પન્નૂ ભારતને અલગ અલગ ટુકડાઓમાં વહેંચીને અનેક દેશ બનાવવા માગે છે
કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં 18 જૂને પ્રતિબંધિત “ખાલિસ્તાન ટાઈગર ફોર્સ” (KTF)ના પ્રમુખ હરદીપસિંહ નિજ્જરની ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી. કેનેડાના સાંસદ જસ્ટિન ટ્રૂડોએ આ હત્યામાં ભારત સરકારની ભૂમિકાનો આરોપ લગાવ્યો હતો જે બાદ બંને દેશ વચ્ચે તણાવ વધી ગયો છે. ત્યારે હવે વિદેશમાં બેઠેલા ભારત વિરુદ્ધ ષડયંત્ર કરનાર ખાલિસ્તાની આતંકી ગુરપતવંતસિંહ પન્નૂને ખુલ્લો પાડવા માચે ભારતે નવો ડોઝિયર તૈયાર કર્યો છે. આ ડોઝિયરથી ખ્યાલ આવે છે કે પન્નૂ માત્ર ખાલિસ્તાન જ નથી બનાવવા માગતો પરંતુ તે ઉર્દુસ્તાન બનાવવાની મેલી મુરાદ પણ રાખે છે.
ડોઝિયર મુજબ પન્નૂ ભારતને અલગ અલગ ટુકડાઓમાં વહેંચીને અનેક દેશ બનાવવા માગે છે. તે ધાર્મિક આધારે પણ ભારતનાં ભાગલા ઈચ્છે છે. તે દેશના મુસ્લિમોને ફોસલાવીને મુસ્લિમ દેશ બનાવવા માગે છે જેનું નામ તે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ઉર્દુસ્તાન રાખવા માગે છે.
ભારતે તૈયાર કરેલા નવા ડોઝિયરમાં SFJ ચીફ અને આતંકી ગુરપતવંતસિંહ પન્નૂ કઈ રીતે ભારતના ટુકડા કરવા માગે છે, તે અંગેના પ્લાનિંગનો ગુપ્ત રિપોર્ટ છે. નવા ડોઝિયર મુજબ ભાગલા સમયે 1947માં પન્નૂ પાકિસ્તાનના ખાનકોટ ગામથી અમૃતસર આવ્યો હતો. તેણે પંજાબ યુનિવર્સિટીમાંથી લૉની ડિગ્રી લીધી છે અને તેના માતા-પિતાના મોત થઈ ગયા છે. પન્નૂનો ભાઈ મગવંતસિંહ વિદેશમાં રહે છે. પન્નૂ અમેરિકામાં અલગતાવાદી ગ્રૂપ શીખ ફોર જસ્ટિસનો પ્રમુખ છે અને પંજાબને ભારતથી અલગ કરાવવા માગે છે. 7 જુલાઈ, 2022નાં રોજ ગૃહ મંત્રાલયે તેણે આતંકી જાહેર કર્યો હતો. નવા ડોઝિયર મુજબ પન્નૂ સામે દેશ આખામાં 16 કેસ છે. દિલ્હી, પંજાબ, હિમાચલ પ્રદેશ, હરિયાણા અને ઉત્તરાખંડમાં ખાલિસ્તાની મૂવમેન્ટને લઈને તેનાપર આ કેસ નોંધાયેલા છે.
નવા ડોઝિયર મુજબ પન્નૂ ભારતને અલગ અલગ ટુકડાઓમાં વહેંચીને અનેક દેશ બનાવવા માગે છે. તે ધાર્મિક આધારે ભાગલા ઈચ્છે છે. પન્નૂ દેશના મુસ્લિમોને ફોસલાવીને મુસ્લિમ દેશ બનાવવા માગે છે જેનું નામ તે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ ઉર્દુસ્તાન રાખવા માગે છે. આ ઉપરાંત તે કાશ્મીરના લોકોને પણ રેડિક્લાઈઝ કરી રહ્યો છે જેનાથી કાશ્મીરને ભારતથી અલગ કરી શકાય.
નવા ડોઝિયર મુજબ તે ઈન્ડિયા ગેટ પર ખાલિસ્તાની ઝંડો ફરકાવનારને 2.5 મિલિયન યૂએસ ડોલર આપવાની જાહેરાત કરી ચુક્યો છે. તેણે આ રીતે પોલીસકર્મીને 1 મિલિયન યૂએસ ડોલર આપવાની જાહેરાત કરી હતી જે 15 ઓગસ્ટ 2021નાં લાલ કિલ્લા પર તિરંગો લહેરાવવાથી રોકે.
પન્નૂ પંજાબ, દિલ્હી, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને હરિયાણામાં પોતાના લોકોની મદદથી ખાલિસ્તાની પોસ્ટર અને ઝંડા લગાડવાનો અનેક વખત પ્રયાસ કરી ચુક્યો છે. આ ઉપરાંત અનેક વખત ઓડિયો વોયસ મેસેજ મોકલીને ભારતની એકતા અને અખંડતાને તે પડકારી ચુક્યો છે.