મારા નામે હજુ ઘર નથી, પરંતુ મેં દેશની મહિલાઓના નામે ઘર બનાવી આપ્યા
પીએમ 2 દિવસ ગુજરાતના પ્રવાસે છે. આજે બુધવારે સાયન્સ સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાતની સફળતાના 20 વર્ષની ઉજવણી કરી છોટા ઉદેપુર જિલ્લાના બોડેલી હેલિપેડ ખાતે તેમનું આગમન કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખુલી જીપમાં લોકો વચ્ચે પહોંચ્યો હતા. આ કાર્યક્રમ મારફતે વડાપ્રધાન મોદી રૂ. 5206 કરોડના કામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. વિશાળ જનસાભને સંબોધન કરતા મોદીએ વિપક્ષ પર પ્રહાર કર્યો હતો. તેમણે જણાવ્યું કે, મોદી એક પછી એક અડચણો દૂર કરે છે ત્યારે વિરોધીઓને રોડાં નાંખવાનું સૂઝે છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી બોડેલી હેલિપેડ ખાતે આગમન કરી રિસેપ્શન વેન્યું ખાતે પહોંચ્યા હતા. બાદમાં એક્સિબિશન કાઉન્ટરની મુલાકાત લઈ જાહેરસભાના સ્થળે ખુલ્લી જીપમાં લોકો વચ્ચે થઈ અને સ્ટેજ પરથી લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ તથા વિવિધ સંસ્થાઓ દ્વારા નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રવચન કરશે. વિકાસ કાર્યોના જુદા જુદા વીડિયો દર્શાવી ઓનલાઇન ઉદ્ઘાટન કર્યું હતું. તે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશાળ જનસભાને સંબોધી હતી. ઉલ્લેખનીય છે કે, 10 મહિના બાદ નરેન્દ્ર મોદી બોડેલીમાં ફરી સભા ગજવી હતી.
બોડેલી ખાતે વિશાળ જનસભાને સંબોધતા વડાપ્રધાને મોદીએ જણાવ્યું કે, બહુ દહાડે બોડેલી આવ્યો છું. પહેલાં તો હું વાર-તહેવારે અહિં આવતો હતો. ઉમરગામથી અંબાજી સુધી આદિવાસી પટ્ટાના વિકાસકાર્યોની ભેટ આપવાનો મને મોકો મળ્યો છે. હું સંગઠનના કાર્ય કરતો ત્યારે અહિં બસમાં આવતો હતો. મારા માટે મુખ્યમંત્રી બન્યાં પહેલાં પણ અહિંના લોકો સાથે નાતો રહ્યો છે. છોટા ઉદેપુરના પંથકમાં સાઈકલ અને બસમાં મુસાફરી કરી રાતવાસો કર્યો છે. બોડેલી આવવાથી જુની યાદો તાજી થઈ ગઈ અને ખૂબ જૂના લોકોને મળવાનો આજે મોકો મળ્યો છે. તમારી જોડે જે શીખ્યો તે દિલ્લીમાં કામ આવે છે.
છોટા ઉદેપુર જિલ્લાના બેડીલી ખાતે વડાપ્રધાન મિશન સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત રૂ. 4505 કરોડના વિવિધ શૈક્ષણિક વિકાસકાર્યોની ભેટ આપવામાં આવી છે. આ ઉપરાંત, વડાપ્રધાન માર્ગ અને મકાન, શહેરી વિકાસ, વિજ્ઞાન અને ટેક્નોલોજી તેમજ પાણી પુરવઠા વિભાગના વિકાસકાર્યોનું પણ લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું.
શિક્ષણને લઈ વડાપ્રધાને જણાવ્યું કે, પહેલાં બાળકોને શાળા છોડવી પડતી હતી. જેથી મારા પરિવારજનો છેલ્લા 2 દશકથી આપણે શિક્ષણના કાર્ય પર ભાર આપ્યો. શિક્ષકોની નિયુક્તી માટે 2 લાખ શિક્ષકોની ભરતી માટે અભિયાન ચલાવ્યું હતું. આદિવાસી સમાજના પટ્ટામાં 25 હજાર નવા ક્લાસરૂમ અને 5 નવી મેડિકલ કોલેજો શરૂ કરી. 30 વર્ષથી જે કામ અટકેલું હતું તે પૂર્ણ કર્યુ. હું સીમાવર્તી એરીયામાં ગયો તો ત્યાં મને મારા આદિવાસી સમાજનો જુવાનીયો દેશની સીમા પર રક્ષા કરતો જોવા મળે છે. ભગવાન બિરસા મુંડાના જન્મદિવસને દેશ જનજાતી દિવસ તરીકે ઉજવે છે. આદિવાસી ગામોમાં વનધન કેન્દ્રો ખોલ્યાં.
આજે કવાંટમાં સ્કીલ ડેવલ્પમેન્ટનું કાર્ય થઈ રહ્યું છે. કૌશલ વિકાસ કેન્દ્ર ખોલવા માટે ટ્રેનીંગ શરૂ કરાવી અને કૌશલ વિકાસ યોજનામાં આજે લાખો યુવાનો તેનો લાભ લઈ રહ્યાં છે. એકવાર કામ શીખી લે એટલે તેને પોતાનો રોજગાર શરૂ કરવા માટે મુદ્રા યોજના થકી વગર ગેરંટીએ લોન મળે છે. લોન મળે તો તેની ગેરંટી કોની તો આ તમારા મોદીની ગેરંટી, એક જ ગેરંટી મોદીની ગેરંટી. ભારતની નવી સંસદ બની અને તેમાં પહેલું કામ થયું નારી શક્તિ વંદન અધીનીયમ. પહેલાં આદિવાસી સામાજના લોકોને વંચીત રાખવામાં આવતા, તેમને ગુમરાહ કરવામાં આવતા હતા. આદિવાસી સમાજનો વિકાસ થાય તેની ગેરંટી મોદીની છે. જેમણે વચનો આપી કામ પૂર્ણ નથી કર્યા તેમની પાસે જવાબ માગો. મોદીએ વિપક્ષ પર પ્રહાર કરતાં જણાવ્યું કે, મોદી એક પછી એક અડચણો દૂર કરે છે ત્યારે વિરોધીઓને રોડાં નાંખવાનું સૂઝે છે.