27 સપ્ટેમ્બરે રમાશે ત્રીજી વનડે, ખેલાડીઓને ઘરઆંગણે રમતા જોવા ક્રિકેટ રસિયાઓમાં ઉત્કંઠા
રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે મેચને લઈને શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. વર્લ્ડ કપ પહેલાંની મહત્ત્વની કહી શકાય એવી સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રાજકોટમાં 27 સપ્ટેમ્બરના રોજ રમાવાની છે. ત્યારે આજે 25 તારીખને સોમવારના રોજ ભારત અને
રાજકોટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની વન-ડે મેચને લઈને શહેરમાં ક્રિકેટ ફીવર છવાયો છે. વર્લ્ડ કપ પહેલાંની મહત્ત્વની કહી શકાય એવી સિરીઝની ત્રીજી અને અંતિમ મેચ રાજકોટમાં 27 સપ્ટેમ્બરના રોજ રમાવાની છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની વન-ડે સિરિઝમાં ભારતે 2-0થી વિજય મેળવી સિરિઝ ઉપર તો કબજો મેળવી લીધો છે. હવે બુધવારે રાજકોટમાં યોજાનાર આખરી વન-ડે મેચને લઈ ક્રિકેટ પ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓ વિરાટ કોહલી, રોહિત શર્મા અને હાર્દિક પંડ્યા સહિતના ખેલાડીઓને રમતા જોવા લોકોમાં ઉતેજના છે. તેવામાં આજે બંન્ને ટીમના ખેલાડીઓ રાજકોટ આવી પહોંચ્યા છે.
ટીમ ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા બંને એકસાથે ખાસ વિમાન મારફતે રાજકોટ આવ્યા. ટીમ ઇન્ડિયા કાલાવાડ રોડની સૈયાજી હોટલ ખાતે જશે અને ટીમ ઓસ્ટ્રેલિયા 150 ફૂટ રીંગ રોડ ઉપર આવેલી ફોર્ચ્યુન હોટલ ખાતે જશે. ઓસ્ટ્રેલિયન ટીમને આવકારવા માટે ફોર્ચ્યુન હોટેલના સ્ટાફમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ટીમ ઇન્ડિયાને ફોટા વાળો ખેસ પહેરાવીને તેમનું સ્વાગત કરવામાં આવશે. આ સાથે જ ટીમ ઇન્ડિયાને 26 સપ્ટેમ્બરના રોજ ગુજરાતી ભાણું પીરસવામાં આવશે. તેમજ દરરોજ નાસ્તામાં ગાંઠિયા, ફાફડા અને જલેબી પણ આપવામાં આવશે. તો ઓસ્ટ્રેલિયન ટીમને ગુજરાતી ભોજનની સાથે ઓસ્ટ્રેલિયન ફૂડ પણ આપવામાં આવશે. બીસીસીઆઈના નિયમ પ્રમાણે જ ખેલાડીઓને તમામ ફૂડ આપવામાં આવશે. અગાઉ પણ ટીમ ઇન્ડિયા સૈયાજી હોટેલ ખાતે રોકાઈ ચૂકી છે.
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આગામી 27મી સપ્ટેમ્બરના રોજ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશનના ખંડેરી સ્ટેડિયમ ખાતે વન-ડે મેચ રમાનાર છે. આ બંને ટીમો 26મી સપ્ટેમ્બરના રોજ નેટ પ્રેક્ટિસ કરશે અને 27ના રોજ બંને ટીમો મેચને જીતવા માટે મેદાન ઉપર ઉતરશે. આ વખતે ભારત અને ઓસ્ટ્રેલિયાના મેચને લઈને ટિકિટના ભાવમાં પણ બમણો વધારો જોવા મળી રહ્યો છે. હાલમાં આ મેચની ટિકિટ 1500થી શરૂ થઈને 10,000 રૂપિયાની મળી રહી છે. જ્યારે વન-ડે હોય એટલે કે 50 ઓવરની મેચ હોય, જેને લઈને મોટી સંખ્યામાં પ્રેક્ષકો પણ સ્ટેડિયમ ખાતે ઉપસ્થિત રહેશે. જેને ધ્યાનમાં રાખીને ટિકિટના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે.