આ વર્ષે રક્ષાબંધન દરમિયાન જાહેરાત કરી હતી કે રાજ્યમાં સરકારી નોકરીઓ માટેની તમામ સીધી ભરતીમાં મહિલાઓને 35 ટકા અનામત મળશે. હવે સામાન્ય વહીવટ વિભાગે આ સંદર્ભે એક જાહેરનામું બહાર પાડ્યું છે.

મધ્યપ્રદેશમાં સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે 35% અનામત રહેશે. શિવરાજસિંહની જાહેરાત બાદ સામાન્ય વહીવટ વિભાગે એક નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ નિર્ણય બાદ હવે મહિલાઓને સીધી ભરતીમાં 35 ટકા અનામત મળશે. મળતી માહિતી મુજબ વન વિભાગ સિવાય તમામ વિભાગોમાં 35 ટકા અનામતની ફોર્મ્યુલા લાગુ થશે. વિભાગે કહ્યું કે તેનું વિશ્લેષણ કરીને અમલ કરવામાં આવશે. જેથી તમામ વર્ગની મહિલાઓ તેનો લાભ લઈ શકે. મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. મુખ્યમંત્રીના આદેશ બાદ સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે.જો કે રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પણ યોજાવાની છે. આવી સ્થિતિમાં ચૂંટણી નજીક હોવાથી આ નિર્ણયને રાજકારણ સાથે પણ જોડવામાં આવી રહ્યો છે.

મળતી માહિતી મુજબ રાજ્યમાં લાડલી બહેન યોજના હેઠળ અનામત ક્વોટા શરૂ કરવામાં આવ્યો છે. લાડલી બહેન યોજના આ વર્ષે જૂનમાં સીએમ ચૌહાણ દ્વારા શરૂ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, આ યોજના હેઠળ મધ્યમ વર્ગની મહિલાઓને દર મહિને 1000 રૂપિયા મળશે. તમામ જાતિની મહિલાઓ આ યોજના માટે પાત્ર છે. આ યોજના માટે 3628.85 કરોડ રૂપિયાની રકમ અલગ રાખવામાં આવી છે.યોજનાનો લાભ 23-60 વર્ષની વય જૂથની મહિલાઓ કે જેમની કુટુંબની વાર્ષિક આવક વાર્ષિક રૂ. 2.5 લાખથી ઓછી છે તેમને દર મહિને રૂ. 1,000 મળશે. અગાઉ, લાડલી બહેન યોજના હેઠળ, એમપીના મુખ્યમંત્રીએ પણ કહ્યું હતું કે આ મહિનાથી, 1.25 કરોડ મહિલાઓને 1250 રૂપિયા મળશે. રાજ્યમાં મહિલાઓની આર્થિક અને સામાજિક સ્થિતિને ઉન્નત કરવાના ઉદ્દેશ્ય સાથે આ રકમ ધીમે ધીમે વધારીને રૂ. 3000 પ્રતિ માસ કરવામાં આવશે.

મધ્યપ્રદેશમાં સિવિલ સેવા નિયમ 1997ને સંશોધિત કરવામાં આવ્યો છે. વન વિભાગને છોડીને તમામ વિભાગોમાં 35 ટકા મહિલાઓ માટે અનામતની ફોર્મ્યુલા લાગુ થશે. મહિલાઓ સશક્ત અને આત્મનિર્ભર બને તે દિશામાં મધ્યપ્રદેશની સરકારનું આ મહત્વનું પગલુ ગણાઇ રહ્યું છે. આ માટે મધ્યપ્રદેશ સિવિલ સર્વિસીસ (મહિલાઓની નિમણૂક માટે વિશેષ જોગવાઈઓ) નિયમો 1997માં સુધારો કરવામાં આવ્યો છે. વન વિભાગ સિવાયના તમામ વિભાગોમાં 35% અનામતની ફોર્મ્યુલા લાગુ કરવામાં આવશે.મહિલાઓને સશક્ત અને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ સરકારનું વધુ એક મોટું પગલું માનવામાં આવી રહ્યું છે. મુખ્યમંત્રીના આદેશ બાદ સરકારી નોકરીઓમાં મહિલાઓ માટે ક્વોટા નક્કી કરવામાં આવ્યો છે.