અંબાજીમાં પ્રસાદ બનાવવા માટેનો કોન્ટ્રાક્ટ અક્ષયપાત્ર એજન્સીને અપાયો, મોહિની કેટરર્સને બ્લેકલિસ્ટ કરવામાં આવી

ambaji

મોહનથાળ માટે ઘી સપ્લાય કરનાર અમદાવાદનાં માધુપુરા સ્થિત નિલકંઠ ટેડર્સના તમામ ગોડાઉન સીલ

અંબાજીમાં બનતાં પ્રસાદ મોહનથાળમાં વપરાતા ઘી ભેળસેળયુક્ત હોવાનું સામે આવતાં રાજ્ય સરકાર દ્વારા મોહાની કેટરર્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે. અંબાજી મંદિરમાં પ્રસાદ બનાવતા મોહાની કેટરર્સને બ્લેક લીસ્ટ કરી દેવામાં આવી છે. આ ઉપરાંત સાબરડેરી દ્વારા મોહાની કેટરર્સ સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. મોહાની કેટરર્સ દ્વારા અમદાવાદમાં માધપુરા સ્થિત નીલકંઠ ટેડર્સ પાસેથી ઘી ખરીદી કરવામાં આવ્યુ હતુ. જેથી નીલકંઠ ટેડર્સના તમામ ગોડાઉન પણ રાજ્ય સરકાર દ્વારા સીલ કરવામાં આવ્યા છે. નીલકંઠ ટેડર્સ દ્વારા અમુલના નામે ભેળસેળવાળુ ઘી વેચાણ કરવા બદલ તેની સામે પણ તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં પ્રસાદ બનાવવા માટે હવે અક્ષયપાત્ર એજન્સીને કોન્ટ્રાકટ અપાયો છે.

આ અંગે ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ જણાવ્યુ કે, અંબાજી મંદિરમાં 25 ઓગ્સ્ટના દિવસે ફૂડ એન્ડ ડગ્સ વિભાગ દ્વારા મોહનથાળમાં વપરાતા ઘીના નમૂના લેવામાં આવ્યા હતા. ત્યાર બાદ નમૂના ફેઇલ આવતાં 28 ઓગસ્ટના દિવસે 15 લીટરના કુલ 180 ઘીના ડબ્બા સીલ કરવામાં આવ્યા હતા. . એજન્સી સામે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘી સપ્લાય કરનાર નિલકંઠ ટેડર્સ સામે કાર્યવાહી હાથ ધરીને તમામ ગોડાઉન સીલ કરવામાં આવ્યા છે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે, L1માં મોહિની કેટરર્સ હોવાથી 12 મહિનાનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.

મોહાની કેટરર્સને બ્લેક લીસ્ટ કર્યા બાદ હાલ હવે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મોહનથાળ પ્રસાદ તૈયાર કરવામાં આવી રહ્યો છે. મોહનથાળ પ્રસાદમાં બનાસ ડેરી કે સાબરડેરીના ઘીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. હાલમાં પ્રસાદ બનાવવા માટે હવે અક્ષયપાત્ર એજન્સીને કોન્ટ્રાકટ અપાયો છે. જેમાં અક્ષયપાત્ર હવે અંબાજીમાં મોહનથાળ બનાવશે.

મોહિની કેટરર્સના સંચાલક પ્રમાણે અમૂલના લોગોવાળું ઘી અમદાવાદથી લાવવામાં આવ્યું હતું. ઘી શંકાસ્પદ લાગતા તેનો ઉપયોગ નહોતો કરાયો અને બાદમાં બનાસ ડેરીમાંથી ઘી લવાયું હતું. સંચાલકે તો દાવો કર્યો હતો કે તેમની સાથે છેતરપિંડી થઈ છે કેમ કે તેમને જ નકલી ઘી પધરાવી દેવામાં આવ્યું હતું. તો આ અંગે ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ વિભાગના કમિશ્નર ડૉ. હેમંત કોશિયાના જણાવ્યા પ્રમાણે મોહિની કેટરર્સે જ સસ્તાની લ્હાયમાં ભેળસેળિયું ઘી લીધું હતું.