પથ્થરમારાના વીડિયો જોવા માટે નીચે સ્ક્રોલ કરો. ⬇️
પથ્થરમારાના વીડિયો સામે આવ્યા, પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી ઈસમોને પકડવાની કવાયત હાથ ધરી
મોઢા પર રૂમાલ બાંધી પથ્થર ફેંકનારા 20થી 25 વિધર્મી યુવક સામે પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી કરી
નર્મદા જિલ્લામાં કુઇદા ગામથી સેલંબા સુધી બજરંગ દળ દ્વારા શૌર્ય જાગરણ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રા સમગ્ર નર્મદા જિલ્લામાં ફરવાની હતી. સેલંબા ખાતે પહોંચતાં જ વિધર્મીઓ દ્વારા યાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો સાથે આગચંપીનો પણ બનાવ બનવા પામ્યો હતો. ટીયર ગેસના સેલ છોડી નર્મદા પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો. જિલ્લાના પોલીસ વડા તથા જિલ્લાની તમામ બ્રાંચોની પોલીસે સેલંબામાં હાજર રહી પરિસ્થિતી છેલ્લા બે કલાકથી સંપુર્ણ કાબૂમાં છે. ઘટનાને લઈ પોલીસની ફ્લેગ માર્ચ ચાલુ છે. શોર્યયાત્રા ફરીથી શાંતિપૂર્ણ રીતે પસાર થઇ ગઈ. બનેલા બનાવ બાબતે સંડોવાયેલ ઇસમોને રાઉન્ડ અપ કરવાની તથા કાયદેસરની કાર્યવાહી કરવા અંગે ગુના દાખલ કરવાની તજવીજ ચાલુ છે. ઘટનાને પગલે નર્મદા જિલ્લાની Dy.SP, LCB અને SOGની પોલીસ ટીમો પણ સેલંબા ખાતે ઉતારી દેવામાં આવી છે.
જ્યારે બીજી બાજુ વડોદરામાં પણ કોમી છમકલું થયાની ઘટના સામે આવી હતી. સાવલીના મંજુસર ગામમાં વાઘેલા ફળિયા વિસ્તારમાંથી વિસર્જન યાત્રા નીકળી હતી. વિસર્જન યાત્રા દરમિયાન કોમી છમકલું થયું હતું. આ વિસર્જન યાત્રા પર વિધર્મી યુવકોએ મોઢે રૂમાલ બાંધીને ધાબા પરથી પથ્થર ફેંક્યા હતાં. વિસર્જન યાત્રા પર પથ્થરમારો થતા નાસભાગ મચી ગઈ હતી. જેનો વીડિયો દૂરથી કેટલાક લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કરી લીધો હતો. જે હવે સામે આવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાને પગલે પોલીસના ઉચ્ચ અધિકારી સહીતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તેમણે પરિસ્થિતિ પર કાબુ મેળવી ડીજે બંધ કરાવી વિસર્જન યાત્રા આગળ વધારી હતી.
પથ્થરમારાના વીડિયો સામે આવ્યા છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, વિધર્મી યુવકો તેમના મોઢા પર રૂમાલ બાંધીને ધાબા પરથી નીચે વિસર્જન યાત્રા પર પથ્થરમારો કરી રહ્યા છે. આ પછી પોલીસે કોમી વૈમનસ્ય ફેલાવવાનાર 20થી25 લોકોનાં ટોળા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ મંજુસર પોલીસે ઘટના સ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દીધો છે. જોકે ઘટના ના પગલે મંજુસર ગામે અચંપાભરી પરિસ્થિતિ છે.