“વંદે ભારત” મલ્હૌર સ્ટેશન પાસેથી પસાર થઈ રહી હતી તે દરમ્યાન અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો
પથ્થરમારામાં ટ્રેનની બારીનો કાચ તૂટી જતા ટ્રેનમાં અફરાતફરી મચી ગઈ
જ્યારથી વંદે ભારત એક્સપ્રેસ શરૂ થઈ છે ત્યારથી તેની ઉપર પથ્થરમારાની ઘટનાઓ સામે આવી રહી છે તેવામાં આજે ફરી એક વાર આવી ઘટના સામે આવી છે. ઉત્તરપ્રદેશમાં ગોરખપુરથી લખનૌ જતી વંદે ભારત એક્સપ્રેસ પર મલ્હૌર સ્ટેશન પાસે પથ્થરમારો થયો છે. જેના કારણ બારીનો કાચ તૂટી જતાં તે સીટ પર બેઠેલા મુસાફરો ડરી ગયા હતા. મુસાફરોએ રેલ્વેને ફરિયાદ કરતા આરપીએફ એ ઘટનાની તપાસ માટે ટીમની રચના કરી છે.
વંદે ભારત એક્સપ્રેસ મલ્હૌર સ્ટેશન નજીકથી પસાર થઈ રહી હતી તે સમયે અસામાજિક તત્ત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પથ્થરમારા બાદ ટ્રેનમાં અફરાતફરીનો માહોલ મચી ગયો હતો. માહિતી અનુસાર મલ્હાર સ્ટેશન પરથી પસાર થતી વખતે જ વંદે ભારત ટ્રેનના ચેર કાર ક્લાસ કમ્પાર્ટમેન્ટ પર અરાજકતા ફેલાવવાના ઉદ્દેશ્ય સાથે તોફાની તત્વએ પથ્થરમારાની ઘટનાને અંજામ આપ્યો હતો.
માહિતી અનુસાર કોઈ બદમાશે આ ઘટનાને અંજામ આપ્યો હતો. તેણે એવો જોરથી પથ્થરમાર્યો કે બારીનો કાંચ જ તોડી નાખ્યો હતો. જેના લીધે યાત્રીઓ ભયભીત થઈ ગયા હતા. ટ્રેનમાં અફરા તફરી મચી ગઈ હતી. આ મામલે રેલવે પોલીસને ફરિયાદ પણ કરવામાં આવી છે. આરપીએફ તરફથી ઘટનાની તપાસ માટે એક ટીમ બનાવાઈ છે.
એવું નથી કે પહેલીવાર વંદેભારત એક્સપ્રેસ પર પથ્થરમારાની ઘટનાને અંજામ અપાયો હોય. અગાઉ પણ અયોધ્યાની નજીકમાં જ વંદે ભારત એક્સપ્રેસ પર પથ્થરમારની ઘટના બની હતી. તે સમયે પણ ટ્રેનને નુકસાન થયું હતું.