, પોલીસ ઘટના સ્થળે તપાસમાં જતા આરોપીઓ ડ્રગ્સ છોડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા
ગુજરાતના દરિયા કિનારાનો ઉપયોગ ડ્રગ્સની હેરાફેરી માટે થઈ રહ્યો છે. અનેક વખત કચ્છમાંથી ડ્રગ્સ ઝડપાયું હોવાના બનાવો સામે આવ્યાં છે. ત્યારે ગુજરાત પોલીસના ઈતિહાસમાં રેકોર્ડ બ્રેક ડ્રગ્સ ઝડપાયું છે. કચ્છના ગાંધીધામમાંથી 8૦૦ કરોડની કિંમતનું ૮૦ કિલોથી વધુ ડ્રગ્સ પકડાયું હોવાનો પ્રાથમિક અંદાજ છે. ગાંધીધામમાં સ્થાનિક પોલીસે ઓપરેશન હાથ ધરતાં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ થયો છે.પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. એફએસએલના પ્રાથમિક રિપોર્ટમાં પણ કોકીનનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે.
મળતી વિગતો અનુસાર કચ્છ જિલ્લાના ગાંધીધામ પોલીસ દ્વારા 80 કિલોથી વધુ ડ્રગ્સ ઝડપે પાડ્યું છે. જેમને આંતરરાષ્ટ્રીય બજારમાં 500 કરોડથી પણ વધુની કિંમત થતી હોવાનું સામે આવ્યો છે. પોલીસને ગુપ્ત માહિતીના આધારે સાથે જ પોલીસ એક્શનમાં આવી ગઈ હતી, પોલીસ ઘટના સ્થળે તપાસમાં જતા આરોપીઓ ડ્રગ્સ છોડીને ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. બનાવના પગલે અન્ય તમામ એજન્સીઓ આ કેસની તપાસમાં વધુ તપાસ કરવા જોડાઈ છે અને આવનારા કલાકોમાં જ મોટા માથાઓના નામો બહાર આવે તેવી પૂરી શક્યતા છે. કચ્છના તમામ ઊચ્ચ અધિકારીઓ હાલ ગાંધીધામમાં ઉપસ્થિત થઈ ગયા છે.
કચ્છ સહિતના સૌરાષ્ટ્રના દરિયા કિનારે છેલ્લા કેટલાય સમયથી મોટી માત્રામાં ડ્રગ્સ મળી આવવાની સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. અગાઉ પણ સ્ટેટ IB, NIU, BSF અને પોલીસ દ્વારા જખૌ નજીક સરસના પેકેટ મળી આવ્યા હતા. તેમજ જખૌ નજીકથી છેલ્લા બે દિવસમાં જ 50 થી વધુ ચરસના પેકેટ જાત કરાયા હતા. પરંતુ આ ચરસના પેકેટો ક્યાંથી આવે અને કઈ રીતે આવે છે તે હજુ સુધી જાણી શકાયુ નથી.