દિલ્લી શરાબ કૌભાંડ મામલે રાઉઝ એવેન્યૂ કોર્ટે AAP સાંસદ સંજય સિંહના 5 દિવસના રિમાન્ડ મંજૂર

sanjay-singh

દિલ્હીના ભાજપ કાર્યાલય સામે આપનું વિરોધ પ્રદર્શન

આજે મુંબઈમાં પણ આપના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતુ

આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજયસિંહ દિલ્હીની લીકર પોલીસી મેકિંગમાં સંજયસિંહનું નામ ખુલ્યું છે. આ મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (ED) એ ગઈકાલે લાંબી પૂછપરછ બાદ આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ સંજય સિંહની ધરપકડ કરી હતી. આજે ઈડીએ સંજય સિંહને રાઉઝ એવેન્યૂ કોર્ટમાં હાજર કર્યો હતો. જેમાં કોર્ટે આપ સાંસદ સંજય સિંહના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. તે 10 ઓક્ટોબર સુધી EDની કસ્ટડીમાં રહેશે. સંજય સિંહની ધરપકડ બાદ આ મામલે અત્યાર સુધીમાં 14 લોકોને હિરાસતમાં લેવામાં આવ્યા છે. સંજય સિંહની ગિરફ્તારીને લઈને આજે મુંબઈમાં પણ આપના કાર્યકર્તાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતુ. મુંબઈ પોલિસે પ્રદર્શન કરતા આપ કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

તપાસ એજન્સી સાથે જોડાયેલા એક સુત્રમાંથી આ અંગેની વિગત મળી આવી હતી. નવા કેટલાક પુરાવાઓ સામે આવ્યા બાદ તપાસ એજન્સીએ સીબીઆઈને પત્ર લખીને કેટલીક જાણકારી આપી હતી. તપાસ એજન્સી ઈડીના રીપોર્ટ અનુસાર આ કેસમાં દિનેશ અરોડા સિવાય અન્ય કેટલાક લોકો પણ સામેલ છે. જેની વાતચીતમાંથી સંજયસિંહનું નામ સામે આવ્યું છે. દિલ્હીમાં લીકર પોલીસી કૌભાંડમાં આમ આદમી પાર્ટીના અન્ય એક મોટા નેતા સંજય સિંહની ધરપકડ બાદ દિલ્હીમાં રાજકીય હોબાળા થઈ રહ્યા છે.

આમ આદમી પાર્ટીના નેતા સંજય સિંહ દિલ્હીની આબકારી નીતિ ઘડવામાં સામેલ હતા. આમાં તેને કમિશન તરીકે મોટી રકમ મળી હતી. EDના સૂત્રો પાસેથી આ માહિતી મળી છે. લગભગ સાડા 10 કલાકની પૂછપરછ બાદ ગઈ કાલે ED દ્વારા સંજય સિંહની ધરપકડ કરવામાં આવી હતી. EDએ એમના ઘરે દરોડા પાડ્યા હતા. આ કેસને લઈને આમ આદમી પાર્ટીએ દિલ્હીમાં ભાજપ કાર્યાલયની સામે એક વિરોધ પ્રદર્શન પણ કર્યું છે.

ગુરૂવારે સંજય સિંહને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે સાંસદ સંજય સિંહના પાંચ દિવસના રિમાન્ડ EDને આપ્યા છે. દિલ્હી ઉપરાંત મુંબઈ અને પુણેમાં પણ AAP કાર્યકર્તાઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું, “આ લોકો બધા ખોટા કેસ દાખલ કરી રહ્યા છે. તેઓએ આટલા બધા કેસ દાખલ કર્યા છે, આટલી તપાસ કરી છે પરંતુ કંઈ બહાર આવતું નથી. તપાસની આ રમતમાં દરેકનો સમય વેડફાય છે.” સંજય સિંહ તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ મોહિત માથુરે કહ્યું કે, આ કેસમાં તપાસ ચાલુ છે અને ક્યારેય સમાપ્ત થશે નહીં. દિનેશ અરોરા, જે મુખ્ય સાક્ષી છે, તેમને એજન્સીઓ દ્વારા પહેલા આરોપી બનાવવામાં આવ્યા હતા અને બાદમાં તેઓ આ કેસમાં સરકારી સાક્ષી બની ગયા છે. ED વતી વિશેષ સરકારી વકીલ નવીન કુમાર મટ્ટાએ કોર્ટમાં કેસ રજૂ કર્યો હતો. EDએ દારૂ કૌભાંડ કેસમાં AAP નેતા સંજય સિંહના 10 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી.