સનાતન ધર્મ વિવાદ મામલે ઉદયનિધિ અને એ.રાજાને નોટિસ ઈશ્યૂ કરી

supremeCourt

ભારતની 262 જાણીતી હસ્તિઓએ CJI ચંદ્રચૂંડને પત્ર લખીને ઉદયનિધિ સ્ટાલિનના વિવાદિત ભાષણને સ્વત સંજ્ઞાન તરીકે લે તેવો અનુરોધ કર્યો હતો

ઉદયનિધિ દ્વારા આપવામાં આવેલા નફરતભર્યા ભાષણથી સમાજમાં સાંપ્રદાયિક હિંસા ભડકી શકે છે. તેથી આ મામલે કોર્ટ સ્વતઃ સંજ્ઞાનમાં લે

સનાતન ધર્મ વિરુદ્ધ નિવેદન આપીને તમિલનાડુ સરકારના મંત્રી ઉદયનિધિ સ્ટાલિન બરાબરના ફસાયા છે. શુક્રવારે સુપ્રીમકોર્ટે સનાતન ધર્મ પર વિવાદિત નિવેદન આપનારા તમિલનાડુ સરકારમાં મંત્રી ઉદયનિધિ સ્ટાલિન અને ડીએમકે નેતા એ.રાજાને નોટિસ ઈશ્યૂ કરી છે. સુપ્રીમકોર્ટનું કહેવું છે કે આ મામલે હેટ સ્પીચ પર લંબિત અન્ય અરજીઓ સાથે જ તેના પર સુનાવણી હાથ ધરવામાં આવશે.

ચેન્નઈના એક વકીલે અરજી દાખલ કરી માગ કરી હતી કે તમિલનાડુમાં સનાતન ધર્મ વિરુદ્ધ યોજાઈ રહેલા કાર્યક્રમોને ગેરબંધારણીય જાહેર કરવામાં આવે. ખરેખર તો ઉદયનિધિ સ્ટાલિને સનાતન ધર્મની તુલના ડેન્ગ્યુ અને મલેરિયા સાથે કરી હતી. તેમણે કહ્યું હતું કે જે રીતે ડેન્ગ્યુ-મલેરિયાને વિરોધ ન કરી શકાય પણ તેનો ખાત્મો જ કરવો પડે એ જ રીતે સનાતન ધર્મનો ફક્ત વિરોધ ન કરવો જોઈએ પણ તેનો ખાત્મો કરી દેવો જોઈએ.

ભારતની 262 જાણીતી હસ્તિઓએ CJI ચંદ્રચૂંડને પત્ર લખીને ઉદયનિધિ સ્ટાલિનના વિવાદિત ભાષણને સ્વત સંજ્ઞાન તરીકે લે તેવો અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે ઉદયનિધિ દ્વારા આપવામાં આવેલા નફરતભર્યા ભાષણથી સમાજમાં સાંપ્રદાયિક હિંસા ભડકી શકે છે. તેથી આ મામલે કોર્ટ સ્વતઃ સંજ્ઞાનમાં લે.