ઘાટલોડિયાની કેલોરેકસ સ્કૂલનો વીડિયો વાયરલ, વિવાદ વધતા આખરે સ્કૂલ દ્વારા માફી માગવામાં આવી
એબીવીપી દ્વારા સ્કૂલના પ્રિન્સીપાલને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી
અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમા આવેલા કેલોરેક્સ નામની સ્કૂલમાં વિદ્યાર્થીઓ પાસે નમાઝ અદા કરાવવામાં આવી હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતા વીએચપી અને બજરંગ દળ દ્વારા સ્કૂલ ખાતે વિરોધ કરવામાં આવતા વિવાદ વકર્યો હતો. વિવાદ વધતા આખરે સ્કૂલ દ્વારા માફી માગવામાં આવી હતી. આ વિવાદના મામલે શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે અમદાવાદની ઘટનાને લઈ રિપોર્ટ મંગાવ્યો છે. શિક્ષણ મંત્રીએ શાળામાં શિક્ષણના કાર્ય પર ભાર મુકવા સૂચના આપી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, અમદાવાદના ઘાટલોડિયાની કેલોરેક્સ સ્કૂલમાં એક કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને નમાઝ પઢવાનું શીખવવામાં આવતું હતું. જે અંગે વીડિયો સામે આવ્યા બાદ વીએચપીના આગેવાનો સ્કૂલે પહોંચ્યા હતા અને સ્કૂલ પ્રશાસન વિરુદ્ધ વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જે દરમિયાન શિક્ષક સાથે મારામારી પણ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છેકે, ઇદના દિવસે નમાઝ અદા કરાવવામાં આવી હતી અને તેનો વીડિયો સ્કૂલે પહેલા પોતાના સોશિયલ મીડિયા પેજ પર ચડાવ્યો હતો બાદમાં ઉતારી લીધો હતો. જોકે એ સમયગાળા દરમિયાન આ વીડિયો વાયરલ થઇ ગયો હતો. જેને લઇને આજે સ્કૂલમાં હિન્દુ સંગઠનો વિરોધ કરવા પહોંચ્યા હતા. વિવાદને વકરતો જોઇને સ્કૂલ દ્વારા માફી માગવામાં આવી હતી. બીજી તરફ એબીવીપી દ્વારા સ્કૂલના પ્રિન્સીપાલને સસ્પેન્ડ કરવામાં આવે તેવી માગ કરવામાં આવી છે. વીએચપીના આગેવાનો દ્વારા સ્કૂલ સામે પગલા લેવામાં આવે તેવી રજૂઆત કરવામાં આવી છે. જિલ્લા શિક્ષણ અધિકારીએ કેલોરેક્સ સ્કૂલને નોટિસ ફટકારી છે અને નમાઝ પઢાવવા બાબતે તત્કાલ સ્વરૂપે જવાબ રજૂ કરવા નિર્દેશ કરવામાં આવ્યા છે.
DEOએ કેલેરોક્સ સ્કૂલ પાસે ખુલાસો માંગતા કહ્યું કે, ધાર્મિક લાગણીને ઠેસ પહોંચાડતા હોઈ તેવું જોવા મળી રહ્યું છે. તેમજ આ કારણે બાળકના માનસ પર વિપરત અસર પડી શકે છે.આ સાથે જ આજે સાંજે 5 વાગ્યા સુધીમાં DEO ને રિપોર્ટ સોંપવા માટે તાકીદ કરવામાં આવ્યા છે. શિક્ષણ મંત્રીએ ડિઈઓ ને રીપોર્ટ સોંપવા આપી તાકીદ કર્યા છે. આ અંગેની માહિતી અનુસાર, અમદાવાદમાં શાળાની અંદર એક કાર્યક્રમ દરમિયાન નાના બાળકોને નમાઝ પઢાવાનું શિખવડા હોય તેવો વીડિયો વાયરલ થયો હતો જે પછી VHPના આગેવાનો શાળાએ પહોંચ્યા હતા. તેમજ શાળામાં વિરોધ વ્યક્ત કર્યો હતો. જેના પર શાળા પ્રશાસન સામે વિરોધ વ્યક્ત કર્યો છે. એટલું જ નહીં ઈદના દિવસે આ સ્કૂલમા નમાઝ અદા કરવામાં આવી હોવાની વિગતો સામે આવી રહી છે. એટલું જ નહીં શાળાએ પોતાના સોશિયલ મીડિયા પેજ પર સ્કૂલે વિડિયો મૂક્યો હતો ત્યારબાદ ઉતારી લીધો હોવની પણ માહિતી સામે આવી રહી છે. આ અંગે વિવાદ વધતાં વાલી શાળામાં VHPના આગેવાનોએ વિરોધ કરતાં કહ્યું કે, શાળાએ શિક્ષણનું ધામ છે, આવી પ્રવૃત્તિ ન થવી જોઇએ. શિક્ષણ વિભાગ આ સ્કૂલ સામે પગલાં લેવા માટે રજુઆત કરી છે.
આ અંગે શાળા પ્રશાસને માફી માંગી હતી અને કહ્યું હતું કે, 29 સપ્ટેમ્બરના ઈદના દિવસે કાર્યક્રમમાં એક વિદ્યાર્થી નમાઝ પડવાની પદ્ધતિ બતાવી રહ્યો હતો, જેના અંગે વિવિધ હિન્દુ સંગઠનોએ ધ્યાન દોરતા અમને ભૂલ જણાઈ છે, જેથી અમે માફી માંગી રહ્યા છે અને ભવિષ્યમાં આવી ભૂલ નહીં થાય તેની કાળજી રાખવામાં આવશે. તેમજ તમામ વાલીઓની પણ માફી માંગી હતી. જોકે આ મામલે કલોરેક્સ સ્કૂલમાં નમાઝ અદા કરાવનાર શિક્ષકને ABVP કાર્યકરોએ માર માર્યો છે. તેમજ આચાર્યએ ઘટના બદલ માફી માંગી હોવા છતાં માર મારવામાં આવ્યો છે. ઈદ ના દિવસે શિક્ષકે મુસ્લિમ વિદ્યાર્થી સાથે અન્ય વિદ્યાર્થીઓને નમાઝ અદા કરતા શીખવ્યું હતું.